________________
૩૫૫
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
કવિસમકિતની અમૂલ્યતા દર્શાવતાં કહે છે,
દર્શનપદમનમેં વસ્યો, તબસબરંગરોલા, જગમેકરણી લાખ છે, એકદશઅમોલા, દર્શનવિનકરણી કરી, એક કોડીનમોલા,
દેવગુરુ ધર્મસારહૈ, ઇનકાક્યામોલા. સમકિત એ મજીઠિયા રંગ જેવો છે. એકવાર સમકિતનો રંગ ચડ્યા પછી અન્ય કોઈ પદાર્થમાં રુચિ લાગતી નથી. જગતમાં અનેક કાર્યો કરવા લાયક છે પરંતુ સમકિત સર્વથી શ્રેષ્ઠ છે, અમૂલ્ય છે.
કવિએ અહીં સમકિતરૂપી સુધાની મધુરતા અને સૌંદર્યતા દર્શાવી છે. જેને ગુણોનું નિધાન પ્રાપ્ત થાય તે ભિખારીની જેમ શકોહાથમાં લઈ ભીખ માંગે તેને કેવો કહેવો? માન સરોવરના સાચા મોતીનો ચારો ચરનારા હંસ ખાબોચિયાનું ગંદુ પાણી શા માટે પીએ? સમકિત એ માનવજીવનનું મહાકર્તવ્ય છે. ભૂતકાળમાં જે મહાત્મા સિદ્ધ થયા અને ભવિષ્યમાં જે સિદ્ધ થશે તે સર્વસમકિતનું માહાત્મ છે.
બહોંતેર (૭૨) પ્રકારી પૂજામાં સમકિતનું સ્થાન તપગચ્છના નિત્યાનંદવિજયજી ગણિવરે સં. ૧૯૯૩માં સરળ ભાષામાં, સુગેય પદ્ધતિ તથા પ્રચલિત પૂજાના રાગોમાં બહોતેર પ્રકારી પૂજાની સુંદરતમ રચના કરી છે.“તેમણે નપદની પૂજારી છે. તેમણે દર્શનપદ માટે આઠ પ્રકારની પૂજા રચી છે. જેમાં સમકિત અને મિથ્યાત્વનું સ્વરૂપ દર્શાવેલ છે. યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણ, ગ્રંથિભેદ તથા વ્યવહારસમકિતના સડસઠબોલનું તેમાં નિર્દેશન કર્યું છે. આ પૂજામાં કવિએ જાણવા યોગ્ય ઘણી બાબતોને ગૂંથી લેવાનો પ્રયત્ન કર્યો છે.
વિવિધ સજઝાયોમાં સમકિતનું સ્વરૂપ (૧) કવિયશોવિજયજી એ સમકિતના સંદર્ભમાં લઘુ અને દીર્ઘરચનાઓ રચી છે. અહીં તેમની એક લઘુરચના પ્રસ્તુત છે.
જૈન સાહિત્યમાં સજઝાયનું સ્વરૂપ અત્યંત સમૃદ્ધ છે, જેમાં ત્યાગ અને વૈરાગ્યની ઝલક જોવા મળે છે. આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં ઉપકારક વિચારોને વ્યક્ત કરતી રચના, તે સજઝાય છે. સજઝાય એ આત્માનુભૂતિનું સાધન છે. સજઝાય એ આત્માનો સ્વાધ્યાય છે. જિનાજ્ઞાનું પાલન, મિથ્યાત્વનો નાશ, સમકિતનો સ્વીકાર અને સમકિતનું માહાભ્યદર્શાવતી કેટલીકસજઝાયોનું ચિત્રણનીચે પ્રમાણે કરેલ છે.
ઉપાધ્યાય યશોવિજયજીએ સમકિત સુખડી સજઝાયમાં સમકિતને સુખડીની ઉપમા આપી છે. સમકિત રૂપી સુખડીનું ભોજન કરનાર ભવરૂપી ભૂખ ભાંગે છે. જગતના સર્વ જીવો આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાનાશિકાર છે. જીવ એક ભવમાંથી બીજા ભવમાં દિશાઓથી વિદિશાઓમાં ૨-૩-૪સમયમાં ઉત્પન્ન થાય છે. જેને વાટે વહેતો જીવ કહેવાય. આ સમય દરમ્યાન જીવ અણાહારક હોય છે. ત્યારપછી ઉત્પત્તિના પ્રથમ સમયે ઓજ આહાર કરે છે. આ ઓજ આહારની શક્તિથી જીવ શરીર, ઈજિયાદિ પર્યાયિઓ બનાવે છે. વળી રોમ આહાર જીવ ચોવીસે કલાક કરે છે અને કવલ આહાર મનુષ્ય તેમજ તિર્યંચ ગતિના જીવોમાં હોય છે. અહીં સ્પષ્ટ