________________
૩૪૫
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
જૈનદર્શન અનુસાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં પ્રજ્ઞા (જ્ઞાન) સમ્યક્ બને છે. સમ્યજ્ઞાન પ્રાપ્તિની પ્રાથમિક ભૂમિકા વિવેકખ્યાતિ છે. જ્યાં સુધી વિવેકખ્યાતિ દઢ કે પ્રબળ ન બને, ત્યાં સુધી વ્યુત્થાન સંસ્કારો વિક્ષેપ નાખે છે.” નિરંતર અભ્યાસથી વિવેકખ્યાતિ પ્રબળ બનતાં મિથ્યાત્વનો નાશ થાય છે, તેમજ સર્વ ક્લેશો દૂર થાય છે.
જૈનદર્શન અનુસાર ઉપરોક્ત અવસ્થા એ ઉપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વની અવસ્થા છે. • યોગદર્શનમાં ચિત્તને વિક્ષિપ્ત કરનારી નવ વસ્તુઓ છે; જેને યોગમળ કહેવાય છે. (૧) વ્યાધિ, (૨) સ્થાન, (૩) સંશય, (૪) પ્રમાદ, (૫) આળસ, (૬) અવિરતિ, (૭) સ્રાંતદર્શન, (૮) અલબ્ધભૂમિકતા, (૯) અનવસ્થિતતા.
૧૨૨
જૈનદર્શન અનુસાર ભ્રાંતદર્શન એટલે મિથ્યાત્વ. અવિરતિ એટલે પ્રમાદ-આળસ, કષાય એટલે અલબ્ધભૂમિકતા અને યોગની અનવસ્થિતતા. સંશય એ સમ્યક્ત્વનો શંકા નામનો અતિચાર છે.
યોગદર્શન સમકિતને વિવેકખ્યાતિ કહે છે. વિવેકખ્યાતિના અભ્યાસથી યોગી જીવનમુક્ત અવસ્થા મેળવી શકે છે. જૈનદર્શનમાં સમ્યક્ત્વને અધ્યાત્મનું પરોઢ કહેલ છે. તે જૈનત્વનું પ્રવેશદ્વાર છે. ૪) ન્યાય-વૈશેષિકદર્શન :
ન્યાયદર્શનના રચયિતા મહર્ષિ ગૌતમ છે. વૈશેષિકદર્શનના પ્રણેતા મહર્ષિ કણાદ છે. બંને દર્શનો એકબીજાના પૂરક છે. વૈશેષિકદર્શન પદાર્થ શાસ્ત્ર છે, તો ન્યાયદર્શન પ્રમાણ શાસ્ત્ર છે.
• જૈન અને બૌદ્ધદર્શન જેને સમ્યગ્દર્શન કહે છે, તેને સાંખ્ય અને યોગદર્શન વિવેકખ્યાતિની સંજ્ઞા આપે છે. તેવી જ રીતે ન્યાય અને વૈશેષિકદર્શન તેને તત્ત્વજ્ઞાનથી અભિહિત કરે છે.
૧૨૩
• ષોડશ સત્ પદાર્થોના તત્ત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જૈનદર્શનમાં નવ પદાર્થોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શન મોક્ષ પ્રાપ્તિનું પ્રવેશ દ્વાર છે. ન્યાયદર્શનમાં એવી જ રીતે તત્ત્વજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ સ્વીકારેલ છે.
R28
૧ ન્યાયસૂત્રકાર અનુસાર - દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દોષ અને મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થવાથી રાગદ્વેષાદિ દોષોની નિવૃત્તિ થાય છે; જેને તત્ત્વજ્ઞાન કહેવાય છે. તત્ત્વજ્ઞાનથી અપવર્ગ (મોક્ષ) મળે છે. તત્ત્વજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. અર્થાત્ તત્ત્વજ્ઞાનથી આત્મા અને અનાત્મ પદાર્થોના સ્વરૂપને જાણી શકાય છે.
૧૨૫
અનાત્મ દેહાદિમાં આત્મબુદ્ધિ કરવી એ મિથ્યાત્વ છે. દેહ આદિમાં અનાત્મ બુદ્ધિ થવી એ તત્ત્વજ્ઞાન છે.` સાંખ્ય અને યોગદર્શન તેને વિવેક ખ્યાતિ કહે છે.
મિથ્યાત્વ દૂર થતાં મોહ, રાગ આદિ દોષો દૂર થાય છે.” દોષ રહિત પ્રવૃત્તિ પુનર્જન્મનું કારણ ન બને. સર્વ દોષોથી મુક્ત હોય તેને જીવનમુક્ત કહેવાય.
-
૧૨૯
T
તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે યમ, નિયમ આદિ અનુષ્ઠાન આવશ્યક છે. યોગ સાધનાથી આત્મા સંસ્કૃત બને છે. તેમાં તત્ત્વજ્ઞાનની યોગ્યતા પ્રગટે છે.॰ વૈશેષિકસૂત્રકાર કણાદ પણ એવું જ સ્વીકારે છે." • ન્યાયસૂત્રકાર અનુસાર શાસ્ત્રના શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી તત્ત્વજ્ઞાન પ્રગટે છે.“ જ્ઞાનગ્રહણ, જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનીઓ સાથે સંવાદ કરતાં સંશય દૂર થાય છે, પ્રજ્ઞાનો ઉદય થાય છે; તેવું જૈનદર્શન પણ માને છે.