________________
૩૦૫
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
વિશેષ સમજણસહિતનું હોવાથી પરમાર્થને જાણે છે. તેથી શ્રદ્ધાસ્થિર થાય છે. (૭) વિસ્તાર સચિ: જીવાદિ નવતત્ત્વ, ધર્માસ્તિકાય આદિ પદ્ધવ્ય, નૈગમાદિ સાત નય, નામાદિ ચાર નિક્ષેપ, પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણ આ સર્વનો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિસ્તારપૂર્વક અભ્યાસ કરવા જેથી અતિ વિશુદ્ધ શ્રદ્ધાપ્રગટ થાય, તે વિસ્તાર રુચિ સમકિત કહેવાય. (૮)કિયારુચિ: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, વૈયાવચ્ચ, સમિતિ, ગુણિ, આદિ અનુષ્ઠાનોનું આરાધન કરવાની રુચિ થવીતેહિયારુચિ સમકિત છે. શ્રી જ્ઞાતાસૂત્રના ૧૮ અધ્યયનોમાં મેઘકુમાર આદિ મહાત્માઓએ વિવિધ અનુષ્ઠાનો શુદ્ધિ અને ભાવપૂર્વક કર્યા તેઓએ બોધપામી આત્મકલ્યાણ કર્યું.
આજ્ઞારુચિમાં અનુષ્ઠાનની ગણતા છે, જ્યારે ગુરુ આજ્ઞાની મુખ્યતા છે. ક્રિયા રુચિમાં આજ્ઞાવિના પણ અનુષ્ઠાનની રુચિ છે. મહર્ષિઓને કિયાઆત્મસાતુબની ગઈ હોય છે. (૯) સંક્ષેપરુચિઃ જે જ્ઞાનાવરણીય કર્મની ક્ષયોપશમતાની મંદતાથી જિન પ્રવચન વિસ્તારથી જાણતો નથી તથા અન્ય કુદર્શનોને પણ જેણે અંગીકાર કર્યા નથી પરંતુ સંક્ષેપમાં થોડા શબ્દો સાંભળી ધર્મપ્રત્યે શ્રદ્ધાવાન બને છે, તેને સંક્ષેપ રુચિ સમકિત કહેવાય. દા.ત. ઉપશમ, સંવર અને વિવેક એ ત્રણ શબ્દ સાંભળતાં જ જૈન તત્ત્વોનું શાનન હોવા છતાં ચિલતિપુત્રને તેમાં રુચિ થઈ, તેમ વિશિષ્ટ જ્ઞાન વિના પણ મોક્ષતત્ત્વની રુચિ થાય; તે સંક્ષેપ રુચિ કહેવાય. (૧૦) ધર્મરુચિઃ સમ્યક્ત્વ આદિ શ્રતધર્મ, વ્રતાદિ ચારિત્ર ધર્મ, દસ પ્રકારનાં યતિ ધર્મ અને ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની શાસ્ત્ર અનુસાર શ્રદ્ધા કરવાથી જે તત્ત્વરુચિ ઉત્પન્ન થાય તે ધર્મચિ સમકિત કહેવાય. ઉ.દા. મેતાર્ય મુનિવર સોનાના જવલા ચણી જનાર કચ પક્ષીની દયા પાળવા પોતાની ઉપર ચોરીનો આરોપ આવવા છતાં મૌન રહ્યા. તેમણે મારણાંતિકઉપસર્ગને સમભાવે સહન ર્યો. આ પ્રમાણે મેતાર્યમુનિએ શ્રત અને ચારિત્રધર્મનું પાલન કર્યું, તે ધર્મચિછે.
રોચક સમકિતનાદશ ભેદ ઉપશમ, ક્ષાયિક અને ક્ષયોપશમ સમકિતમાં આવે છે.
આ રુચિઓ રાગ અથવા પ્રીતિ સ્વરૂપ હોવાથી વીતરાગ અવસ્થામાં ન હોય. રુચિ એ સમકિતનું અસાધારણ લક્ષણ નથી પરંતુ લિંગ છે. શાસ્ત્રકારોએ અલ્પ બુદ્ધિવાળા જીવોને સરળતાથી બોધ કરાવવા સમકિતનાવિવિધ પ્રકારો દર્શાવેલ છે.
• સમકિતી આત્માના લક્ષણોઃ
ઉપરોક્ત ઢાળમાં કવિએ કડી-૮૩૦ અને ૩૧માંસમકિતી આત્માના લક્ષણો દર્શાવેલ છે.
સમ્યગુદર્શન એટલે જીવન જીવવાની કળા છે. જીવનના ઉધ્વરોહણનો એક પ્રશસ્ત નિર્દોષ માર્ગ છે. મનુષ્યના આનંદમય જીવનનો મનોવિજ્ઞાન છે. તેના સ્પર્શથી પાપી પ્રાણી મનુષ્યત્વમાં પ્રતિષ્ઠિત થાય છે. પણ પણતેના પ્રભાવથી મનુષ્યત્વ સ્થાપિત કરે છે.
સમકિતનો મહિમા ગાતાં પૂર્વાચાર્યો કહે છે