________________
૩૪૦
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે કુગર સેવક, કુધર્મ સેવક)ની પૂજા કરવી તેમજ આઠ પ્રકારના શંકા આદિ દોષો મળી પચ્ચીસ દોષ થાય. આ પચ્ચીસદોષો પાતળા પડે ત્યારે સમકિતપ્રગટે છે. (૯) રત્નકરંડકશ્રાવકાચારઃ
તેનું બીજું નામ રત્નકરંડકઉપાસકાધ્યયન છે. તેના રચયિતા આચાર્યસમન્તભદ્ર છે. તેના સાત પરિચ્છેદ છે. તેમાં પ્રથમ પરિચ્છેદ સમકિત પર છે.
પરમાર્થ આત, આગમ અને પરમાર્થ તપસ્વીઓના જે અષ્ટ અંગ સહિત, ત્રણ મૂઢતા રહિત અને આઠ મદરહિત શ્રદ્ધાન છે, તે સમકિત કહેવાય." આગ્રંથમાં સમ્યગુદૃષ્ટિ જીવનાવિશેષ કર્તવ્યોનું નિરૂપણ થયું છે.
भयाशान्ह लोभाच्च कुदेवागम लिंगिनाम् ।
प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः॥ અર્થ: શુદ્ધ સમકિતી જીવોએ ભયથી, આશાથી, નેહથી, લોભથી, કુદેવ, કુઆગમ અને કુલિંગીઓને પ્રણામ તથા વિનયાદિરૂપઆદરનકરવો.
સમકિત શ્રેષ્ઠ છે. મોક્ષમાર્ગમાં તેને કર્ણધાર કહ્યો છે“.ત્રણ લોકમાં સમકિત સમાન શ્રેયકારી કોઈ વસ્તુ નથી. શુદ્ધ સમકિતી આવતી હોવા છતાં નરક, તિર્યંચગતિ, નપુંસક અને સ્ત્રીની પર્યાયને પ્રાપ્ત કરતા નથી તેમજ ભવાંતરમાં નીચા કુળમાં, અંગોની વિકલતા, અલ્પઆયુષ્ય અને દરિદ્રતા પ્રાપ્ત કરતા નથી. (૭) આચારદિનકરઃ
- આ ગ્રંથ વર્ધમાનસૂરિ દ્વારા રચિત છે. જેમાં વિવિધ આચારો ગ્રહણ કરવાની વિધિ છે. તેનો રચનાકાળ વિ.સ. ૧૪૬૮ છે. તેમાં સમકિત ગ્રહણ કરવાની વિધિ છે. તેને સમકિતનું પ્રતિશાસ્ત્ર કહેવાય છે. આ પ્રતિજ્ઞા ગુરુભગવંત સમક્ષ ગ્રહણ કરાય છે.
હે ભગવાન! હું આપની સમક્ષમિથ્યાત્વનું પ્રતિક્રમણ કરું છું અને સમકિતને ગ્રહણ કરું છું. મને આજથી પરતીર્થિક, તેમના દેવતા તથા પરતીર્થિકો દ્વારા ગૃહિત અરિહંત ચૈત્યોને વંદન-નમસ્કાર કરવા કલ્પતા નથી. દ્રવ્યથી અન્ય તીર્થકો સાથે પૂર્વમાં આલાપ કરવો, તેની સાથે વાત કરવી, વારંવાર વાત કરવી, તેમને ભોજન આપવાં અથવા લેવાં, ક્ષેત્રથી અહીંનું ક્ષેત્ર, કાળથીયાવતુ જીવન સુધી, ભાવથી જ્યાં સુધી ભૂત-પિશાચ આદિના ઉપસર્ગથી ગ્રસિત ન થાઉં, કપટથી છેતરાઈન જાઉં અથવા અન્ય કોઈ પણ કારણોથી મારા પરિણામવિચલિતન થાય ત્યાં સુધી મારું સમકિત અખંડ છે. અપવાદરૂપમાં રાજાભિયોગ, બલાભિયોગ, ગણાભિયોગ, દેવતાભિયોગ, ગુરુનિગ્રહથી, દુષ્કાળ અથવાવનમાં ફસાઈ જવા પર આગારથી આસર્વનો ત્યાગ કરું છું.”
अरिहंतो मह देवो नवज्जीवं सुसाहुणो गुरुणां
जिण पन्नत्तं तत्तं इस संमत्तं मए गहियं ।। અર્થઃ અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે. જિનપ્રરૂપિત તત્ત્વ મારો ધર્મ છે. આ સમકિત છે. તેને હું ગ્રહણ કરું છું.
આ પ્રમાણે સમકિતવિધિનો ઉલ્લેખઆ ગ્રંથમાં થયો છે. સમકિતની આ વિધિ સંભવ છે કે આગળ જતાં