________________
૩૩૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
(૬) શ્રી દશાશ્રુતસ્કંધઃ
આ છેદસૂત્રનું બીજું નામ આચારદશા છે. જેમાં જૈનાચાર સંબંધી દશ અધ્યયન છે. આસૂત્રને તેથી દશાશ્રુતસ્કંધ કહેવાય છે. તેનું સંકલન આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કર્યું છે. નવમા સ્કંધમાં મોહનીય કર્મના તીવબંધના ૩૦ સ્થાનોનું વર્ણન છે. જે સમકિતની પ્રાપ્તિમાં બાધક છે.
માહિબાબાવકેછે. જેમ બળી ગયેલા બીજવાળા વૃક્ષને પુષ્કળ પાણીનું સિંચન કરવામાં આવે છતાં તેમાં પલ્લવ કે અંકુરાની ઉત્પત્તિ થતી નથી, તેમ મોહનીય કર્મનો ક્ષય થવાથી શેષકર્મોથી ઉત્પત્તિ થતી નથી.”
સમકિતમાં વિક્ષેપ પાડનાર મોહનીય કર્મનું આસૂત્રમાં વિસ્તૃત વર્ણન થયું છે. (૭) શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ
ઉપાંગસૂત્રમાં સૌથી મોટું પ્રજ્ઞાપના સૂત્ર છે. તેના કર્તાશ્યામાચાર્ય છે. આસૂત્રમાં સમકિતની ચાર સદુહણાનો ઉલ્લેખ થયો છે.
परमत्य संथवो वा सुदिपरमत्थ सेवणा वा वि।"
वावण्ण-कुदसण वज्जणा य सम्मत्तसद्हणा॥ અર્થઃ પરમાર્થસંસ્તવ, સુદષ્ટપરમાર્થ સેવના, વ્યાપન,કુદર્શન વર્જના. આ ચારસમકિતની શ્રદ્ધા છે.
અહીંસર્વપ્રથમસમકિતની સહણાનું પ્રતિપાદન થયું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં સમ્યગુદૃષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રદૃષ્ટિનું અલ્પબદુત્વ પણ દર્શાવેલ છે."
આસૂત્રમાં ઉત્તરાધ્યયનસૂત્ર અનુસાર દશપ્રકારની રુચિ અને દર્શનાચારનું વર્ણન પણ જોવા મળે છે. શ્રી ઠાણાંગસૂત્રનાદશમા સ્થાને પણ દશરુચિદર્શાવેલ છે. (૮)શ્રી ભગવતીસૂત્રઃ
પાંચમું અંગસૂત્ર, જેનું બીજું નામ વ્યાખ્યાપ્રજ્ઞમિસૂત્ર છે. આસૂત્રમાં, • મિથ્યાત્વમોહનીય માટે કાંક્ષા મોહનીય શબ્દપ્રયુક્ત થયો છે.” • મિથ્યાદેષ્ટિ સમ્યગુદૃષ્ટિકઈ રીતે થાય છે?” • સમકિતની પ્રાપ્તિ પછીવિભંગઅજ્ઞાન,અવધિજ્ઞાન રૂપે પરિણમે છે.“તે વિષે જણાવેલ છે. (૯) શ્રી નંદીસૂત્રઃ
બત્રીસ આગમોમાં શ્રી નંદીસૂત્રનામનું મૂળ આગમ છે. જેના રચયિતાદેવવાચકજી આચાર્ય છે. આનંદ, હર્ષ અને પ્રમોદને નિંદી કહેવાય છે. આસૂત્રપાંચ જ્ઞાનનું નિરુપણ કરવાવાળું જ્ઞાનરૂપ આનંદપ્રદાન કરનારું છે માટે તેને નંદીસૂત્ર કહેવાય છે.
આચાર્યશ્રીએ પ્રારંભમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ચતુર્વિધ સંઘની આઠ ઉપમાઓ દ્વારા સ્તુતિ કરી છે. નગર, સડક, ચક્ર, ઘ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરૂપર્વતની ઉપમાથી સમ્યગદર્શનને ઉપમિત કર્યું છે. • નગર ભવ્યનગર રમણીય હોય પરંતુ સડક સ્વચ્છ અને સુંદર નહોય, મળમૂત્ર અને કચરાથી ભરેલી હોય તો ભવ્ય નગરની સુંદરતાને દૂષિત કરે છે. પથિકોને અનેક મુશ્કેલીઓ આવે અને ખાડાટેકરામાં પડવાનો ભય પણ રહે છે તેવી જ રીતે સંયમી નિગ્રંથોની સંઘરૂપી નગરની સમ્યગદર્શન રૂપી સડક સ્વચ્છ નહોય અને મિથ્યાત્વરૂપી