________________
૩૪૧
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
ગુરુમંત્રના રૂપમાં પ્રસિદ્ધ થઈ હોય. આ વ્યવહાર અપેક્ષાએ છે. વાસ્તવમાં સમકિત એ લેવા દેવાની ચીજ નથી, આત્માના પરિણામછે. તે સ્વયંના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં સમકિતના પાંચ લક્ષણ, પાંચ ભૂષણ, પાંચ દૂષણ, આઠ આચારો પર પ્રકાશ પાડેલ છે.
શ્રી આચારાંગ, શ્રીસૂત્રકૃતાંગ, શ્રી દશવૈકાલિકસૂત્રોમાં સમકિત અને મુનિ જીવનનું એકીકરણ દૃષ્ટિપાત થાય છે. આત્મોપમ્યની ભાવનાથી ઓતપ્રોત અહિંસા, વિવેક અને તપથી યુક્ત ચારિત્ર શ્રેષ્ઠ છે. તે જ સમકિત છે. વ્રતધારી શ્રાવકો પણ સમકિતી છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં તત્ત્વશ્રદ્ધાના રૂપમાં સમકિતને સ્વીકારેલ છે. અન્ય આગમગ્રંથોમાં સમકિતના ભેદ, અંગ, લક્ષણ, અતિચાર દર્શાવેલ છે. આગમેત્તર સાહિત્ય અને દિગંબર સાહિત્યમાં પણ સમકિતનું સ્વરૂપ વિશદતાથી દર્શાવેલ છે.
જૈનેત્તર દર્શનોમાં સમ્યક્ત્વ જેવી ભૂમિકા
મોક્ષમાર્ગની પગદંડીનું પ્રથમ સોપાન એટલે સમ્યગ્દર્શન. જૈનદર્શનના આગમોમાં સમ્યક્ત્વનું સ્થાન જોયા પછી જૈનેત્તર દર્શનોમાં સમ્યક્ત્વના સ્વરૂપ વિષે વિચારીએ. (૧) બૌદ્ધધર્મ :
શ્રમણ સંપ્રદાયની મુખ્ય બે શાખાઓ છે. (૧) જૈન (૨) બૌદ્ધ. ગૌતમબુદ્ધ બૌદ્ધધર્મના સંસ્થાપક, તેમજ ભગવાન મહાવીરના સમકાલીન હતા.
• જૈન આગમોમાં શ્રી આચારાંગસૂત્રનું ચતુર્થ અધ્યયન ‘સમ્યક્ત્વ' છે. તેમ બૌદ્ધ પિટકોમાં મજિઝમનિકાયમાં સાલિટ્ટિ- નામનું નવમું સુત્ત છે.
૧
• જૈનદર્શનમાં સમ્યગ્દર્શનથી યુક્ત જીવને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. બૌદ્ધ પરંપરામાં સમ્યગ્દષ્ટિનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે – જેની દ્દષ્ટિ સત્ય છે, જે ધર્મમાં અત્યંત શ્રદ્ધાવાન છે, તે આર્ય શ્રાવક સમ્યગ્દષ્ટિ છે. • જે આર્ય શ્રાવક અકુશલ (પાપ) અને અકુશલના મૂળને જાણે છે, તેમજ કુશલ (પુણ્ય) અને કુશલના મૂળને જાણે છે તે સમ્યગ્દષ્ટિ છે.
૯૨
અહીં અકુશલ અને કુશલની વ્યાખ્યા કરતાં ગ્રંથકાર કહે છે –
• પ્રાણાતિપાત, અદત્તાદાન, મિથ્યાચાર, મૃષાવાદ, પૈશુન્ય, સંપ્રલાપ, અભિધ્યા, વ્યાપાદ (હિંસા) અને મિથ્યાદષ્ટિ અકુશલ છે. લોભ, દ્વેષ અને મોહ અકુશલના મૂલ છે. જે જૈનદર્શનના ૧૮ પાપ સાથે તુલનીય છે.
• એનાથી વિપરીત પ્રવૃત્તિ કુશલ છે. અલોભ દ્વેષ અને અમોહ કુશલમૂલ છે. જે ઉભયને જાણે છે તે રાગાનુશયનો પરિત્યાગ કરી, ‘અસ્મિ’ અર્થાત્ ‘હું છું’ નો સ્વીકાર કરી, અવિદ્યાને નષ્ટ કરી વિદ્યા ઉપાર્જન કરે છે. આવા આર્ય શ્રાવકો દુઃખોનો અંત કરે છે. તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
૯૩
• બૌદ્ધદર્શનમાં ચાર આર્ય સત્ય દર્શાવેલ છે. દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખ નિવૃત્તિ છે, દુઃખ નિવૃત્તના ઉપાય છે. આ ચાર આર્ય સત્યને જાણવાવાળો, શ્રદ્ધા કરવાવાળો સમ્યગ્દષ્ટિ છે.
• આહાર, જન્મમરણ, તૃષ્ણા, વેદના, સ્પર્શ, ષડાયતન, નામ-રૂપ, વિજ્ઞાન, સંસ્કાર, અવિદ્યા અને