________________
ર૯૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
અણગાર ધર્મનું પ્રવેશદ્વાર એ સમ્યકત્વ છે. જેમ “VISA' કે ટિકિટ' વિનાવિદેશ, ટ્રેન કે બસની મુસાફરીન થઈ શકે તેમ સમકિત વિના ધર્મનગરમાં નિર્ગમનન થઈ શકે.
દર્શનપાહુડ ગ્રંથમાં શ્રી કુંદકુંદાચાર્ય કહે છે
ધર્મ એ દર્શનમૂલક છે, તેથી સમ્યકત્વ સહિત ચારિત્ર વંદનીય છે. જે દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે, દર્શનથી ભ્રષ્ટ થયેલા જીવોને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ છે, તે સિદ્ધિ મેળવી શકે પરંતુ દર્શન ભ્રષ્ટસિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે.
અહીં સ્પષ્ટ થાય છે કે મોક્ષનગરમાં પ્રવેશ મેળવવા સમ્યગદર્શનરૂપ પ્રવેશદ્વારની આવશ્યકતા છે. (૩) પ્રતિષ્ઠાન - દેવાલય કે મકાનને ચિરસ્થાયી બનાવવા તેનો પાયો ઊંડે સુધી (પાણી નીકળે ત્યાં સુધી) ખોદવામાં આવે છે, જેથી તે મકાન વર્ષો સુધી સ્થિર રહે છે, તેમ યતિધર્મ અને શ્રાવકધર્મના વ્રતરૂપી મહેલનો સમકિતરૂપીપાયો પણસ્થિર જોઈએ. અસ્થિરચિત્ત સત્યાસત્યનો નિર્ણય કરી શકતું નથી.
શ્રીમજિનહર્ષગણિએ સમ્યકત્વકૌમુદીગ્રંથમાં કહ્યું છે -
જ્ઞાન અને ચારિત્ર વિના પણ સમ્યગુદર્શન પ્રશંસનીય છે, પરંતુ મિથ્યાત્વરૂપી વિષથી દૂષિત થવા પર જ્ઞાન અને ચારિત્ર અશ્લાઘનીય-અપ્રશંસનીય બને છે. તેથી સમ્યગુદર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર મોક્ષનગરમાં અનુપયોગી છે.
અહીં સ્પષ્ટ થાય છે કે મોક્ષનગરનો પાયો સમ્યક્દર્શન છે, જેના ઉપર સંવર કરણીરૂપ મજલા ચણી શકાય છે. (૪) તિજોરી-નિધાનઃ-નિધિ એટલે ખાણ. ખાણ વિના અમૂલ્ય મોતી, સોનું વગેરે દ્રવ્ય મળતાં નથી, તેમ સમકિતરૂપનિધાન મેળવ્યા વિના અનુપમ સુખ આપનારચારિત્રધર્મપ્રાપ્ત થતો નથી.
સમકિતને વ્રત-પચ્ચકખાણરૂપી તિજોરીમાં સાચવવું પડે છે. ભિખારીને રત્ન મળવું દુર્લભ છે, તેમ મળ્યા પછી સાચવવું અતિ દુર્લભ છે. જે સાધક વ્રત-પચ્ચકખાણરૂપી તિજોરીમાં સમકિતને સાચવી શકે છે, તે સડસડાટ મોક્ષની સીડી સર કરે છે.
સમ્યગુદર્શની આત્મા વિરતિધર્મ યુક્ત ન હોવા છતાં, તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ફક્ત સમકિતના ભાવમાં હરિવંશ કુલના કૃષ્ણ મહારાજા તથા મગધ નરેશ શ્રેણિકે તીર્થકર નામકર્મ ઉપાર્જન
કર્યું.
ભૂતકાળમાં જેટલા નરપુંગવો સિદ્ધ થયા અને ભવિષ્યમાં થશે તે સમકિતનો જ પ્રભાવ છે. સંસારરૂપી સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપી નાવની પ્રવૃત્તિ સમકિતરૂપી કર્ણધાર (ખેવટિયા) ને આધીન છે.સમકિત એકએવો ખજાનો છે, જે પ્રાપ્ત થયા પછી બીજી ભૌતિકનિધિપર ગાઢ આસક્તિ આવતી નથી. છ ખંડના અધિપતિઓ સમકિતરૂપી રમણીને વરવા સર્વસ્વનો ત્યાગ કરે છે.
તૃણ પેરે પખંડ ત્યજીને, ચકવર્તી પણ વરીઓ, એ ચારિત્ર શિવસુખ કારણ, તે સૌ ચિત્તમાં ધરીઓ.