________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
નવપદની પૂજા રચી. જે જૈનસંઘમાં લોકપ્રિય બની.
સાધુ કવિપદ્મવિજયજી દર્શનપદની પૂજાનાપ્રથમ દુહામાં કહે છેસમકિત વિણ નવ પૂર્વી, અજ્ઞાની કહેવાય,
184
સમકિતવિણ સંસારમાં, અરહો પરહો અથડાય.
સમકિતના અભાવમાં નવપૂર્વ સુધીના જ્ઞાનવાળો પણ અજ્ઞાની કહેવાય. અરે! સમકિત વિના જીવાત્મા સંસારમાં ચતુર્ગતિમાં આમ-તેમ અથડાય છે. જેવી રીતે હવા ભરેલો ફુગ્ગો અથવા બોલ, બેટના ફટકાથી ઉછળીને અહીંથી ત્યાં ફેંકાય છે, તેમ સમકિત વિના જીવાત્મા ચારે ગતિમાં કર્મ અનુસાર પરિભ્રમણ કરે છે. બોલમાં અથવા ફુગ્ગામાં કાણું પડતાં હવા નીકળી જાય છે. પછી તેને ગમે તેટલા ફટકા મારવા છતાં, તે ઉછળતો નથી. તે સ્થિર બને છે, તેમ સમકિત પ્રાપ્ત થતાં જીવાત્મા નવીન કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વ સંચિત કર્મોનો તપશ્ચર્યા ઇત્યાદિ દ્વારા ક્ષય કરે છે.
૩૫૩
કવિ પદ્મવિજયજી પ્રથમ ઢાળમાં કહે છે, હે પ્રભુ! મને નિર્મળ એવું દર્શન આપો. સમકિતની ટૂંકી વ્યાખ્યા કરતાં કવિ કહે છે, આત્મજ્ઞાનનો અનુભવ તેનું જ નામ દર્શન (સમકિત). તે સમકિતરૂપ ઉત્તમ અમૃતનું પાન કરીએ.
સમકિતના સડસઠ ભેદથી અલંકૃત આ સમકિત કેવું છે? તે જણાવતાં કવિ કહે છે
18.
કેવળી નિરખીત સૂક્ષ્મ અરૂપી, તે જેહને ચિત્ત વસીઓ રે;
જિન ઉત્તમપદ પદ્મની સેવા, કરવામાં ઘણું રસીઓ રે..૪
સમકિત એ આત્માનો ગુણ છે. તે અરૂપી છે. તેને સર્વજ્ઞ અને સર્વદર્શી એવા કેવળી ભગવંતો નિહાળી શકે છે. આ અપૂર્વ સમકિત જેના ચિત્તમાં વસે છે, તે આત્મા જિનેશ્વરના ચરણકમળની સેવામાં અત્યંત રસિક હોય છે. કવિએ અહીં સમકિતી આત્માની પ્રશંસા કરી છે. કવિએ અહીં ત્રણ પેઢી (ગુરુપરંપરા)નાં નામ દર્શાવ્યા છે. (૩) તપગચ્છના જૈન સાધુ કવિ માણેકવિજયજી કૃત દર્શન પદની પૂજામાં સમકિતની શ્રેષ્ઠતા દર્શાવતાં કવિએ કહ્યું છે
જિમ ગીરીમાં સુરગિરી વડો, શાનમાં કેવળજ્ઞાન, તરુગણમાં સુરતરુવડો, દાનમાં અભયદાન, વિમલાચલ સવિતીર્થમાં, તીર્થપ દે મજાર,
100
સઘલા ગુણમાંહે વડો, તિમ સમકિત ગુણ સાર.
ઉપરોક્ત કડીમા સમતિ ગુણની મહાનતા, શ્રેષ્ઠતા અને સારતા દર્શાવે છે. ત્યારપછી કવિ સમકિતથી ભવની ગણતરી અને તેના સંદર્ભમાં નયસારનુ દૃષ્ટાંત ટાંકે છે. સમકિત સહિત જ્ઞાન અને ક્રિયા તેજસ્વી બને છે, તેવું કહે છે. સમકિત અનંત ગુણોના નિધાનરૂપ છે કારણકે સમકિતના સડસઠ ભેદ સમકિતની સુરક્ષા કરે છે અને સમકિતને ખેંચી લાવે છે. આ પ્રમાણે સડસઠ ભેદ કાર્ય પણ છે અને કારણ પણ છે. આવું અમૂલ્ય સમકિત અરિહંત ભગવંતના ગુણગાન, સદ્ગુરુની વૈયાવચ્ચ, ચતુર્વિધિ સંઘની ભક્તિથી પ્રાપ્ત થાય છે.
અંતે કવિ કહે છે કે શુદ્ધ મન, વચન અને કાયાના યોગ વડે કેવળજ્ઞાનીઓના વચન ઉપર શ્રદ્ધા કરવાથી,