________________
૩૩૮
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે કવિ ઋષભદાસે અભિધાનચિંતામણિ નામમાલા ગ્રંથના આધારે ચોપાઈ-૩માં અઢાર દોષ વર્ણવ્યા છે. હિંસા, અસત્ય, અદગ્રહણ, માન, માયા, મદ, ભય, અજ્ઞાન, રતિ, અરતિ, મત્સરતા, નિદ્રા, ભોગ, પ્રેમ, શોક, ક્રોધ, હાસ્ય અને લોભ.
આ રીતે બને ગ્રંથોમાં અઢાર દોષોમાં થોડો ફરક છે. અઢારદોષરહિત સુદેવ છે, એવું બને પરંપરા માને છે. • નિયમસારમાં આચાર્ય વિપરીત અભિનિવેશથી રહિત શ્રદ્ધાન તથા ચલ, મલિન અને અગાઢ દોષ રહિત શ્રદ્ધાને પણ સમકિત કહે છે.”
અભિપ્રાયમાંથી વિપરીતપણે છૂટતાં આભાસમાત્રતત્ત્વાર્થશ્રદ્ધા પણ સમકિત છે. સમકિત મોહનીયએ દેશઘાતી પ્રકૃતિ છે. તેનો ઉદય થતાં સમકિતનો ઘાત થતો નથી પરંતુ કિંચિતુ મલિનતા રહે છે, તેથી સમલતત્વાર્થ શ્રદ્ધાનતેલયોપશમ સમકિત છે. જેને શાસ્ત્રીય ભાષામાં ચલ, મલિન,અને અગાઢદોષ કહેવાય છે. • મોક્ષપ્રાભૃત ગ્રંથમાં ગ્રંથકાર કહે છે.
हिंसारहिय धम्मे अट्ठारह दोस विज्जए दे ये।''
निग्गये पबयणे सद्दहणं होई सम्मत्तं ॥ અર્થ: હિંસા રહિત ધર્મમાં, અઢારદોષરહિત દેવમાં અનેનિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરવી, તે સમકિત છે.
અહીંઆત, આગમતથા અહિંસાધર્મની શ્રદ્ધાને સમકિત છે. • રાયણસાર ગ્રંથમાં કહ્યું છે.
सम्मत्त गुणाइ सुगइ मिच्छादो होइ दुग्गड़ णियमा॥६६॥" णियतच्युवलद्धि विणा सम्मत्तुवलद्धिणत्यि णियमेण।
सम्मत्तुवलद्धि विणा णिवाणंणत्यि जिणु विट्ठ ॥con અર્થઃ નિયમથી સમકિતથી સુગતિ અને મિથ્યાત્વથી દુર્ગતિ થાય છે. જેણે સ્વતોપલબ્ધિ પ્રાપ્ત કરી નથી, તે સમકિતોપલબ્ધિને પ્રાપ્ત કરી શકતો નથી. સમકિતોપલબ્ધિવિનાનિર્વાણપણ પ્રાપ્ત નથાય. • દર્શનપ્રાભૂતમાં સમકિતનું માહાભ્યદર્શાવતાં કહ્યું છે.
જેવી રીતે વૃક્ષના મૂળથી શાખા, પુષ્પ આદિ પરિવારવાળા તથા બહુગુણી સ્કન્ધ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે શ્રદ્ધાનનેજિનધર્મમાં મોક્ષમાર્ગનું મૂળ કહ્યું છે."
મોક્ષરૂપી કલ્પવૃક્ષનું મૂળ સમકિત છે. તેનાથી અનેક ગુણોપાંગરે છે.
શ્વેતામ્બર આગમ ગ્રંથોની જેમકુંદકુંદાચાર્યે પણ ગ્રંથિભેદથી સમકિતની ઉત્પત્તિ, સમ્યગદર્શન પછી જ સમ્યગુજ્ઞાન, દર્શનશુદ્ધિથી નિર્વાણ નિશ્ચય અને વ્યવહાર એવા સમકિતના ભેદ, નિશંકા આદિ સમકિતના આઠ અંગ આદિનો ઉલ્લેખઆગ્રંથોમાં કર્યો છે. (૧)ષખંડાગમ(ધવલાટીકા)
મહાકર્મપ્રકૃતિ પ્રાભૃત (પખંડાગમ) અને કષાય પ્રાભૂત આ બે ગ્રંથો પૂર્વમાંથી ઉદ્ધત મનાય છે. જેના રચયિતા આચાર્યપુષ્પદંત અને ભૂતબલિહતા. તેઓ વીરનિર્વાણ પછી ૬૦૦થી ૭૦૦વર્ષની વચ્ચે થયા છે.
ગ્રંથકારે ચૌદમાર્ગણાઓનું વર્ણન કર્યું છે. જેમાં બારમી સમકિત માર્ગણા છે. તેમાંટીકાકાર કહે છે