________________
૩૪૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે • વિવેકખ્યાતિ પુરુષ (આત્મા)ને મોક્ષ તરફ લઈ જાય છે. અવિવેક સંસાર પરિભ્રમણનું કારણ છે.*
અવિવેક તે જૈનદર્શન અનુસાર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સંસાર પરિભ્રમણનું કારણ છે. પુરુષને બંધન અવિવેકથી થાય છે. વિવેકથી સંપૂણ દુઃખોથી નિવૃત્તિ થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. પુરુષ અવિવેકથી પ્રકૃત્તિ સાથે સંપર્ક કરે છે.
જૈનદર્શન અનુસાર વિવેકથી ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન એ નિશ્ચય સમ્યકત્વ છે. અર્થાત્ વિવેક એ સમ્યગદર્શન છે. • તત્વાર્થસૂત્ર અનુસાર સમ્યગદર્શન, જ્ઞાન અને ચરિત્ર મોક્ષમાર્ગ છે. સાંખ્યદર્શન અનુસાર વિવેક, જ્ઞાન અને વિરતિ મોક્ષમાર્ગ છે. • સંપૂર્ણ કર્મનો ક્ષય એટલે મોક્ષ; એવું જૈનદર્શન માને છે. સાંખ્યદર્શન અનુસાર ત્રિવિધ દુઃખોથી સંપૂર્ણ નિવૃત્તિ એટલે મુક્તિ. • સાંખ્યસૂત્રમાં તત્ત્વોપદેશથી રાજપુત્રને વિવેક ઉત્પન થયો. તેવી જ રીતે પિશાચને ગુરુના ઉપદેશથી વિવેક ઉત્પન થયો.
અહીં વિવેકની ઉત્પત્તિમાં પરોપદેશનું કથન છે. જે જૈનદર્શનના અધિગમ સમ્યકત્વ સાથે તુલનીય છે. આ પ્રમાણે સાંખ્યદર્શન અને જૈનદર્શનની માન્યતામાં કેટલીક સમાનતા છે. ૩) યોગદર્શન:
સાંખ્યદર્શન અને યોગદર્શન પરસ્પર ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. યોગદર્શનમાં છવીસ તત્ત્વો દર્શાવેલ છે. સાંખ્યદર્શનમાં પચ્ચીસ તત્ત્વો અને ઈશ્વર તત્ત્વ મળી છવીસ તત્ત્વો છે. • સાંખ્યદર્શનની જેમ યોગદર્શનમાં પણ વિવેકજ્ઞાનથી મુક્તિ સ્વીકૃત છે. વિવેકજ્ઞાન યોગાભ્યાસથી થાય છે. યોગ સાધના વિનાતત્ત્વોનું જ્ઞાન, વિવેકજ્ઞાન અને દુઃખથી મુક્તિ અસંભવ છે." • બૌદ્ધદર્શનમાં સમ્યગુદૃષ્ટિ માટે કુશલ શબ્દ વપરાયો છે. યોગભાણમાં ક્લેશરહિત વિવેકીને કુશલ અને ક્લેશરહિત અવિવેકીને અકુશલ કહેલ છે. ચિત્તની સંપ્રસાદ અવસ્થાને શ્રદ્ધા છે. પ્રકૃતિ અને પુરુષનો સંયોગને દુઃખનું કારણ છે." આ સંયોગનું કારણ અવિદ્યા છે.""અવિદ્યાની નિવૃત્તિથી વિવેકજ્ઞાન પ્રાપ્ત થાય છે.યોગાભ્યાસથી ચિત્તની શુદ્ધિ થતાં વિવેકજ્ઞાન ઉત્પન થાય છે. - સાંખ્યદર્શન અનુસાર વિવેકખ્યાતિ બીજાના ઉપદેશથી ઉત્પન થાય છે. યોગદર્શનમાં યોગાભ્યાસથી વિવેક ઉત્પન થાય છે. • યોગના આઠ અંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.“આ ઉપરાંત અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા પણ યોગના અંગો છે. શ્રદ્ધાની સિદ્ધિ થવાથી વીર્યનો ઉદય, વીર્યની સિદ્ધિથી સ્મૃતિ, સ્મૃતિની સિદ્ધિથી સમાધિ, સમાધિની સિદ્ધિથી પ્રજ્ઞા વિવેક જાગૃત થાય છે.
શ્રદ્ધા (વિવેકખ્યાતિ) સર્વ યોગોની જનની છે. જૈનદર્શનમાં આ પાંચને સમ્યગદર્શન, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગકહે છે. જે આપણે સંખ્યદર્શનમાં જોઈ ગયા. • યોગદર્શનમાં પ્રજ્ઞાની વિશુદ્ધ અવસ્થાને ઋતંભરા (સત્યને ધારણ કરવાવાળી પ્રજ્ઞા) પ્રજ્ઞા કહેવાય છે; જે વિવેકખ્યાતિ સાથે તુલનીય છે. વિવેકખ્યાતિના ઉદ્ભવથી સાધકની પ્રજ્ઞા ઋતંભરા બને છે.