________________
૨૯૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
મનુષ્યમાં નવું સમકિત જન્મ લેવા પછી આઠ વર્ષ પછી થાય છે. દેવ અને નારકીમાં અંતઃર્મુહૂર્ત પછી અનેતિર્યંચોમાં દિવસ પૃથકત્વ (૨ થી ૯દિવસ) પશ્ચાત્પ્રથમ સમકિત પ્રાપ્ત થવાની સંભાવના છે.
એકવાર સમકિતથી વ્યુત થયા પછી અંતર્મુહૂર્ત કાળપછીપુનઃ સમકિત પ્રાપ્ત થઈ શકે છે. તીર્થંકર પ્રકૃતિ સત્કર્મિકનું તેમજ વર્ધમાન દેવાયુવાળા(સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો)નું સમકિત વિરાધિત હોતું નથી. શુભ લેશ્યાના અધ્યવસાયમાં સમકિતવિરાધિત થતું નથી.
૧૭૫
અહીં સ્પષ્ટ થાય છે કે સમકિત એ અમૂલ્ય નિધાન છે. સાત પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી સમકિતપ્રગટે છે. મિથ્યાત્વી લોકોની જાળમાં ફસાઈ કેટલાય ભોળાં લોકો આ મહાનિધિ લૂંટાવી દરિદ્ર બને છે. (૫) આધાર ભાવના :- ધર્મરૂપ જગત સમકિત વિના નિરાધાર રહી શકે નહિ. ‘સમકિત એ ધર્મ જગતનો આધાર' છે. જેમ મજબૂત કોઠીમાં રાખેલું કરિયાણું કીડા, ઉંદર અને ચોરના ઉપદ્રવથી સુરક્ષિત રહે છે, તેમ સમકિતરૂપી કોઠીમાં સ્થાપિત કરેલાં ધર્મકરણીરૂપ કરિયાણાંને મિથ્યાત્વ, વિષય-કષાયરૂપી કીડા ઉપદ્રવ કરી શકતા નથી. સમકિત એ ધર્મનો રક્ષક છે. સમકિત એ ચારિત્રરૂપી જીવિતપણાનો આધાર છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યે પુરુષાર્થ સિદ્ધયુપાયમાં કહ્યું છે -
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રમાં સર્વપ્રથમ સઘળા પ્રયત્નથી સમકિતને મેળવવાનો જ પ્રયાસ કરવો જોઈએ કારણકે તેના સદ્ભાવમાં જ્ઞાન સમ્યજ્ઞાન અને ચારિત્રસમ્યચારિત્રબને છે.''
સમ્યક્ત્વ વિના અગિયાર અંગસૂત્રો ભણે, છતાં તે અજ્ઞાન કહેવાય. મહાવ્રતનું શુદ્ધ રીતે પાલન કરી નવ પ્રૈવેયક સુધી જઈ શકે તેવા બંધ યોગ્ય વિશુદ્ધ પરિણામ કરે છતાં અસંયમ કહેવાય. સમ્યક્ત્વ સહિતનું જાણપણું, એ સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન સહિત અલ્પ પણ ત્યાગ, એ સમ્યક્ચારિત્ર કહેવાય. આ પ્રમાણે શ્રાવક અને શ્રમણ ધર્મનો મુખ્ય આધાર સમ્યક્ત્વ છે.
(૬) ભાજન :- જેમ પાત્ર વિના દૂધ, ઘી વગેરે રસો નાશ પામે છે, તેમ સમકિત વિના ધર્મરસ પણ નાશ પામે છે. સમકિત એ ધર્મરસનું ભાજન છે.
સમકિત એ શ્રુત (દ્વાદશાંગી) અને ચારિત્ર (સદાચાર) રૂપી રસનું પાત્ર છે. કોઈપણ પેય પદાર્થ પાત્ર વિના ન રહી શકે. સમકિત ધર્મરૂપી અમૃતને માટે પાત્ર તુલ્ય છે.'°સમકિતપ્રાપ્તિનો આધાર સમ્યક્શ્રુત છે.
ચારિત્ર અને જ્ઞાન વિનાનું પણ સમકિત પ્રશંસનીય છે કારણકે તે સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રનું પ્રાપક છે. જે દર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રતિ રસિક ન બનાવે, તે સમકિત નથી. જ્ઞાન અને ચારિત્ર સમકિતને ખીલવે છે. સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર વિના મુક્તિની સાધનામાં સમકિત પંગુ જ છે. તેથી સ્પષ્ટ થાય છે કે સમકિત મુક્તિએ જરૂર પહોંચાડી શકે પરંતુ સાથે સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર પણ જોઈએ. આ રત્નત્રયીમાં પ્રધાનતા સમકિતની છે.
આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની પદવી સમ્યક્ત્વ વિના ન હોય. વળી સમકિત વિના ધર્મમાં પ્રવેશ ન થઈ શકે. અહિંસા ધર્મ છે. તેના પાલન વિના મુક્તિ નથી. તેથી એક અપેક્ષાએ સ્યાદ્વાદ, સમકિત અને અહિંસા ત્રણે