________________
૩૬૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
દુર્લભતા, ત્રિરત્નનો આરાધક સમ્યગૃષ્ટિ પરમ શ્રાવક છે; તેવું કવિ જણાવે છે. વળી, દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ, પંચપરમેષ્ઠીના ગુણો, પાંચ આચારનું વર્ણન, દીક્ષાને અયોગ્ય વ્યક્તિઓ, દાન-શીલ-તપ અને ભાવધર્મનો મહિમા, કુદેવનું સ્વરૂપ, મિથ્યાત્વનું સ્વરૂપ, પાંચ પ્રકારના સમકિત આદિવિષયો કવિએવિશદતાથી વર્ણવ્યા છે.
કવિયશોવિજયજીએ ક્ષાયિક સમકિતની વાત કરી છે, જે દર્શન મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક સમકિત ચોથા ગુણસ્થાનકે પ્રગટ થાય છે. ત્યાર પછીના દશ ગુણસ્થાનક સુધી જીવનો ક્રમિક વિકાસ થાય અને તેને ગુણસ્થાનકેજીવ ચઢે ત્યારે દરેક ગુણસ્થાનકે ઉત્તરોત્તરનિર્મળદશાહોય છે. સમકિતથી શરૂ થયેલી એનિર્મળતા મોલમાં જીવ પહોંચે, ત્યાં પણ કાયમરહે છે. તેથી કવિયશોવિજયજીએ કહ્યું છે કે
દર્શનમોહવિનાશથીજે નિર્મળ ગુણઠાણ,*
તેનિસમકિત કહ્યું, તેહનાએહઅહિ ઠાર દોહો-૧, જૈન શાસ્ત્રમાંબેનયદર્શાવેલ છે.નિશ્ચયનય = ખરેખર, તાત્વિક વ્યવહારનય લોકવ્યવહાર.
નિશ્ચયનયથી સમકિત એ આત્માનો નિર્મળ ગુણ છે. આ ગુણ અમુક આત્મામાં છે, એવું બાહ્ય વ્યવહારથી સમજાય છે. તે નિશાનીઓને-લક્ષણોને સમકિતને રહેવાનાં કેન્દ્રો કહેવાય છે. તેથી વ્યવહારનયથી એ કેન્દ્રો પણ સમકિત કહેવાય છે. વ્યવહાર સમકિતરૂપ કેન્દ્રો જાણવામાં આવે તો પ્રાયઃ કરીને નિશ્ચયનયથી સમકિત ગુણ પ્રાપ્ત થાય; એવું તાત્વિક જ્ઞાન આ પંક્તિમાં રહેલું છે. યશોવિજયજી મહારાજ જૈન પરંપરાના પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેથી તેમની સજઝાયમાં તાત્વિક ભાવોની સચોટ અભિવ્યક્તિ નોંધપાત્ર છે, જ્યારે કવિ ઋષભદાસને સામાન્ય ભાવિકો માટે વિષયનું વિવરણ કરવું પસંદ હોવાથી, તેમની રાસકૃતિમાં દરેક વિષયને વિસ્તારથી વર્ણવ્યો છે.
કવિયશોવિજયજીએ ચારે સહણાનું વર્ણન હરિગીત છંદમાં ફક્ત બે કડીઓમાં ખૂબ સ્પષ્ટતાપૂર્વક કર્યું છે. તેથી તેમની સજઝાયમાં ચારે સહણાનો ક્રમ અને વિષય સૂચકતા જળવાઈ રહે છે, જ્યારે કવિ ઋષભદાસે ચાર પ્રકારની સહાનું અતિવિસ્તૃત વર્ણન કર્યું છે. તેમણે ધનવંત કરતાં જ્ઞાનવંતને શ્રેષ્ઠ કહ્યો છે. તેના સંદર્ભમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના આઠમા અધ્યયનનું “કપિલ કેવળી” નું દૃષ્ટાંત કવિ આલેખે છે. ત્યાર પછી પ્રસંગોપાતા સાત નિર્નવોનો પરિચય પણ આપે છે. કવિ કુગુરુનો પરિચય આપતાં તેમનાં ભેદ-પ્રભેદ આદિનું વર્ણન કરે છે. અહીં કવિને વિષય વિસ્તૃત કરવામાં રસ છે, જે કવિની વર્ણનાત્મક શૈલીનો પરિચય કરાવે છે. તો બીજી બાજુ કવિએ સમકિતની સહણાને અનુલક્ષીને જે જે વિષયો ટાંક્યા છે, તેનો બહુલ વિસ્તાર થતાં વિષયની ક્રમિકતા જળવાતી નથી. વળી કથારસમાં ખેંચાયેલભાવિકને મૂળ ચર્ચાનું અનુસંધાન પણ નરહે એ શક્ય છે.
કવિ યશોવિજયજીએ સમકિતનાં ત્રણ લિંગને લૌકિક દષ્ટાંતોથી મઠારીને કહ્યા છે. (૧) શુશ્રુષા = કૃત શ્રવણની તીવ્ર અભિલાષા. જેમાં તેમણે યુવાન, ચતુર, સંગીતજ્ઞપુરુષનું દૃષ્ટાંત આપ્યું છે. (૨) ધર્મરાગમાં દ્વિજનું દષ્ટાંત આપ્યું છે. (૩) વૈયાવચ્ચમાં અપ્રમાદી વિદ્યાસાધકનું દષ્ટાંત આપ્યું છે. કવિ યશોવિજયજી કહે છે કે આ ત્રણ લિંગને ધારણ કરનાર ‘અભંગએટલે કદી નષ્ટ ન થાય તેવું અખંડ મોક્ષસુખ પ્રાપ્ત કરે છે. કવિ ઋષભદાસે પણ એ જ રીતે દષ્ટાંતોનું નિરૂપણ કર્યું છે. તેમણે પ્રથમ લિંગના સંદર્ભમાં ૪૫ આગમોનાં નામનિર્દેશન ક્ય છે. બીજા લિંગમાં તેમણે પણ બ્રાહ્મણનું દૃષ્ટાંત આપ્યું છે જ્યારે ત્રીજા લિંગના સંદર્ભમાં મુનિ નંદિષણનું દષ્ટાંત ખૂબ