________________
૩૦૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
णिसग्गुवएसरुई आणारुइ, सुत्त - बीय सइमेव । अभिगम वित्थाररुइ, करिया संखेय धम्मरुइ ॥
અર્થ: નિસર્ગ રુચિ, ઉપદેશ રુચિ, આજ્ઞા રુચિ,સૂત્ર રુચિ, બીજ રુચિ, અભિગમ રુચિ, વિસ્તાર રુચિ, ક્રિયા રુચિ, સંક્ષેપ રુચિ, ધર્મ રુચિ.
(૧) નિસર્ગ રુચિ : જિન કથિત ભાવોમાં ગુરુ આદિના ઉપદેશ વિના સમકિતને આવરણ કરનારી પ્રકૃતિઓના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થવાથી જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તેને નિસર્ગ સમકિત કહેવાય. ઉ.દા. ફાંસી આપવા લઈ જતા ચોરને જોઈ સમુદ્રપાળ રાજાને સંસારની અસારતા અને કર્મનો કટુ વિપાક સમજાયો. તેથી સ્વયં ચિંતન-મનન કરતાં બોધપ્રાપ્ત થયો.
(૨) ઉપદેશ રુચિ ઃ તીર્થંકર, કેવળજ્ઞાની કે શ્રમણ ભગવંતોના ઉપદેશથી જીવાજીવાદિ તત્ત્વોમાં યથાર્થપણાની રુચિ થાય તે ઉપદેશ રુચિ સમ્યક્ત્વ છે. ઉ.દા. શ્રીકૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમારને ભગવાન નેમનાથની વાણીથી બોધ થયો, તેથી તેઓ સંયમ લેવા તૈયાર થયા. સંક્ષેપમાં સંશય ટાળવાની ઇચ્છારૂપ આત્મધર્મ વિશેષ તે જ ઉપદેશરુચિ.
(૩) આજ્ઞા રુચિ ઃ જિનેશ્વર અથવા ગુરુ આજ્ઞાથી તત્ત્વોની રુચિ થાય, તે આશા રુચિ છે. જ્ઞાન રહિત જીવ પણ ગુરુ આજ્ઞામાં વિશ્વાસ રાખી, તેમના વચનો અનુસરે છે, તેને જ્ઞાન-દર્શન પ્રગટે છે. છદ્મસ્થ ગુરુ કેવળીનાં વચનો અનુસરે છે, જેથી તેમનું જ્ઞાન દરેક વિષયમાં રુચિ કરાવે છે. દા.ત. માષતુષ મુનિએ ગુરુ આજ્ઞાને જ સર્વોત્તમ શ્રેષ્ઠ માની, તેથી તેમને બોધિ પ્રાપ્ત થઈ.
(૪)સૂત્ર રુચિ : શ્રી જિનેશ્વર કથિત તેમજ ગણધર રચિત દ્વાદશાંગીસૂત્રનું પઠન-પાઠન કરતાં, તેના રહસ્યોનું જ્ઞાન અનુભવતાં, જ્ઞાનના અદ્ભુત રસમાં તલ્લીન બને અને ઉત્સાહપૂર્વકસૂત્રોને સાંભળવાની કે ભણવાની જિજ્ઞાસા પ્રગટ, તેને સૂત્રરુચિ કહેવાય. દા.ત. શ્રદ્ધાવંત જિજ્ઞાસુ શિષ્ય જંબુસ્વામીને પાંચમા ગણધર સુધર્માસ્વામીએ ભાવપૂર્વક મહાવીર સ્વામીએ પ્રરૂપેલ ધર્મ અને લોકહિતાર્થે ઉપદેશેલ તત્ત્વોનો બોધ કરાવ્યો.
(૫) બીજ રુચિ: જેમ ખેતરમાં વાવેલું બીજ અનેક દાણા સ્વરૂપે ઉગી નીકળે છે અથવા પાણીમાં પડેલું તેલનું બિંદુ પાણીમાં ફેલાઈ જાય છે, તેમ સદ્ગુરુના ઉપદેશથી ભવ્ય આત્માના ખેતરમાં વાવેલું જ્ઞાનબીજ વૃદ્ધિ પામે છે. કોઈ આત્મામાં એક પદનું જ્ઞાન, અનેક પદોરૂપે પરિણમે છે. દા.ત. સર્વશ ભગવંત મહાવીર સ્વામીએ ગણધરોને માત્ર ત્રિપદીનું જ્ઞાન આપ્યું. ઉપ્પનેઈવા, વિગમેઈવા અને ધ્રુવેઈવા. આ ત્રણ પદમાંથી દ્વાદશાંગીનું નિર્માણ થયું. (૬) અભિગમ રુચિ ઃ અંગ-ઉપાંગસૂત્રના અર્થ ભણવાથી, તેના રહસ્યને સમજવાથી, તત્ત્વોની જે શ્રદ્ધા થાય છે તે અભિગમ રુચિ સમ્યક્ત્વ છે. શ્રી અંતગડદશાંગસૂત્રમાં ગૌત્તમાદિ કુમારો તથા પદ્માવતી, કાલી, સુકાલી આદિ સતીઓના અધિકાર છે, જેમણે સંયમ સ્વીકારી અગિયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું. તેઓ તત્ત્વશ્રદ્ધાથી બોધ પામી તે જ ભવે મોક્ષે ગયા.
સૂત્ર રુચિમાં ફક્તસૂત્રની રુચિ છે. જ્યારે અભિગમરુચિમાંસૂત્ર અને અર્થ યુક્તસૂત્ર વિષયક રુચિ છે.સૂત્ર રુચિથી અર્થ રુચિ અને અર્થ રુચિથીસૂત્ર રુચિના અધ્યયનથી થયેલા તત્ત્વજ્ઞાનમાં ભેદ છે. આવું શાન