________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
સમ્યગ્દષ્ટિ જઘન્ય આર્ય છે. દેશવિરતિશ્રાવક મધ્યમ આર્ય છે. શ્રમણો ઉત્તમ આર્ય છે. દેઢ શ્રદ્ધાવાન શ્રમણોપાસક ધર્મથી ચલિત થતો નથી.
૩૨૯
समणोवासगा भवंति अभिगयजीवाजीवा उवलद्धपुण्णपावा आसव संवर वेयणाणिज्जरा किरिया हिगरणबंधमोक्खकुसला असहेज्ज देवासुर नाग सुवण्ण जक्ख रक्खस किंन्नर किंपुरिस गरुलगन्धब्ब महोरगाइएहिं देवगणेहिं निग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा इणमेव निग्गन्थं पावयणे णिस्संकिया णिकुंखिया निबितिगिच्छा । "
અર્થ : કુશળ અને તત્ત્વજ્ઞ શ્રમણોપાસકનિગ્રંથપ્રવચનમાં નિઃશંક, નિઃકાંક્ષ અને ધર્મકરણીના ફળમાં સંદેહરહિત હોય છે. તેઓ અસહાય થવા પર દેવ ગણોથી પરાભવ પામી નિગ્રંથપ્રવચનથી વિપરીત (અલગ) થતાં નથી.
સૂત્રકારે યથાર્થ વસ્તુના સ્વીકાર, શ્રદ્ધા અને દૃઢતાના સંદર્ભમાં લેપ ગાથાપતિ`` અને ઉદય પેઢાલપુત્રનાં'॰ દૃષ્ટાંત પ્રસ્તુત કરે છે. તેવી જ રીતે પાંચમા શ્રી ભગવતીસૂત્રમાં જમાલી અણગાર' અને શિવરાજર્ષિના ઉદાહરણ દર્શાવેલ છે તથા મંખલીપુત્ર ગોશાલકના° મિથ્યાત્વત્યાગ અને સમકિત ગ્રહણના ઉદાહરણ પણ આલેખાયાં છે.
ઉપરોકત માહિતી અનુસાર પૂર્વના ગ્રંથ કરતાં આ ગ્રંથમાં સમકિત વિષે અપેક્ષાએ વધુ વિકાસ થયો છે. (૧) અહીં નિઃશંકા, નિઃકાંક્ષા અને નિર્વિચિકિત્સા આ સમકિતના ત્રણ અંગોનો એક સાથે પ્રયોગ થયો છે. (૨) જીવ-અજીવ આદિ તત્ત્વનો વિષય છે. (૩) મુનિ ઉપરાંત શ્રાવકો પણ સમ્યગ્દર્શની હોય છે.
(૩)શ્રીદશવૈકાલિકસૂત્રઃ
શ્રી આચારાંગસૂત્ર અને શ્રી સૂયગડાંગની જેમ આચાર ધર્મની પ્રધાનતા દર્શાવતું શ્રી દશવૈકાલિકસૂત્ર છે. જેના રચયિતા શય્યભવસૂરિ છે. સમકિતના સંદર્ભમાં આ ગ્રંથમાં નીચે પ્રમાણે જણાવેલ છે. जाइ सद्धाइ निक्खंतो परिआयट्ठाणमुत्तमं । " तमेव आणुपालिज्जा गुणे आयरिअ संभए
અર્થ : જે શ્રદ્ધાથી ભિક્ષુએ સંસારનો ત્યાગ કર્યો છે, તે જ શ્રદ્ધા અને દૃઢ વૈરાગ્યથી સંયમ સંબંધી ઉત્તમગુણોનું પૂર્ણ દઢતાથી પાલન કરવું જોઈએ.
જે સાધુ મોહરહિત અવસ્થા પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ છે, સંયમ અને તપમાં લીન છે તેમજ સરળતા આદિ ગુણોથી યુક્ત છે, તે પૂર્વકૃતકર્મોનો ક્ષય કરે છે.
जया घुणइ कम्मर अबोहि कलुसं कडं "
तया सव्वतगं गाणं, दंसण चाभिगच्छ ॥
અર્થ : જીવ અબોધિભાવથી સંચિત કરેલાં કર્મોથી મુક્ત બને છે, ત્યારે કેવલજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરે છે. पढमं नाणंतओ दया, एवं चिट्ठह सब संजए । "
अन्नाणी किं काही ? किं वा नाही सेयपावगं ॥
અર્થ સંયતિ સમ્યક્દષ્ટિ જ હોય છે તેમજ જ્ઞાન પછી દયા અર્થાત્ વિરતિ હોય. વિરતિનું મૂળ સમ્યગ્દર્શન છે; એવું પૂર્વે આચારાંગસૂત્રમાં સ્પષ્ટ થયું છે. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક જ હોય; એવું અહીં સ્પષ્ટ થાય છે.