________________
૩૩ર
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ ને આધારે
કચરા ભરેલા હોય તો સંયમી સાધકના ગુણો વિકૃત બને છે. તેમનો તરણતારણ ગુણ સમાપ્ત થાય છે. અર્થાતુ વિશુદ્ધદર્શન જનગરનો માર્ગ છે. • સમ્યગુદર્શન ગુણ વસુંધરા જેવો છે. જેમ વસુંધરા પર માર્ગ અને ભવન હોય છે, તેમ સમ્યગુદર્શન મોક્ષરૂપી ભવ્યભવનનો પાયો પણ હોય છે. • સમ્યગુદર્શન ચક્રવર્તી અને વાસુદેવના અમોઘ શસ્ત્ર સુદર્શનચકની પીઠિકા કહી છે. જેમ ચક્ર ચક્રધરના શત્રુઓનો નાશ કરી પોતાના સ્વામીને અજેય બનાવે છે, તેવી જ રીતે સમ્યગુદર્શનરૂપીચક્રથી સંયમ અનેતપરૂપી ધર્મની રક્ષા થાય છે અને મિથ્યાત્વરૂપી શત્રુનષ્ટ થાય છે. અર્થાતુ ગુદર્શન આસંઘની પરિધિ છે. • સમ્યગુદર્શન એચંદ્રની ચાંદની જ્યોત્સના જેવું છે. ચંદ્રની શોભાતેની ચાંદની છે. શરદપૂનમનો ચંદ્ર, જો કાળા વાદળાઓથી ઘેરાયેલ હોય તો રાત્રિના અંધકારને દૂર કરી શકે તેમજ કોઈને સુખનપહોંચાડી શકે. જ્યોત્સના વિના દિવસે દેખાતો ચંદ્ર ફિક્કો અને વ્યર્થ છે, તેમ સમ્યગદર્શનરૂપી જ્યોત્સનાવિના સંયમ અને પરૂપી ચંદ્રમાનું મૃગ લાંછન પણ મહત્ત્વહીન છે. ચંદ્રની ચાંદની જન જનને મનમોહક અને વનસ્પતિ આદિને વિકસીત કરે છે તેમ સમ્યગદર્શનસંઘરૂપચંદ્રમાની નિર્મળચાંદનીઉત્થાન અને પ્રગતિમાં વૃદ્ધિ કરાવે છે. • સમ્યગદર્શન એ મેરૂપર્વતની પીઠિકા સમાન છે. એક લાખ યોજન પ્રમાણે મેરૂપર્વતની પીઠિકા ભૂમિમાં એક હજાર યોજન પ્રમાણ નીચે છે. આ પીઠિકા ઉત્તમ વજમય, અત્યંત દેઢ, નિષ્ઠા અને અત્યંત મજબૂત છે. આ પીઠિકા૯૯,૦૦૦યોજન પ્રમાણભૂમિની ઉપર છે, જે સુદર્શન (મેરૂ)પર્વતનો ભારવહન કરે છે. આટલો વિશાળ પર્વત કાચી અને પોચી માટીમાં સ્થિર ન રહી શકે, એવી રીતે સમ્યગુદર્શનની વિશુદ્ધતા અને દઢતા પર કૃત અને ચારિત્ર ધર્મરૂપી પર્વતાધિરાજનો ભાર ટકી શકે છે. જો સમ્યગદર્શનરૂપી પીઠિકા મજબૂત અને સ્થિર ન હોય તો ચારિત્ર અને તપસ્વર્ગીય સુખો આપી ફરીથી દુર્ગતિમાં ફેંકે છે. સમ્યગદર્શનરૂપી પીઠિકા પર રહેલું ચારિત્રરૂપી ભવનમુક્તિના શિખરે પહોંચાડી આત્માને પરમાત્મા બનાવે છે.
આ રીતે સમ્યગદર્શનનો મહિમા અપરંપાર છે. ત્યાર પછી સૂત્રકાર કહે છે
विसेसिय सुयं सम्मदिहिस्स सुयं सुयनाणं, मिच्छ विहिस्स सुयं सुयअन्नाणं ।" અર્થઃ સમ્યક્દષ્ટિનું શ્રત શ્રુતજ્ઞાન છે, મિથ્યાષ્ટિનું કૃતકૃતઅજ્ઞાન છે.
ચૌદ પૂર્વધારીઓનું કૃત સમ્યકતા છે. દશપૂર્વથી ઓછાં પૂર્વધરનાં શ્રત સમ્યફ હોય અથવા નહોય." મિથ્યાષ્ટિ દ્વારા રચિત શ્રુત સમ્યક્દષ્ટિને સમકકૃત બને છે કારણ કે સમ્યગુદૃષ્ટિને સમ્યકરૂપમાં ગ્રહણ થવાથી તે સમ્યફશ્વત છે."
સર્વ પ્રથમ નંદીસૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે કે, સમકિતના પ્રભાવે જ્ઞાન સમ્યક બને છે. (૧૦) શ્રી આવશ્યકનિયુક્તિઃ
જૈન આગમોની પ્રાચીન ટીકાઓમાં નિયુક્તિનું સ્થાન ઉપલબ્ધ છે. આવશ્યક નિર્યુક્તિ આચાર્ય ભદ્રબાહુની પ્રથમ કૃતિ છે. તેના પર જિનભદ્રસૂરિ, જિનદાસગણી, હરિભદ્રસૂરિ, મલયગિરિ, માલધારી હેમચંદ્રસૂરિ, માણિજ્યશેખરમુનિ આદિ શ્રમણોએ વિવિધ વ્યાખ્યાઓ લખી છે. આવશ્યક નિર્યુક્તિમાં સમકિત શબ્દની નિયુક્તિ કરવામાં આવી છે.