________________
૩૬૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
૩. મૃદુમાટીવિનાઘડોનબને, કારણ વિના કાર્યન ઉપજે તેમસમકિત વિના આત્માને મોક્ષસુખ કયાંથી મળે? ૪. સમકિત એ મોક્ષનું પરંપર કારણ છે. સમકિત એ મોક્ષનું મૂળ છે. શ્રેણિક મહારાજની જેમ સમકિત દ્વારા અવશ્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ. અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનત્રિક, એમદર્શન સતકરૂપ મોહનીય કર્મનો જે ક્ષય કરી વિજય મેળવે છે, તેને કવિ જ્ઞાન વંદન કરે છે.
કવિએ વિવિધ દષ્ટાંતો દ્વારા સમકિતનો મહિમાદર્શાવીક્ષાયિકસમકિતી પ્રત્યે પૂજ્યભાવ વ્યક્ત કર્યો છે. (૬) પંડિત વીરવિજયજીએ સમ્યકત્વના સંદર્ભમાં સજઝાય રચી છે. જેમાં સમકિતના પાંચ પ્રકાર, તેની સ્થિતિ, ભવચક્રમાં પ્રત્યેકસમકિત જીવને કેટલી વખત પ્રાપ્ત થાય તેનું સંક્ષેપમાં સુરેખ વર્ણન કર્યું છે.
કવિ ઋષભદાસ કૃત સમક્તિ સાર રાસની કવિ યશોવિજયજી કૃત સમક્તિના સડસઠ
બોલની સજઝાય સાથે તુલના ઉપાધ્યાય યશોવિજયજીનો પરિચય:
પૂજ્યપાદ ઉપાધ્યાય યશોવિજયજીનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા શહેરની નજીકનાકનોડા ગામમાં થયો હતો. પિતા નારાયણદાસ તથા માતા સૌભાગ્યવતીનાતે પુત્ર હતા. તેઓ જૈન વણિક હતા. તેમનું નામ જસવંતકુમાર હતું. તેમને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. તેમણે ઈ.સ. ૧૯૩૨ માં તપગચ્છના નયવિજયજી મહારાજપાસે અણહીલપુર પાટણમાં દીક્ષા લીધી. ગુરુએ જશવંતનું નામ યશોવિજયજી રાખ્યું.
પૂજ્ય નયવિજયજી મહારાજ જેવા સમર્થ ગુરુની હૂંફાળી છત્રછાયામાં યશોવિજયજી મહારાજે શ્રુતાભ્યાસ શરૂ કર્યો. તેમણે જ્ઞાનના ક્ષેત્રમાં હરણફાળ ભરવા માંડી. તેમણે દશવર્ષની દીક્ષા પર્યાયમાં અધ્યાપકો પાસેથી વ્યાકરણ, ન્યાય, કોષ, કર્મગ્રંથાદિની નિઃશેષ વિદ્યા ગ્રહણ કરી લીધી. પૂજ્યશ્રીની અદ્ભુત અને અજોડ વિદ્વત્તા હતી. ઈ.સ. ૧૬૪૩ માં અમદાવાદમાં અષ્ટાવધાનનો પ્રયોગ કરી, તેમણે તેજસ્વી મેધાનો પરિચય કરાવ્યો. તે વખતે સંઘના આગેવાનશાહ ધનજી સુરાએ તેમની યોગ્યતા જોઈનયવિજયજી મહારાજને વિનંતી કરી કે, “યશોવિજયજી બીજા હેમચંદ્રાચાર્ય થાય તેમ છે, માટે તેમને ષદર્શનનો અભ્યાસ કરવા કાશી મોકલો, જેથી જિનશાસનની પ્રભાવનાથાય.” આ કાર્ય માટેની સંપૂર્ણ જવાબદારી ધર્મપ્રેમીશ્રાવકે માથે લીધી.
તેમણે કાશીમાં ષદર્શનના સિદ્ધાંતો સાથે ન્યાયગ્રંથોનો અભ્યાસ કર્યો. તેઓ ન્યાયગ્રંથોના પારગામી બન્યા. કાશી જઈ યશોવિજયજી મહારાજે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક આદિનો ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. અને ત્યાંના વિદ્વાનો પાસેથી ‘ન્યાયવિશારદ'નું બિરુદ મેળવ્યું. ત્યાંથી વિહાર કરી આગ્રામાં આવ્યા. ત્યાં ચાર વર્ષ રહીતર્કશાસોનું અધ્યયન કર્યું. તેઓ “તાર્કિકશિરોમણિ'નું પદ પામ્યા. ત્યાંથી વિહાર કરી તેઓ ગુજરાત પધાર્યા. અહીં તેમણે ષદર્શનની વિદ્યાનો ઉપયોગ પૂજ્ય સિદ્ધસેન દિવાકરજીના અને પૂજ્ય હરિભદ્રસૂરિના ગ્રંથોનું તલસ્પર્શી અવગાહન કરી, તે જ વાતોને વિશારદથી પ્રસ્તુત કરી જિનશાસનની સેવા કરી. સાહિત્ય સૃષ્ટિમાં વિહાર કરી તેમણે પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાં ગદ્ય અને પદ્ય રચનાઓ કરી. તેમના સમગ્ર સાહિત્યનું વિષયવૈવિધ્યપણું ઘણું છે.