________________
૩૨૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે.
ત્રીજા ઉદ્દેશકમાં સમ્યકુપનું નિરૂપણ કર્યું છે.
आणाकरवी पंडिए अणिहे एगमप्पाणं संपेहाए धुणे सरीरं कसेहि अप्पाणं, जरेहि अप्पाणं। जहा जुण्णाई कट्ठाई हबवाहो पमत्थई एवं अत्त समाहिए अणिहे।" અર્થ: પ્રબળત્તમ વૈરાગ્ય, ઉગ્ર તપશ્ચર્યા કરવાથી આત્માની સમાધિ, ચિત્તની પ્રસન્નતા અને અધ્યવસાયોની વિશુદ્ધિની પૂર્ણકાળજી રાખો. દેહની આસક્તિનો ત્યાગ કરો.
ચિત્તના દોષો દૂર કરવા તપ એક અજોડ રસાયણ છે. આત્માભિમુખ દૃષ્ટિના વિકાસ માટે દેહદમન, ઈન્દ્રિયદમન અને વૃત્તિદમન આવશ્યક છે.
ચોથા ઉદ્દેશકમાં સંક્ષેપમાં ચારિત્રનું નિરૂપણ થયું છે.
सम्मति पासह तं मोणंति पासहा ।जं मोणंति पासहा तं सम्मति पासहा ।' અર્થઃ જે સમકિત છે તેને મુનિ ધર્મનારૂપમાં જુઓ અને મુનિધર્મ છે તેને સમકિતરૂપમાં જુઓ.
સમકિત સહિત મુનિધર્મ સાચો છે. મિથ્યાત્વ સહિતનું મુનિપણું અસાર છે. શંકા કરનાર વ્યક્તિને આત્મસમાધિપ્રાપ્ત થતી નથી.
तितिगिच्छा समावण्णेणं अप्पाणेणं णो लहइ समाहिं । तमेव सच्चं णीसंकंजं जिणेहिं पवेइयं ।' અર્થ: તીર્થકરો દ્વારા જે પ્રકાશિત છે, તે સત્ય છે તેમાં શંકાને સ્થાન નથી.
સંદેહથી ધર્મભાવનાનો નાશ થાય છે. ધર્મભાવનાના નાશથી ધર્મસમાધિ પ્રાપ્ત થાય.
समियं ति मण्णमाणस्स समिया वा असमिया वा समिया होइ उवेहाए, असमियं ति मण्णमाणस्स समिया वा असमिया वा असमिया होइ उवेहाइ । उवेहमाणे अणुवेहमाणं बूया-उवेहाहि समियाए, इच्चेवं तत्थ संघी झोसिओ भवइ ।' અર્થ: જે સાધક સમ્યફચિંતન કરે છે તેને સમ્યકકે અસમ્યક તત્ત્વો સમ્યક્દષ્ટિના કારણે સમ્યકરૂપે પરિણમે છે. તેનાથી વિપરીત જે સાધક અસમ્યક રીતે ચિંતન કરે તેને સમ્યક કે અસમ્યક સર્વતત્ત્વો મિથ્યાષ્ટિના કારણે મિથ્થારૂપે પરિણમે છે.
સમકિતના સદ્ભાવમાં અજ્ઞાન પણ જ્ઞાનરૂપે પરિણમે છે.
जे आया से विण्णाया जे विण्णाया से आया ।जेण विचाणइ से आया। तं पडुच्च पडि संखाए। एस आयावाई समियाए परियाए विचाहिए। અર્થ: જે આત્મા છે તે જ વિજ્ઞાન છે, જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. જે જ્ઞાન વડે વિજ્ઞાન સ્વરૂપ આત્માને જાણી શકાયતે જ્ઞાન આત્માનો ગુણ છે. એજ્ઞાનથી સ્વપરની પ્રતીતિ થાય છે.
આ અધ્યયનમાં પરિણામોની વિચિત્રતા અનુસાર શ્રદ્ધા અને સંદેહની ચઉભંગસૂત્રકાર દર્શાવે છે. (૧) જિનવચન સત્ય છે', એવી શ્રદ્ધા કોઈ સાધકને જીવનના અંત સુધી ટકી રહે. (૨) કોઈ વ્યક્તિ પ્રથમ શ્રદ્ધાળુ હોય પરંતુ પાછળથી સંશયશીલ બને છે. (૩) કોઈ પુરુષ પ્રથમ શ્રદ્ધાળુ નહોય પરંતુ અનુભવથી શુદ્ધ શ્રદ્ધાવંત