________________
૩૬૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
વિસ્તારથી આલેખ્યું છે. અહીં કવિએ કથા વિસ્તારનો મોકળાશથી લાભ લીધો છે. કથા પરત્વે કવિ શાસ્ત્રને અનુસરીને જ ચાલ્યા છે. રાસકાર સળંગ પ્રવાહી કથા નિરૂપણથી વિશેષ સિદ્ધ કરી શક્યા નથી, જ્યારે કવિ યશોવિજયજીએત્રણલિંગનું સ્વરૂપ અતિસંક્ષેપમાં, ઉદાહરણો સાથે સચોટ રીતે આલેખ્યું છે.
- કવિ યશોવિજયજીએ દશ પ્રકારના વિનયની વ્યાખ્યા કરી છે. ૧) વિચરતાં જિનેશ્વર પ્રભુ એ અરિહંત ભગવંતો (૨) સર્વ કર્મક્ષય કર્યા છે તે સિદ્ધ ભગવંત (૩) જિનેશ્વર પ્રભુની પ્રતિમાએ ચૈત્ય (૩) જિનાગમોતેસૂત્ર (૫) ક્ષમા આદિ દશ પ્રકારનો મુનિધર્મ તે ધર્મ (૬) ધર્મપાલક તથા ધર્મના આધાર સ્થાનરૂપ તે સાધુ (૭) પંચાચારનું જ્ઞાન આપનારા અને ધર્મમાર્ગના નાયક તે આચાર્ય. (૮) શિષ્યોનેસૂત્ર ભણાવે તે ઉપાધ્યાય. (૯) પ્રશંસનીય અને કલ્યાણી જૈન સંઘતે પ્રવચન (૧૦) ઉત્તમ એવો સમકિત ગુણ/દર્શન.
આદશની ભક્તિ, બહુમાન, ગુણોની સ્તુતિ કરવી તથા અવગુણનો તેમજ આશાતનાનો ત્યાગ કરવો. આ દશ પ્રકારનો વિનય સમકિત ઉત્પત્તિનું કારણ છે, તેમજ દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મમાં પ્રગતિ કરવામાં ઉપયોગી છે. આ રીતે કવિયશોવિજયજીએ દશ પ્રકારનો વિનય અને વિનય કરવાની પાંચ રીતે દર્શાવી છે. અંતે તેઓ કહે છે કે
પાંચભેદે એદશતણોજી, વિનયકરે અનુકૂળ સિંચેતેહસુધા-
રજી, ધર્મવૃશાનું મૂળ. વિનયનું ફળ શું? તે દર્શાવતાં કવિ કહે છે કે, જેમ પૌષ્ટિક ભોજનથી શારીરિક શક્તિ મળે છે, તેમ વિનયગુણથી અમૃતરસની ઉત્પત્તિ થાય છે. તેમાંથી આત્માનુભૂતિરૂપ અમૃતરસની ઉત્પત્તિ થાય છે. આ રસથી આત્મા પુષ્ટિવાન બને છે અને પરંપરાએ મોક્ષ મેળવે છે. આ રીતે વિનય ગુણનું ફળ મોક્ષ છે. વૃક્ષની વૃદ્ધિ માટે તેના મૂળમાં જ પાણીનું સિંચન કરવું જોઈએ. ડાળ, પાંદડા, શાખાઓને સિંચાયેલું પાણી વૃક્ષની વૃદ્ધિમાં સહાયક બનતું નથી તેમ દ્રવ્ય ક્રિયાઓ વિવેક અથવા વિનયવિના કરાયતો સમકિતની સ્પર્શનાકે વૃદ્ધિમાં સહાયકન બને. જેમ બાજુમાંથી પસાર થયેલી કાર આપણને સ્પર્શ કર્યા વિના જતી રહે છે, તેમ દ્રવ્ય ક્રિયાઓ લક્ષ્ય વિના, વિવેક વિના, જેમ-તેમ કરાય તો ફળદાયક બનતી નથી. કવિ યશોવિજયજી ધર્મનું પ્રત્યેક અનુષ્ઠાન ભાવપૂર્વક અને વિધિપૂર્વક કરવાની અહીં હિતશિક્ષા આપે છે. કવિએ આ પંક્તિમાં સચોટ ભાવો વર્ણવ્યા છે. જે તેમની તાત્વિક શક્તિનું નિરૂપણ કરે છે, જ્યારે કવિઋષભદાસેદશવિનયનફક્ત ના નિર્દેશન કર્યા છે.
કવિ યશોવિજયજીએ તાત્ત્વિક રીતે ત્રણ પ્રકારની શુદ્ધિઓનું નિરૂપણ કર્યું છે, તેવી જ રીતે કવિ ઋષભદાસે પણ મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિનું સરળ શબ્દોમાં નિરૂપણ કર્યું છે.
કવિ યશોવિજયજી મહારાજે સમકિતનાં પાંચ દૂષણો ઢાળ પાંચમીમાં બતાવેલ છે. (૧) શંકા - જૈન ધર્મના ઉપદેશકવીતરાગ પરમાત્મા છે. તેમને મનરાજા અને રંકસમાન છે. તેથી તેઓ કદીઅસત્ય બોલતા નથી. તેથી જૈન ધર્મમાં શંકા ન કરવી. (૨) કંખા - મિથ્યા ધર્મની અભિલાષા રાખવી, તે કાંક્ષા દૂષણ છે. કલ્પવૃક્ષની હયાતીમાં બાવળનો આશ્રય ન લેવાય, તે જ રીતે જૈનધર્મની પ્રાપ્તિ થયા પછી મિથ્યા ધર્મની ઈચ્છા રાખવી, તે સમકિતનું કાંક્ષા દૂષણ છે. (૩) ધર્મનું ફળ હશે કે નહીં?એવો સંશય તે વિચિકિત્સા અથવા વિડિગિચ્છા નામનું ત્રીજું દૂષણ છે. (૪) મિથ્યાત્વીની પ્રશંસા કરવી. (૫) મિથ્યાત્વીનો પરિચય કરવો. આ પાંચ દૂષણ દુર્ગધ સમાન