________________
૩૧૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
વારણ = મંત્ર આદિના મારણમંત્ર(નિવારણ મંત્ર) આઠપ્રકારના છે. (?) વાડવ = સમુદ્ર સાત છે.
રસ=આહારના રસ છ છે. તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો, ખારો. સસીસંખ્યા =ચંદ્ર એકછે.
સમકિતસાર રાસ સવંત ૧૬૭૮માં રચાયો છે. કવિ અહીં બુદ્ધિની કસરત કરાવે છે. ત્યાર પછી કવિ કુલ પરંપરામાં દાદા મહીરાજ અને પિતા સાંગણનો પરિચય આપે છે. કવિએ કડી ૮૭૭માં પ્રાવંશની કુળદેવી રૂડીમાતાને પણ સ્તવ્યા છે, તેવી સંભાવના છે. કવિએ આ ઢાળમાં ગુરુપરંપરા, કુલ પરંપરા, કવિજનો, સરસ્વતીદેવી, જિનપતિ અને ગણધરોને સ્તવ્યા છે. અંતે કવિએ સમકિતસાર રાસનું વ્યવહારિક અને અધ્યાત્મિક શ્રવણફળ દર્શાવ્યું છે. ૧) દ્રવ્યથી ઐશ્વર્યનીપ્રાપ્તિ અને ૨) ભાવથી સમકિતની નિર્મળતા થશે.
ઈતિ શ્રી સમકિત સાર રાસ સમાનં. ગામ ત્રંબાવતી મધ્યે લિખીતું. સંવત ૧૬૭૯ વર્ષે વૈશાખ સુદિ ૩ ભ્રમે (ગુરુવાર) શ્રી શ્રી શ્રી કલ્યાણમસ્તુ. શ્રી સુંઃ શુભં ભવતુ.
“યાદશં પુસ્તક દૃષ્ટા તાદેશં લિખિતં મયા। યદિ શુદ્ધમશુદ્ધ વા મમદોષો ન દીયતે ।। ૧ ।। ભગ્નાપુષ્ઠી કટી ગ્રીવા નેત્રસ્યાય ઘો મુખ। કષ્ટેન લખિત શાસ્ત્ર યત્નેન પરિપાલયેત્॥ ૨॥ જલાત્ ક્ષેત તૈલાત રક્ષેત્ રક્ષેત સ્થલ બંધનાત્। પરહસ્તગતા રક્ષેત્ એવં વદતિ પુસ્તિકા॥ ૩ ॥
૧. અર્થ ઃ- જેવું મને પુસ્તક દેખાયું તેવું લખ્યું છે. જો કાંઈ શુદ્ધ - અશુદ્ધ હોય તો મારો દોષ જોવો નહિ.
૨. પીઠ ભાંગી ગઈ (દુઃખવા આવી), ડોક તૂટી ગઈ (ડોકમાં દુઃખાવો થયો), આંખોમાં પાણી આવી ગયા છે, મુખ ઉપર કંટાળો (થાક) આવ્યો છે. આટલા કર્ણે આ શાસ્ત્ર લખ્યું છે. તેને પ્રયત્ન કરીને સાચવ્યું છે.
૩. પાણી, તેલ, સ્થાન, બંધન, અનધિકારીથી મારું રક્ષણ કરજો; એવું પુસ્તિકા કહે છે.
શ્વેતાંબરે લઘુ શાખાયાં લેખક કાન્હજી લિખીત. ભાં.ઈ. સને. ૧૮૮૭-૯૧, ડા.૪૫, નં. ૧૪૯૪. શ્રીસમકિત સાર રાસ ગા. ૮૭૯, ગ્રંથ-૧૧૮૨ છે.