________________
૩૭ર
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
મહોપાધ્યાય યશોવિજયજી કૃત ‘ષસ્થાન ચોપાઈ સાથે શ્રીમદ્ રાજચંદ્ર કૃત
“આત્મસિદ્ધિ શાસ્ત્રની તુલના
વિક્રમ સંવત-૧૯૨૪ કાર્તિક સુદ પૂર્ણિમા, રવિવારે કાઠિયાવાડના વવાણિયા બંદરના વણિક શ્રેષ્ઠીને ત્યાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો. તેઓ ઉપાધ્યાય યશોવિજયજી પછી આશરે ૨૫૦ વર્ષ પછી થયા. તેમની તીક્ષ્ણ બુદ્ધિ, તીવ્ર સ્મરણશક્તિ અદ્ભુત હતી. આઠ વર્ષની બાલ્યાવસ્થામાં ૮૦૦૦ કડીઓની કાવ્ય રચના કરી. તેમના શબ્દોની સચોટતા, નિર્મળતા, ધર્મનું ઉંડાણપૂર્વકનું જ્ઞાન પ્રશંસનીય છે. તેઓ કોઈ ગચ્છ, મત, સંપ્રદાય કે વાડાના નહતા. તેમણે નાની મોટી ૪૫ જેટલી કાવ્યકૃતિઓ રચી છે. જે વર્તમાને ઉપલબ્ધ છે. તેમની નવસર્જક શક્તિ ઉત્તમ છે. તેમના આધ્યાત્મિક કાવ્યોમાં નિવૃત્તિમૂલક પ્રધાનતાનો સુર ગુંજે છે. તેમાં બાહ્ય ક્રિયાકાંડો પ્રત્યે ઉદાસીનતા છે. તેમનાં લોકપ્રિય કાવ્યો, જેવાંકે “બહુ પુણ્ય કેરા પુંજથી,' “મૂળ મારગ સાંભળો જિનનો રે', “અપૂર્વ અવસર' ઇત્યાદિ છે. તેમણે સં. ૧૯૫ર (લગભગ ૨૯ વર્ષની ઊંમરે) આસો વદ એકમનાનડિયાદમાં ૧૪૨ કડીનું ઉત્તમ કાવ્ય રચ્યું. જે આત્મસિદ્ધિ' નામે વિખ્યાત છે. જૈનદર્શનના અર્કસમાન તાત્વિક જ્ઞાનના સાગર સમાન આપદ્યકૃતિ તેમની સર્વરચનાઓમાં શ્રેષ્ઠ છે.
ગૂર્જરભૂમિનાબંને સમર્થઅને વિદ્વાન કવિઓની કૃતિની તુલના પ્રસ્તુત છે.
ઉપાધ્યાયજી સંસ્કૃત ઇત્યાદિ ભાષાઓના વિદ્વાન અને જાણકાર હોવાથી તેમની રચના સમજવામાં કઠિન છે, તેથી બાળ જીવો ગંભીર વિષયને સરળતાથી સમજી શકે તે માટે વિષયને સુગમ બનાવી તેમણે ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો. આ કૃતિની રચના માટે તેમણે શ્રી સિદ્ધસેન દિવાકર રચિત સન્મતિતગ્રંથનો આધાર લીધો છે. આ ગ્રંથમાં કવિસમ્પર્વના છ સ્થાનોને જણાવે છે.
ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજે આ છ સ્થાનનું નિરૂપણ ષટ્રસ્થાન ચોપાઇમાં કર્યું છે. આ છે સ્થાન પર મત તથા તેનું ખંડન-મંડન આકૃતિમાં થયું છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ સમકિત પ્રાપ્ત કરવામાં કામધેનુ સમાન આત્મસિદ્ધિ નામની કૃતિ રચી છે. આ કૃતિમાં સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવને સમજાય એ રીતે છ સ્થાનનું સરળ ભાષામાં નિરૂપણ થયું છે. તેના અર્થ ગંભીર છે. શ્રીમદ્જીએ પદ્યમાં આ કૃતિ રચી છે, જેથી મુમુક્ષુ જીવો સરળતાથી મુખપાઠ કરી શકે. આ કૃતિમાં છ પદ વિષેની શ્રદ્ધા, આ શ્રદ્ધા કેવા જીવને થાય?, શ્રદ્ધા થવામાં સદ્ગુરુનો ઉપકાર, સદગુરુના લક્ષણો ઈત્યાદિ વિષયનું નિરૂપણ થયું છે. શ્રી આચારાંગસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રીસૂત્રકૃતાંગસૂત્ર, શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર આદિ પ્રાકૃત ગ્રંથોમાં આત્માના છપદવિષે છૂટાછવાયાવિચારો જોવા મળે છે, તેમજ ગણધરવાદમાં તે વિચારોનું નિરૂપણ થયું છે. શ્રી હરિભદ્રાચાર્ય કૃત “શાસ્ત્રવાર્તા સમુચ્ચય' કે યશોવિજયજી કૃત અધ્યાત્મસારમાં જે વિચારો છે, તે સમગ્ર વિચારોને શ્રીમદ્જીએ આત્મસિદ્ધિમાં ગૂંથી લીધા છે. તેમની કૃતિમાં શબ્દોની સરળતા, સચોટતા છે.
ઉપાધ્યાયજીએ કૃતિના પ્રારંભમાં વીતરાગ પરમાત્માને પ્રણામ કરી, સરસ્વતી માતાનું સ્મરણ કરી મંગલાચરણ કર્યું છે.