________________
૩૪૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ અને ગીતાની માન્યતા સમાન છે.
ગીતાકાર કહે છે- શ્રદ્ધા વિના તપ, દાન, કર્મ અસાર છે."અજ્ઞાનજન્ય મોહ સંસારના અનર્થનું કારણ છે. સ્મૃતિ પ્રાપ્ત થતાં સર્વગ્રંથિ-સંશય દૂર થાય છે."*
ગીતામાં પણ શ્રદ્ધાના અવરોધક તત્વ તરીકે મોહ અને તજજન્ય ગ્રંથિ સ્વીકારેલ છે. જૈન પરંપરામાં સમ્યગુદર્શન દષ્ટિપરક અર્થમાં સ્વીકારેલ છે, જેમાં તત્ત્વશ્રદ્ધાનું નવનીત સમાયેલું છે. ગીતામાં ઈશ્વર પ્રત્યેની અનન્ય નિષ્ઠાના અર્થમાં શ્રદ્ધા સ્વીકારી છે. • ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગમાં શ્રદ્ધાને રવીકારી છે.
ગીતામાં ભક્તિ અથવા શ્રદ્ધાચાર પ્રકારની દર્શાવેલ છે." ૧) પરમાત્માના સાક્ષાત્કાર થયા પછીની ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા, જે શ્રદ્ધાનું પ્રથમ સોપાન છે. ૨) જિજ્ઞાસાદષ્ટિએ પરમાત્માની શ્રદ્ધા રાખવી, જેમાં પૂર્ણ સંશયરહિત અવસ્થા નથી. ૩) દૈન્યભાવની ભક્તિ, જેમાં આર્ત વ્યક્તિની ઉદ્ધારક પ્રત્યેની ભક્તિ છે. ૪) આકાંક્ષાની પૂર્તિ માટે વાર્થવશ કરાયેલી ભક્તિ. આ સૌથી નિમ્ન સ્તરની શ્રદ્ધા છે. • ડૉ. રાધાકૃષ્ણ ગીતા વિષયક શ્રદ્ધાનું વિવેચન કરતાં કહે છે કે શ્રદ્ધા એટલે વિશ્વાસ. જ્ઞાનના સંપાદન માટે શ્રદ્ધા આવશ્યક છે. શ્રદ્ધા એ અંધવિશ્વાસ નથી પરંતુ આત્મજ્ઞાન સંપાદન કરવા માટેની મહત્ત્વકાંક્ષા છે. જેની શ્રદ્ધા સ્થિર છે, તે સંદેહરહિત પરમજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે."
જૈનદર્શન અનુસાર સમ્યગદર્શન પછી સમ્યગુજ્ઞાન છે. દષ્ટિપરક અર્થમાં રવીકારીએ તો સમ્યક્દર્શન એ જીવન જીવવાની કળા છે, જેનાથી આપણું ચારિત્ર અને વ્યક્તિત્વ નિર્માણ થાય છે. • ગીતાકાર કહે છે- વ્યક્તિની જેવી દષ્ટિ હોય તેવું તેનું જીવન બને છે, જેવું તેનું જીવન હોય તેવું તેનું ચારિત્ર પણ હોય, જેવું તેનું ચારિત્ર હોય તેવું તેનું વ્યક્તિત્વ નિર્માણ થઈ શકે છે.
યથાર્થ દષ્ટિકોણ એ જીવન નિર્માણની પ્રાથમિક અવસ્થા છે. તનાવ રહિત, શાંત અને સમત્વપૂર્ણ જીવન જીવવા માટે શ્રદ્ધા (સમ્યગદર્શન) આવશ્યક છે. શ્રદ્ધાથી જ્ઞાનને સત્ય દિશા મળે છે, જેથી જ્ઞાન પણ યથાર્થ બને છે. ૭) શ્રીમદ્ ભાગવતઃ
તેને મહાપુરાણ કહેવાય છે. મહામુનિ વ્યાસ તેના રચયિતા છે. શ્રીમદ્ ભાગવત ભક્તિ માર્ગીય તત્વજ્ઞાનનો અપૂર્વગ્રંથ છે. તે “પારમહંસી સંહિતા" નામથી અભિહિત છે.
ભાગવતનું પ્રયોજન ભક્તિનો ઉત્કર્ષ દર્શાવી મનુષ્યને તે તરફ પ્રયાણ કરવાનો છે. આ ગ્રંથમાં ભક્તિની ઉત્કૃષ્ટતા સ્વીકારેલ છે. • ભક્તિની શ્રેષ્ઠતા દર્શાવતા કહ્યું છે, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ એ સર્વ શ્રેષ્ઠ ધર્મ છે. “નિષ્કામ ભાવે, નિરંતર કરેલી ભક્તિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તેથી કૃતકૃત્ય થવાય છે. શ્રીકૃષ્ણ પ્રત્યેના અનન્ય પ્રેમ અને ચિત્તની એકાગ્રતાથી નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે.""ભાગવત શ્રવણથી પ્રાપ્ત જ્ઞાન - વૈરાગ્યયુક્ત ભક્તિથી પરમતત્ત્વરૂપ પરમાત્માનો અનુભવ થાય છે. એકાગ્ર ચિત્તે નિત્ય પ્રભુનું શ્રવણ, કીર્તન અને આરાધન કરવું જોઈએ.