________________
૩૦૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
नरत्वेsपि पशूयन्ते मिध्यात्वग्रस्तचेतसः पशुत्वेsपि नरायन्ते सम्यस्त्व व्यस्तचेतसः ॥
અર્થ : સમકિત રહિત ચિત્તવાળો માનવી પશુ સમાન છે, જ્યારે સમ્યક્ત્વથી ભાવિત ચિત્તવાળો પશુ મનુષ્યની ગરિમા ધારણ કરે છે. સમકિત એ ચિત્તની સ્વસ્થ દશા છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ આ અમૃતબુટ્ટી આપી છે. તે ભવરોગચિકિત્સાની અચૂક ઔષધી છે.
♦ સમકિતમાં બુદ્ધિ, પ્રજ્ઞા, મતિ સ્થિર થાય છે. ગીતામાં તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. શ્રી આચારાંગસૂત્રમાં તેને સ્થિતાત્મા કહેવાય છે.
કૃષ્ણભક્ત નરસિંહ મહેતાનું જગપ્રસિદ્ધ લોકગીત વૈષ્ણવજન તો તેને કહીએ... તે ગીતમાં સ્થિતપ્રજ્ઞ આત્માનાં લક્ષણો દર્શાવેલ છે. તેમાં દર્શાવેલ નૈતિક સદ્ગુણો વૈષ્ણવ થવા માટેનાં છે. તે સાથે સમકિતીની તુલના પ્રસ્તુત છે.
•
ગુણોને ધારણ કરવા તે જ જૈનત્વ કે વૈષ્ણવત્વ છે. જૈનપણું કે વૈષ્ણવપણું તત્ત્વભૂત સમજણનો અમલ કરવામાં છે. વૈષ્ણવ કોને કહેવાય? સાચો વૈષ્ણવ કેવો હોય? નરસિંહ મહેતા તેનો પ્રત્યુત્તર આપતાં કહે છેવૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે -
ver
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ-૧.
ન
દાક્ષિણ્યતા, ગંભીરતા અને પારકાનીપ્રશંસાના અવસરે માત્સર્ય-ઇર્ષાનો નાશ થવો, તે જ સાચો વૈષ્ણવ છે. સમકિતી આત્મા ગુણાનુરાગી હોય. બીજાના દોષોને જાણવા છતાં તેને ગુપ્ત રાખે છે. અન્યનાં કાર્યો કરતાં ભયનાં નિમિત્તો આવે, છતાં ધીરતા કેળવી શાંતિ રાખે પણ આકુળ-વ્યાકુળ ન બને.
૧૯૭
હું આત્મા છું, એવી દઢ શ્રદ્ધાવાળો સમકિતી જીવ જગતનાં સર્વ જીવો સાથે આત્મિયતાનો સંબંધ કેળવે છે. જગતના સર્વ જીવો ચૈતન્ય લક્ષણ તથા જ્ઞાનાદિ ગુણોથી અભેદ છે. સર્વ જીવો સાથે મૈત્રીભાવ એ સમ્યક્દષ્ટિ જીવનું પ્રથમ લક્ષણ છે.
ઉદારતા, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મળબોધ અને પ્રાયઃ જનપ્રિયત્વ સમકિતીનાર્લિંગ છે. ૯૮ નરસિંહ મહેતા આગળ કહે છે
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ કાછ મનનિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ.૨
સમદૃષ્ટિને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિન્હા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે..વૈષ્ણવ-૩.
સાચો વૈષ્ણવ વિનયી, ગુણાનુરાગી, ઈન્દ્રિયવિજેતા, સમર્દષ્ટિ, નિરાકાંક્ષી, ઉચિત પ્રવૃત્તિ કરનાર, સત્યભાષી અને અચૌર્ય ગુણોથી યુક્ત હોય છે.
સમ્યગ્દર્શની આત્મામાં ઉપરોક્ત સર્વ ગુણો વિદ્યમાન હોય છે. ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ આવ્યા વિના ગુણાનુરાગી કે સ્વદોષ નિંદકની પ્રવૃત્તિ ન આવે. સમ્યગ્દર્શનના આઠ અંગોમાં ઉપબૃહણ અંગમાં સ્વદોષ