________________
૩૫૦
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે આધ્યાત્મિક ક્ષેત્રની જેમ સામાજિક, રાજનૈતિક, પારિવારિક અને વ્યવહારિક ક્ષેત્રે સમ્યગદર્શનની ખૂબ આવશ્યકતા છે.
સ્થિરાદેષ્ટિ સાથે સમકિતની તુલના જૈન સાધના પદ્ધતિનું નામ મોક્ષમાર્ગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ ચિત્તની શુદ્ધિ કરી મનુષ્યને પરમાત્મા સુધી પહોંચાડવાનો છે. ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ પતંજલિની યોગદર્શનની પદ્ધતિ સાથે જૈન સાધના પદ્ધતિ જોડી. તેમણે યોગ માર્ગનું વિપુલ સાહિત્ય સર્જન કર્યું. તેમણે યોગદષ્ટિ સમુચ્ચય'નામનો સાર ગર્ભિત ગ્રંથ નિર્માણ કર્યો. જેમાં આઠ દૃષ્ટિઓનું વિશદ વિવરણ કર્યું છે. આ વિષય ૪૫ આગમોમાં જોવા મળતો નથી. સંભવ છે કે આ દૃષ્ટિઓનો વિષયવિચ્છેદ થતાં ૧૪ પૂર્વોમાંથી ઉપકાર બુદ્ધિએ તેમણે ઉદ્ધત કર્યો હોય.
જે પ્રવૃત્તિ મોક્ષમાર્ગ સાથે જોડી આપે તે યોગ કહેવાય. મોક્ષ પ્રાપ્તિના હેતુપૂર્વક કરાતી સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ સર્વ ધર્મક્રિયાઓનો સમાવેશ યોગમાં થાય છે. દષ્ટિ એટલે પ્રકાશ. અવેધસંવેદ્યપદનો પરિહાર અનેવેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ એટલેમિથ્યાત્વનો ત્યાગ અને સમકિતની પ્રાપ્તિ.
જૈનયોગની આધારશીલા આત્મવાદ છે. આત્મવિકાસની પૂર્ણતા મોક્ષ છે. આત્મવિકાસની આવિકસિત કે અવિકસિત અવસ્થાને જૈનદર્શનમાં ગુણસ્થાન ક્રમારોહ કહેવાય છે. આત્મવિકાસની તરામ અવસ્થાવાળી ચૌદ ભૂમિકાઓ છે. તેમાં ચતુર્થ ગુણસ્થાને સમકિતની પ્રાપ્તિ થાય છે. આત્મવિકાસની આ ભૂમિકાને યોગદષ્ટિ કહેવાય છે.
યોગદષ્ટિ આઠ છે. મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિર, કાંતા, પ્રભાઅને પરા.'આ આઠયોગદૃષ્ટિમાંથી પ્રથમની ચાર યોગદૃષ્ટિ સમકિત પૂર્વેની અવસ્થા છે. બાકીની ચાર સમક્તિની પ્રાપ્તિથી માંડીને મુક્તિ પર્વતની યાત્રાને આવરી લે છે.આ યોગ દૃષ્ટિ પૂર્વેની અવસ્થા ઓઘદૃષ્ટિ છે. તેનો યોગદષ્ટિમાં સ્વીકાર કર્યો નથી. ગાઢ મિથ્યાત્વી જીર્વો યોગદષ્ટિમાં પ્રવેશી ન શકે. ચરમાવર્તિકાળમાં પ્રવેશેલો જીવ યોગદષ્ટિમાં પ્રવેશવાની યોગ્યતા ધરાવે છે. અહીંથી આત્માનો ક્રમિક વિકાસ થાય છે. દ્વત્રિશદ- કાવિંશિકાગાથા-૨૦ માં કહ્યું છે –
मिथ्यात्वे मन्दतां प्राप्ते मित्राद्या अपि दृष्टयः ।
मार्गाऽअभिमुखभावेन कुर्वत मोक्षयोजनम् ।। અર્થ : મિથ્યાત્વ મંદ થતાં મિત્રા વગેરે દષ્ટિઓ પણ મોક્ષમાર્ગની અભિમુખતા લાવવા દ્વારા મોક્ષ સાથે સંયોગ કરે છે.
સૂર્યોદય પૂર્વે જેમ અરૂણોદય પોતાનો પ્રભાવ દેખાડે છે, તેમ મોક્ષ સન્મુખ આવવાની યોગ્યતા પ્રાપ્ત થતાં સમકિતની પૂર્વે જીવ ભદ્રિક પરિણામી બને છે. તેના જીવનમાં માનવતાના પુષ્પો ખીલે છે. જીવનમાંથી આસુરી તત્ત્વો વિદાય લે છે. સત્સંગ, સદાચાર, શ્રવણ, વાંચન કરતાં કરતાં મુમુક્ષના અંતરમાં તત્ત્વ જિજ્ઞાસા પ્રગટે છે. સત્યને પામવા ખોજ આદરે છે. ઈજિયના વિષયો તેને કિપાક વૃક્ષના ફળ જેવાં દુઃખદાયક લાગે છે.