________________
૩૪૮
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે અહીં શ્રીકૃષ્ણભક્તિ પરમ શ્રેષ્ઠ દર્શાવેલ છે. તેનાથી જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન થાય છે. જૈનદર્શન અનુસાર તીર્થકરની સ્તુતિ સમ્યગ્દર્શનનું કારણ બને છે. • ભગવતુ ચિંતન કર્મોની ગાંઠ બાળે છે. ગ્રંથિ તૂટતાં સંશય ટળી જાય છે, કર્મ ક્ષીણ થાય છે. જૈનદર્શનમાં સમ્યકત્વ પ્રાપ્તિ પૂર્વે ત્રણ કરણો દ્વારા દુર્ભેદ્ય ગ્રંથિનું ભેદન થાય છે તેમ અહીં પણ કર્મગ્રંથિનું ભેદન દર્શાવેલ છે. • સમ્યકત્વની પ્રાપ્તિથી સંશય મુક્તિ થાય છે, એવું બંને દર્શન સ્વીકારે છે. • પરમતત્ત્વની અનુભૂતિ માટે ભગવત્ ભક્તિ આધારભૂત છે, તેમ જૈનદર્શનમાં મોક્ષ પ્રાપ્તિ માટે સમ્યકત્વ આધારભૂત છે. • શ્રીકૃષ્ણની ભક્તિથી જીવનાં શોક, મોહ અને ભય નષ્ટ થાય છે." પ્રભુ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભક્તિ વિના યોગ, જ્ઞાન, ધર્મ, વેદનો અભ્યાસ, તપ, દાન સર્વ અસાર છે."
જૈનદર્શનમાં પણ એવું જ કહ્યું છે. સમ્યગદર્શન અર્થાત્ દેવ, ગુરુ, અને ધર્મ પ્રત્યેની અનન્ય ભક્તિ વિનાતપ, દાન, જ્ઞાન, આદિ સર્વ અસાર છે. અહીંગીતાકાર અને જૈનદર્શનમાં સામ્યતા છે. • ભાગવતકારે ભક્તિ સાથે જ્ઞાનનું પણ નિરૂપણ કર્યું છે. જ્ઞાનના આવિર્ભાવ માટે અંત:કરણની શુદ્ધિ આવશ્યક છે. ભક્તિ અંતઃકરણની શુદ્ધિનું સાધન છે. ભગવતુભક્તિ સમસ્ત કામનાઓને નાશ કરે છે.
વાસ્તવમાં જ્ઞાન અને ભક્તિમાં કોઈ તાત્વિક ભેદ નથી. ભક્તિનું ચરમરૂપ જ્ઞાન છે. જ્ઞાનની પરાકાષ્ટા ભક્તિ છે. જ્ઞાન અને ભક્તિ બને અંતરંગ ભાવ છે. જે પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે. ભક્તિથી જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન થાય છે. જેનદર્શનમાં સમ્યગદર્શન એટલે દેવ-ગુરુની ભક્તિ છે. તેનાથી સંસાર પ્રત્યેની આસક્તિ તૂટે છે અને મોક્ષ પ્રત્યેની આકાંક્ષા તીવ્ર બને છે, જે વૈરાગ્ય અવસ્થા છે. આ રીતે વેદાન્તદર્શન જૈનદર્શનની માન્યતા સાથે સામ્યતા ધરાવે છે.
પરમ તત્ત્વની પ્રાપ્તિ માટે શ્રદ્ધા આવશ્યક છે; એવું ભારતીય સર્વદર્શનો માને છે.
પાશ્ચાત્ય સંસ્કૃતિમાં સમ્યગ્દર્શન જેવી ભૂમિકા અન્ય પ્રચલિત ધર્મ-દર્શનોમાં સમ્યકત્વના સ્વરૂપ પર સંક્ષેપમાં પરિચય પ્રસ્તુત છે. ૧) ઈસાઈ ધર્મ :
ઈસાઈ ધર્મ યહૂદી ધર્મમાંથી ઉદ્ભવ્યો છે. તેના પ્રણેતા ઈસા મસીહ છે. બાઈબલ એ ઈસાઈ ધર્મનો મૂળ ગ્રંથ છે. • ઈસાઈ ધર્મમાં આસ્થાનું વિશેષ મહત્ત્વ છે. આ આસ્થામાં મુક્તિ સંબંધી નિશ્ચય અને મુક્તિદાતા ઈશ્વર પ્રતિનિષ્ઠા(TRUTH) નિહિત છે.
અહીં ઈસા મસીહ પ્રત્યે આત્મ સમર્પણ એ વિશ્વાસ છે. વિશ્વાસ મુક્તિ પ્રાપ્તિની પ્રથમ શરત છે. • ઈસાઈ ધર્મમાં આસ્થાની સાથે સાથે કર્તવ્યને પણ મહત્વ અપાયું છે.વ્યક્તિ ધાર્મિક વિશ્વાસમાં કેટલી નિષ્ઠાવાન છે, તે તેના કર્તવ્ય પરથી જણાય છે.”
વ્યક્તિનું કર્તવ્ય તેના વિશ્વાસની પારાશીશી છે. મુક્તિ પ્રાપ્તિમાં શ્રદ્ધા અને કાર્ય આવશ્યક છે. • સાધુ અને ગૃહસ્થ માટે મુક્તિનો માર્ગ ખુલ્લો છે. જે શ્રદ્ધાપૂર્વક પ્રભુ આજ્ઞાનું પાલન કરે છે, તેના