________________
૩પ૭
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
સુખડીનું સદા રક્ષણ કરે છે. પ્રભાવકો મિથ્યાત્વી (એકાંતવાદી)ઓને હંફાવે છે તેમજ ધર્મમાં અસ્થિર જીવોને સ્થિર કરે છે.
ભૂષણ પાંચ જલેબી કુમળી, ઈહવિજયણાખાજારે;
લક્ષણ પાંચમનોહરઘેબર, છઠાણગુંદવડાતાજારે ચાખો..૩ કુશળતા, સ્થિરતા, તીર્થસેવા, ભક્તિ અને પ્રભાવના આ પાંચ સમકિતનાં ભૂષણ છે. તેને કવિએ જલેબીની ઉપમા આપી છે. સામાન્ય રીતે બધી જ મીઠાઈઓમાં જલેબી સૌથી વધુ લોકપ્રિય છે. તે બધી જ મીઠાઈઓથી નિરાળી છે. તેનો રંગ કેસર વર્ણો પીળો છે. તેનો આકાર ગોળ ગોળ છે. તે સ્વાદમાં મીઠી છે. તેમ ઉપરોક્ત ભૂષણોને ધારણ કરનાર વ્યક્તિ સામાન્ય માનવી કરતાં અનોખો દેખાય છે. તેનું સંપૂર્ણ જીવન જિનશાસનના ઉત્થાન અને ધાર્મિક અનુષ્ઠાનયુક્ત સંવર કરણીમાં વ્યતીત થાય છે. તે પોતે ધર્મમાં સ્થિર થાય છે તેમજ અનેક જીવોને પણ ધર્મમાર્ગમાં સ્થિર કરે છે. સમકિતી આત્માનાબાહ્ય વ્યવહારરૂપ આ પાંચ ભૂષણથી જ સમકિતની સુંદરતા વધે છે.
સમકિતની છ યત્ના (જયણા) ને ખાજા સાથે સરખાવેલ છે. ખાજા ખારા અને સુંવાળા હોય છે, તેથી મોઢામાં મૂકતાં જ ખવાઈ જાય છે. મીઠાઈની સાથે ખારા ખાજા મૂકેલા હોય તો મહેમાનગતિના પ્રસંગે દીપી ઊઠે છે, તેમ સમકિતની છ પ્રકારની જતના અથવા કાળજીથી સમકિત ઝળકી ઊઠે છે. બાળ જીવોને સમકિતની અખંડિતતા જાળવવા છ પ્રકારની યના જરૂરી છે. વારંવાર મિથ્યાત્વીઓનો સંગ કે પરિચય કરવાથી આત્મામાં કોમળતા નષ્ટ થાય છે અને કઠોરતા ઉત્પન્ન થાય છે. કઠોરતા હોય ત્યાં સમકિતનરહી શકે.
સમકિતનાં પાંચ લક્ષણ એ ઘેબર સમાન છે. જેમઘેબર મનોહર અને પુષ્ટિવર્ધક છે, તેમ આ પાંચ લક્ષણો સમકિત પ્રાપ્તિ અને સુરક્ષાના ઉપાયરૂપ હોવાથી મનોહર અને અમૂલ્ય છે. તે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ જેવાઆત્મિક ગુણોની પુષ્ટિ કરનારા હોવાથી સાત્ત્વિક ગુણો છે.
સમકિતના છ સ્થાન તાજા ગુંદરપાક જેવા છે. ગુંદરપાકશક્તિવર્ધક અને રોગનિવારક છે, તેમ આત્મા છે' આદિ છ સ્થાનો સમકિતની પ્રાપ્તિ અને શ્રદ્ધામાં વૃદ્ધિ કરનારા,મિથ્યાત્વરૂપી રોગનું નિવારણ કરનાર છે. આ છ સ્થાનનું ચિંતન-મનન કરનાર પરિષહ કે ઉપસર્ગમાં ભેદજ્ઞાન કરી પોતાની શ્રદ્ધામાં અવિચલ રહે છે. શ્રદ્ધાને જીવંત રાખનાર સંજીવની બુટ્ટી સમાન છ સ્થાન છે. મેળામાં માતાથી વિખુટું પડેલું બાળક રોઈ રોઈને થાકી જઈ ગમે ત્યાં ફર્યા કરે અને અંતે માતાને પણ ભૂલી જાય છે, તેવી જ રીતે મિથ્યાત્વી જીવો સંસારમાં ભટકતાં વિષય કષાયમાં આસક્ત બનતા, પોતાના સ્વરૂપને ભૂલી જવાથી ખૂબ દુઃખ અનુભવે છે. આ સ્થાન મિથ્યાત્વ છોડાવી પરમશાંતિ અપાવે છે. આ સ્થાન આત્માને તંદુરસ્ત બનાવે છે, આત્મિક ગુણોની વૃદ્ધિમાં શક્તિવર્ધક છે.
છઆગાર નાગોરીપેંડા, છ ભાવના પણ પૂરી રે;
સડસઠભેદનવનવવાની, સમકિત સુખડી રૂડીરે ચાખો...૪ છ આગાર એનાગોરીપેડાછે. નાગોરીપેડા મુલાયમ હોય છે, તેમ ઢીલાપોચા બાળજીવો વ્યવહાર ધર્મ નિભાવવા પ્રસંગોપાત સમકિતનો ભંગ ન થાય તે હેતુથી આગાર ધર્મરાખે છે. દઢધર્મીને આગારની આવશ્યકતા નથી પરંતુ બાળ જીવો વિકટ પ્રસંગોમાં ભાવધર્મની સુરક્ષા માટે સમકિતના આગારરૂપી પેંડાથી સમકિતરૂપી