________________
૩૨૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે
જૈન આગમ સાહિત્યમાં સમ્યગ્દર્શન
જૈન આગમ સાહિત્ય ભારતીય સાહિત્યની અણમોલ ઉપલબ્ધિ છે. અનુપમનિધિ અને જ્ઞાન-વિજ્ઞાનનો ભંડાર છે. શ્રી તીર્થંકરોએ આત્માના ઐશ્વર્ય અને વૈભવને પ્રાપ્ત કર્યા પછી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો છે. તેના આધારે ગણધર ભગવંતોએ સંપૂર્ણ બાર અંગોની રચના અર્ધમાગધી ભાષામાં કરી છે. આગમગ્રંથો અંગ, ઉપાંગ, મૂળ અને છેદમાં વિભક્ત થયા છે.
(૧)શ્રીઆચારાંગસૂત્રઃ
અંગ સાહિત્યમાં સૌથીપ્રથમઆચારાંગસૂત્ર છે. આચારાંગસૂત્રનો મુખ્યવિષય આચાર છે. શ્રી આચારાંગસૂત્રના સમકિત અધિકારમાં કહ્યું છે -
जे अईया जे य पडुप्पणणा जे य आगम्स्सा अरहंता भगवतो ते सब्बे एवमाइक्खंति, एवं भासंति, एवं पणणावेतिं, एव परुवेति - सब्वे पाण्णा सब्बे भूया सब्वे जीवा सब्बे सत्ता ण हंतब्बा, ण उज्जावेयव्वा, ण પરિપ્લેયજ્ઞા, વરિયાવેયા, નજેવેચવા '
અર્થ : જેટલા પણ તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા છે, વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે અને ભવિષ્યમાં તીર્થંકર થવાના છે તે સર્વ અહિંસા ધર્મની પ્રરૂપણા કરી સમજાવે છે કે, “હે જીવો! તમે કોઈપણ પ્રાણીની હિંસા ન કરો, ન ઘાત કરો, ન તેને પીડા ઉપજાવો, કોઈને દુઃખી ન કરો અને અન્ય જીવોને દુઃખી કરવાની આજ્ઞા ન આપો. જીવ માત્રની દયા પાળો.’’
एस धम्मे शुद्धे हि सासए समिच्च लोयं खेयण्णेहिं पवेइए'
અર્થ : આ અહિંસા ધર્મ શુદ્ધ, નિત્ય અને શાશ્વત છે. રાગદ્વેષના વિજેતા એવા અરિહંતો દ્વારા પ્રતિપાદિત અહિંસાધર્મ શ્રેયકારી છે.
હિંસાનો ત્યાગ એ જૈન સંસ્કૃતિનો પ્રાથમિક સૂર છે. વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિનું મૂળ અહિંસા છે. તેનો સંબંધ વૃત્તિ સાથે છે.
जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा
અર્થ વૃત્તિને કારણે જ આસવનાં સ્થાન છે તે સંવરના સ્થાનો બને છે અને જે સંવરના સ્થાનો છે તે આસ્રવનાં સ્થાનો બને છે.
દયામય અહિંસા ધર્મનું યથાર્થ પાલન તે સમકિત છે. અનંતા તીર્થંકરોના વચનો પર શ્રદ્ધા રાખવી તે સમકિત છે. સમકિત અધ્યયનના બીજા ઉદ્દેશકમાં વિભિન્ન મતવાદીઓનું ખંડન-મંડન કરી તેમાં ધર્મપરીક્ષાનું નિરૂપણ કર્યું છે.
सब्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं जीवणं सव्वेसिं सत्ताणं असायं अपरिणिब्वाणं महब्भयं दुक्खं અર્થ : સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વને દુ:ખ અપ્રિય છે. મહાભય ઉપજાવનાર છે. દુઃખકારીછે. હિંસા એ અધર્મ છે.
યજ્ઞમાં થવાવાળી હિંસા પણ હિંસા જ છે. અધર્મને ધર્મ માનનારા અનાર્ય કહેવાય છે. તેથી શુદ્ધ ધર્મની