________________
૩૧૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
થાય છે. રોગીને સારા ઔષધથી રોગ દૂર થતાં આનંદ થાય છે, તેમ સમકિતી મહાત્માને ભવરોગ દૂર થતાં તાત્વિક આનંદ થાય છે. આત્માનંદ એ કલ્પવૃક્ષ છે જેને પાનખર કદી આવતી નથી. તેને તો હોય છે સદાય વસંત જ વસંત! પૂ. ઉપાધ્યાયજી મ.સા. શ્રીપાળ રાસના ચોથાખંડની ૧૩મી ઢાળમાં કહે છે -
માહરે તો ગુરુ ચરણ પસાયો, અનુભવ દિલામાંહી પેઠો રે,
અદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાણે, આતમ રતિ હુઈ બેઠોરે. તૃષા બનેલા મુસાફરને શીતળ પાણીની વીરડી મળી જાય અને જે આનંદ થાય તેથી વધુ આનંદ કળિયુગમાં માનવીને સમકિત પ્રાપ્ત થતાં થાય છે.
સુહાગરાતનું સુખ કુમારિકા શું જાણે? પ્રસૂતિની વેદના વંધ્યા શું જાણે? ઘાયલની વેદના સાજો શું જાણે? તેમ આત્માનુભૂતિનો આનંદ વાક્યોમાં શી રીતે ગૂંજી શકાય? • સમકિતીની જીવનચર્યાઃ
કવિ કડી ૮૫૦થી ૮૫૬માં સમકિતી આત્માની જીવનચર્યા વિશે જણાવે છે.
સમકિતી આત્મા નિત્ય જિનવાણીનું શ્રવણ કરે છે. જિનવાણી શ્રવણએ સમકિતીનું ToNic છે. શ્રીદશવૈકાલિક સૂત્રમાં સૂત્રકાર કહે છે -
सोच्चाजाणाइकल्लाणं, सोच्चाजाणाई पावगं ।
સામવિના તોડ્યા, બંસેમસંતાયો ૪/?I. અર્થ : ધર્મશ્રવણથી જ આત્મા કલ્યાણ અને પાપને જાણે છે. ધર્મશ્રવણથી બને માર્ગને જાણી આત્મા શ્રેયકારી માર્ગનું આચરણ કરે છે.
સમકિતી જીવ સાત ક્ષેત્રમાં સંપતિનો ઉપયોગ કરે છે. જિનપૂજા, જિનમંદિરોની પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ તથા પોતાના કુળ અને પરિવારને સંપત્તિ આપી ભક્તિ કરે છે.*
સમકિતી આત્મા નવતત્વ પર શ્રદ્ધા સ્થિર કરે છે. તે ચતુર્વિધ સંઘની ભક્તિ, સંતદર્શન, ચાર પ્રકારના ધર્મનું સમ્યફ આરાધના અને પરોપકારના કાર્યો કરે છે. તે હિંસા, અસત્ય, અદાગ્રહણ, અબ્રહ્મ અને પરિગ્રહથી દૂર રહે છે. તે સદા મીઠી મધુરી વાણી બોલે છે. તે નિત્ય પરમાત્માનું ધ્યાન ધરે છે. તે રવપ્રશંસાથી દૂર રહે છે પણ અન્યના નાનામાં નાના ગુણોની પ્રશંસા કરતાં પાછો નહટે. તે પોતાના ગુણોને ઢાંકે છે પણ અન્યના દોષોને જાહેર ન કરે. સમકિતીની દ્રષ્ટિ હંસ જેવી હોય છે. હંસ દૂધ અને પાણીમાંથી દૂધને જ પીએ છે, તેમ સમકિતી જીવ ગુણોને જ ગ્રહણ કરે છે. સમકિત આવતાં જ વિચાર અને વર્તનમાં પરિવર્તન આવે છે. જેમ શાહુકાર ઘરમાં ચોર ન પ્રવેશે તે માટે સજાગ રહે છે, તેમ સમકિતી વાસનાની મલિનતાન આવે તે માટે ચારિત્રમાં સ્થિર થવા તત્પર રહે છે.