________________
૩૫૯
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
ચોકમાં મનુષ્ય ભવમાં જિનવાણીનું શ્રવણ કરતાં જિનાગમરૂપી દોશીના હાટે આ સમકિતરૂપી ચૂંદડીનું મહત્ત્વ અને શ્રેષ્ઠતા સાંભળી આચૂંદડી પ્રત્યે ભવ્યજીવનું મન આકર્ષિત થયું. અહીં પ્રિયતમા એટલે ભવ્ય જીવ. હવે ભવ્ય જીવને સમકિતરૂપી ચૂંદડી લેવાની ઉત્કંઠા થઈ. તેને હવે સમકિતરૂપી ચૂંદડી વિના જરા પણ ગમતું નથી. ચૂંદડી ઘણી કિંમતી છે. તેને ખરીદવી પણ છે. તેથી વારંવાર તેનું મન ખેંચતાણ અનુભવે છે. આખરે હિંમત એકઠી કરી ભવ્યાત્માસરુરૂપી નણંદને કહે છે, મને સમકિરૂપી ચૂંદડીઅતિશય પ્રિય છે. તેથી વીરાજી (શુદ્ધપરિણતિ)ને વિનંતી કરી કે બહિરાત્મદશા છોડી અંતરાત્મા તરફ વળે, જેથી સમકિતરૂપી ચૂંદડી પ્રાપ્ત થાય. આ ચૂંદડીમાં વિવિધ ડીઝાઈનો એ સમકિતના સડસઠબોલ છે. આ ચૂંદડી ખરીદવા માટે પરિવારજનો (સાધર્મિકોને લાવજો. જેથી તેઓ પણ જિનવાણીનું શ્રવણ કરી સમકિતરૂપી ચૂંદડી ખરીદે. મિથ્યાત્વરૂપી શોક્ય અર્થાતર્ક વિતર્કસાથે જિનવાણીનું શ્રવણ કરવા ન આવશો. સંવર કરણી કરતાં પુણ્ય રાશિ એકઠો થતાં દેશે ન્યૂન અંતઃ કોડા કોડી સાગરોપમની સ્થિતિ થતાં કર્મનાક્ષયોપશમરૂપસસરાથી ચૂંદડીનું મૂલ્યાંકન થયું. તેજો-પાકેશુકલ આત્રણ શુભ લેશ્યામાંથી કોઈપણ એકલેશ્યાના અધ્યવસાયરૂપસુમતિ સાસુથી ગ્રંથિભેદ થતાં સમકિતરૂપી ચૂંદડી પ્રાપ્ત થઈ.
ભવ્યાત્મા સમકિતરૂપી ચૂંદડી ઓઢી જિન ચૈત્યમાં જિનદર્શન માટે જાય છે. આ સમકિરૂપી ચૂંદડી અત્યંત મુલાયમ અને આછી છે. તે નાજુક અને કિંમતી હોવાથી તેનું ખૂબ જતન કરવું જરૂરી છે. આ સમકિતરૂપી ચૂંદડી અત્યંત આનંદકારી અને શીતલ છે. તેના ગુણોને કવિજનો અને ભક્તજનો ગાય છે. આ સજઝાયમાં એવું જણાય છે કે, બરાનપુર શહેર બાંધણીઓ માટે પ્રસિદ્ધ છે તેમજ ઔરંગાબાદ શહેર તે સમયે રંગ કામ માટે વિખ્યાત હોવું જોઈએ. આ સજઝાયમાં સમકિતના સ્વરૂપ સાથે જ તે સમયની ચૂંદડીની બનાવટનું વર્ણન પણ જોવા મળે છે. સંત પરંપરામાં પ્યાલી, ચૂંદડી, કટારી આવા પ્રકારની રચનાઓ જોવા મળે છે, તેનું અનુસંધાન આરચનામાં છે. (૩) તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ કવિ જ્ઞાનવિમલસૂરિ (નવિમલસૂરિ) એ સમકિતના સંદર્ભમાં સજઝાયની રચના કરી છે. તેમણે અમૃતવિમલગણિ અને મેરુવિમલગણિ પાસે અભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય અને યોગશાસ્ત્રમાં પ્રવીણતાપ્રાપ્ત કરી. તેમની શીઘ કવિત્વશક્તિના પ્રભાવે તેઓ “જ્ઞાનવિમલસૂરિ' કહેવાયા.
કવિ જ્ઞાનવિમલ સૂરીએ સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, સજઝાય આદિ વિવિધ કાર્ય પ્રકારમાં સારું એવું ખેડાણ કર્યું છે. એમાંથી તેમની એકસજઝાય જેમાં તેમણે સમકિતના વિરોધી મિથ્યાત્વનું સ્વરૂપદર્શાવેલ છે.*
સમકિત એશિવસુખનું કારણ અને સર્વ ધર્મનો સાર છે. એવા ઉત્તમ સમકિતના રહસ્યને જાણી હે ભવ્ય પ્રાણીઓ! તમે સમકિત સાથે મિત્રતા કેળવો. એવું કહી હવે કવિ સમકિતથી વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપદર્શાવે છે. કવિએ અહીં સુંદર અને સચોટ શબ્દોમાં કહ્યું છે
જેહનાં ઘટમાં પોઢિયાપંચમિથ્યાત્વ,
તેકિમપરિજાઇ શુદ્ધસમકિતની વાત? ગુરુ ભંગવતોના મુખેથી જિનવાણી સાંભળી, સમકિતનું માહાત્મ જાણ્યા, છતાં જીવ જાગૃત થતો નથી તેનું કારણ દર્શાવતાં કવિએ કહ્યું છે, જે વ્યક્તિના હૃદયરૂપી ઢોલિયા પર પાંચ મિથ્યાત્વએ શયન કર્યું હોય તે તત્તાતત્ત્વની વાતો ક્યાંથી જાણી શકે? જિનવાણીનો ધોધ વરસે પણ જેણે પાત્ર જ ઊંધું મૂક્યું હોય તે પાત્રમાં