________________
૩૩૭
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
(૮) લોકપ્રકાશ ગ્રંથઃ
આ ગ્રંથના કર્તા મહોપાધ્યાય વિનયવિજયજી છે. તેમનો સમય અઢારમી સદી છે. લોકપ્રકાશ ગ્રંથના ૨૫મા અધ્યયનમાં સમકિતની પ્રાપ્તિ અંગે માહિતી દર્શાવેલ છે. યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણ, સમકિતના એકથી પાંચ પ્રકાર, સમકિતની સ્થિતિ, દ્રવ્ય અને ભાવ સમકિત, પૌગલિક અને અપીગલિક સમકિત, સમકિતના ગુણસ્થાનનો ઉલ્લેખઆ ગ્રંથમાં થયો છે. સામાયિકના ચાર ભેદ-સમકિત સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક છે. તેમાં સર્વપ્રથમ સમકિત સામાયિક છે. આ ગ્રંથમાં સમકિત વિષે વિશદ જાણકારી છે. (૯) સમકિત પરીક્ષા
આ કૃતિ વિબુધવિમલસૂરિ દ્વારા રચાઈ છે. તેનું બીજુ નામ ઉપદેશક શતકછે. જેમાં સમકિત વિષે ભરપૂર સામગ્રી મળે છે.
પ્રથમ અધિકારમાં સમકિતનું સ્વરૂપ તથા યથાપ્રવૃત્તિકરણ ઈત્યાદિ ત્રણ કરણનું નિરુપણ થયું છે. બીજા અધિકારમાં શમઆદિ પાંચ લક્ષણ તથા શંકા આદિ પાંચ અતિચારોનું નિરૂપણ થયું છે. ત્રીજા અધિકારમાં નિઃશંકા આદિ આઠ અંગોનું પ્રતિપાદન થયું છે. ચતુર્થ અધિકારમાં સમકિતનો મહિમા ગાયો છે. તેમાં આનંદ, કામદેવ આદિ શ્રાવકો સમકિતધારી હતા તેવું કહ્યું છે." દિગંબર સાહિત્યઃ
દિગંબર પરંપરામાં કુંદકુંદાચાર્યનું મહત્ત્વ વિશેષ છે. તેઓ વાચક ઉમાસ્વાતિ પછી થયા છે. વિદ્વાનો તેમનો સમય વિક્રમની ત્રીજી શતાબ્દીનો પૂર્વાર્ધ અથવા ઈ.સ.ની બીજી શતાબ્દીનો ઉત્તરાર્ધ માને છે. પ્રવચનસારની પ્રસ્તાવનામાં તેમનો સમય ઇ.સ.ના પ્રારંભનો મનાય છે.”
તેમના દર્શનપ્રાકૃત આદિ ષપ્રાભૃત, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, રત્નસાર, પંચાસ્તિકાય આદિ ગ્રંથોમાં સમકિત વિષેની માહિતી ઉપલબ્ધ થાય છે. • દર્શન પ્રાભૃતમાં કહ્યું છે. છ દ્રવ્ય, નવપદાર્થ, પાંચ અસ્તિકાય અને સાતતત્વજિનેશ્વર દ્વારા પ્રતિપાદિત થયા છે. તેનાપર યથાર્થ શ્રદ્ધા કરે છે તેને સમકિતી કહેવાય છે. પરંતુ જીવાદિપદાર્થોની શ્રદ્ધાને વ્યવહારનયથી સમકિત કહેવાય છે. નિશ્ચયનયથી આત્માનુભૂતિ એજ સમકિત છે. “
અહીં આત્માની વિશુદ્ધિ જ નિશ્ચય સમકિત છે, તેના કારણે ઉત્પન્ન થતો જીવાદિ તત્ત્વોની સત્યતામાં વિશ્વાસ એ વ્યવહાર શ્રદ્ધા છે.
• સમયસાર અને પંચાસ્તિકાયમાં પણ આ વાતનું સમર્થન જોવા મળે છે, પરંતુ સમયસારમાં આત્મા ઉપરાંત તત્ત્વોની શ્રદ્ધાનેનિશ્ચયનયથી સમકિત કહેલ છે. નિયમસાર ગ્રંથમાં પણ તે કથનની પુષ્ટિ કરી છે. • આમ, આગમ અને તત્ત્વોની શ્રદ્ધાથી સમકિત થાય છે. આ સમસ્ત દોષોથી રહિત અને સર્વગુણોથી યુક્ત હોય છે. આ અઢાર દોષરહિત છે. સુધા, તૃષા, ભય, રોષ, રાગ, મોહ, ચિંતા, વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ, પ્રસ્વેદ, ખેદ, મદ, રતિ, ઐશ્વર્ય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ આઅઢારદોષ છે”.