________________
૩૬૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
કવિ યશોવિજયજીએ ઢાળ-૭ માં સમકિતનાં પાંચ ભૂષણ (શોભા) અતિ સંક્ષેપ રીતે વર્ણવેલ છે. જ્યારે કવિ ઋષભદાસે પાંચ ભૂષણનું વર્ણન કરતાં પ્રસંગોપાત ત્રણ પ્રકારની વંદના, વંદનાના બત્રીસ દોષ, તેત્રીસ પ્રકારની આશાતના, પાંચ પ્રકારના કુલિંગી સાધુઓ ત્યાર પછી ગુરુભક્તિનો મહિમા વર્ણવ્યો છે. આ વિષયના સંદર્ભમાં શ્રેયાંસકુમાર, ચંદનબાળા, સંગમ ભરવાડ આદિનાં દૃષ્ટાંત આપેલ છે. ચોથા સ્થિરતા ભૂષણના સંદર્ભમાં નૃપ હરિતિલકનું અત્યંત વિસ્તારપૂર્વક કથાનક આલેખેલ છે. અહીં કવિ ઋભષદાસની વિસ્તૃત કથાનક દ્વારા વિષયને મઠારવાની શક્તિ અને લોક પ્રચલિત કથાઓ દ્વારા વિષયને સરળ બનાવી બાળજીવોને સમજાવવાની રીત ખરેખર પ્રશંસનીય છે.
કવિ યશોવિજયજીએ ઢાળ-૮ માં સમકિતનાં પાંચ લક્ષણનું રહસ્ય ખોલ્યું છે. (૧) અપરાધીનું પણ મનથી બૂરું ન ઇચ્છવું તે ઉપશમ. (૨) મોક્ષની અભિલાષા તે સંવેગ (૩) સંસારથી નિવૃત્તિ અને ધર્મમાં પ્રવૃત્તિ એ નિર્વેદ છે. (૪) અનુકંપા (૫) જિનવચન સત્ય છે તેવી આસ્થા.
ધર્મ પ્રાપ્તિની ભૂમિકારૂપ આ પાંચ લક્ષણો સ્યાદ્વાદ શૈલીમય તત્ત્વજ્ઞાનથી ભરપૂર છે, જે કવિ યશોવિજયજીની તત્ત્વજ્ઞાન સભર શૈલીનું દર્શન કરાવે છે.
કવિ ઋષભદાસે પાંચ લક્ષણનું સ્વરૂપ અતિ સંક્ષિપ્તમાં ફક્ત નામોલ્લેખ કરી દર્શાવેલ છે.
કવિ યશોવિજયજીએ ઢાળઃ૯ માં સમકિતની છ યત્નાનું સ્વરૂપ દર્શાવ્યું છે તેવી જ રીતે કવિ ઋષભદાસે સમકિતના પાંચ લક્ષણની જેમ છ યત્ના પણ નામનિર્દેશન આપી જણાવી છે.
કવિ યશોવિજયજીએ ઢાળઃ૧૦માં સમકિતના છ આગારનું સ્વરૂપ વર્ણવતાં કહે છે કે “શુદ્ધ ધર્મથી નવિચળો, અતિ દેઢ ગુણ આધાર લલના;
ver
તો પણ જે નહિ અહેવા, તેહને એહ આગાર. લલના બોલ્યું તેહવું પાળીએ.'
સાત્ત્વિક પુરુષો સત્યધર્મથી ચલિત થતા નથી; તેઓ ધર્મમાં દેઢ શ્રદ્ધાવાન હોય છે પરંતુ બાળ જીવો મુશ્કેલીમાં સત્યધર્મનું શુદ્ધપણે પાલન કરી શકતા નથી તેમને માટે આ આગાર છે.
169
કવિ યશોવિજયજીએ સજ્જન અને દુર્જનને ઉપમા અલંકારથી નવાજ્યા છે. દંતિ દંત સમબોલ લલા, સજ્જન ને દુર્જન તણા કરછપ્ર કોટિને તોલ. લલા બોલ્યું તેહવું પાળીએ...૫૨
સજ્જનો અથવા દંઢ પ્રતિજ્ઞાવંત મહાપુરુષો હાથીના દંતશૂળ જેવા છે, જ્યારે દુર્જનો કાચબાની ડોક સમાન છે. જેમ હાથીના દાંત જીવન પર્યંત અત્યંત મજબૂત અને સ્થિર હોય છે, તેમ દેઢ ધર્મી જીવો જીવન પર્યંત પ્રતિજ્ઞાનું શુદ્ધપણે એ પાલન કરે છે. દુર્જનો અસ્થિર મનવાળા હોય છે. જેમ કાચબાની ડોક અસ્થિર હોય છે, તેમ નિર્બળ મનવાળા ધર્મમાં અસ્થિર હોવાથી લીધેલ પ્રતિજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરતા નથી. કવિ યશોવિજયજીએ તેના સંદર્ભમાં દૃઢ પ્રતિજ્ઞાવંત કાર્તિક શેઠનું દૃષ્ટાંત ટાંકેલ છે.
કવિ ઋષભદાસે છ આગારને શાસ્ત્રોક્ત રીતે નામનિર્દેશન કરી દર્શાવેલ છે.
કવિ યશોવિજયજી પાસે કવિત્વ શક્તિ, તાત્ત્વિક શક્તિ અને સચોટ શબ્દ પ્રયોગ આલેખવાની શક્તિ હોવાથી છ ભાવનાઓ અને છ સ્થાનકોનું અત્યંત ટૂંકાણમાં મર્મગામી આલેખન કર્યું છે. તે ઉપરાંત કવિ