________________
ર૯૮
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે
ભાવો તે ચેતન કર્મ છે. તે જીવનો વિકાર છે. તેથી અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા રાગાદિ ભાવોનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા નિજ સ્વભાવરૂપ અનંત જ્ઞાનાદિ ગુણોનો કર્તા છે, જ્યારે પરમશુદ્ધનયથી આત્મા અકર્તા છે. જેમ પાણીમાં શીતળતાહોયજ, તેમશુદ્ધ આત્મા સહજ સ્વરૂપ અખંડ અને અધિકારી જ છે.
આત્માકર્મનો કર્તા છે તેથી જ કર્મથી મુક્ત થવા સાધના-આરાધના દરેકદર્શનોમાં દર્શાવેલ છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છેઃ
કર્મ બે પ્રકારનાં છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ. આત્માના રાગ-દ્વેષરૂપ પરિણામ તે ભાવ કર્મ છે. ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્યકર્મરૂપ કાર્મણ વર્ગણા ખેંચાઈ આત્મ પ્રદેશો પર આવે છે. તેથી તે દ્રવ્ય કર્મ છે. રાગ-દ્વેષ આત્માના અજ્ઞાનથી થાય છે. ઝેર અને અમૃત જડહોવા છતાં પોતાનું ફળ દર્શાવે છે, તેવી જ રીતે શુભાશુભ કર્મો પોતાનાં ફળ અવશ્ય દર્શાવે છે. ભગવાન મહાવીરે ઉપાર્જન કરેલા કર્મોએ પોતાનું ફળ અવશ્ય દર્શાવ્યું. રાજા કે રકકર્મની જાળથી મુક્ત ત્યારે જ થાય, જ્યારે તે કર્મઉદયમાં આવી નિર્જરી જાય. પોતે કરેલાં કર્મો આત્મા પોતે જ ભોગવે છે. રક્કાજામીનનોgગથિ- કરેલાં કર્મો ભોગવ્યા વિના છુટકારો નથી.
જેમ વાવેલ બીજ તરત ન ઉગતાં યોગ્ય કાળ ઉગે છે, શરાબ પીધેલ માણસને તરત નશો ન ચડતાં શરાબનું પરિણમન થયા પછી જનશો ઉત્પન્ન થાય છે, તેમ જીવની પ્રવૃત્તિ દ્વારા કર્મબંધથયા પછી (“અબાધાકાળ પૂર્ણ થતાં) યોગ્ય સમયે કર્મપોતાનું ફળ અવશ્યદર્શાવે છે.
આત્માએ શુભાશુભ ભાવોવડે કર્મ ઉપાર્જન કર્યું, તે અનુસાર કર્મ સમય આવતાં પોતાનું ફળ અવશ્ય દર્શાવે છે. શુભ કર્મપુણ્યરૂપે પરિણમે છે. અશુભકર્મ પાપરૂપે પરિણમે છે. તેથી ભોક્તાપદથી પુણ્ય અને પાપ તત્ત્વનીસિદ્ધિ થાય છે.
વ્યવહાર અને નિશ્ચયનયથી આત્માનુંભોકતૃત્વઘટિત થાય છે.
વ્યવહારનયથી આત્મા સુખ અને દુઃખનો ભોક્તા છે. પુણ્યના ઉદયે અનુકૂળતા મળતાં સુખ થાય છે. પાપના ઉદયે પ્રતિકૂળતા મળતાં દુઃખ થાય છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા મૌલિકગુણો અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતવીર્ય અને અનંત સુખનો ભોક્તા છે. ગુણોનું પરિણમન સમયે સમયે થયા જ કરે છે. પરમશુદ્ધ નિશ્ચયનયથી જીવ અભોક્તા છે. કેવળશુદ્ધ નિરપેક્ષ આત્મસ્વભાવતે અભોક્તા છે. (૫) મોક્ષ છે": નાળિયેરના સુકા છોતરાં, જેનો એક એક તાતણા અલગ કરી, પીંજી નાખી, મજબૂત દોરડું બનાવવામાં આવે તો તે એટલું મજબૂત બની જાય છે, તે ઊંડા કૂવામાંથી પાણી ખેંચી શકે પણ તેના તાંતણા જુદાં થાય તો તે નિર્માલ્ય બની જાય છે, તેમ કષાયોને વિખેરી નાખતાં તે આત્મા પર જોર જમાવી શકે નહીં. માનવની વિકસિત ચેતન જ્યારે રાગદ્વેષનો ક્ષય કરવા કટ્રિબદ્ધ બને છે, ત્યારે સ્કુરાયમાનવિર્ષોલ્લાસ તેને મોક્ષ મંઝિલે પહોંચાડે છે.
યોગોની ક્રિયા મંદ થતાં યોગોનો વ્યાપાર ધીમે ધીમે બંધ થાય. યોગો સ્થિર થતાં આત્માપણસ્થિર થાય. આ પ્રમાણે સયોગી આત્મા અયોગી બની પુદ્ગલનો સંગછોડી મોક્ષે જાય છે.”
- - - - -
*કર્મ બંધાયા પછી જ્યાં સુધી બાધા (ઉપાધિ) ન પહોંચાડે અર્થાતુ ઉદયમાં ન આવે, શુભાશુભ ફળ આપવા તત્પર ન થાય તેટલા કાળને અબાધાકાળ કહેવામાં આવે છે. અબાધાકાળ પૂર્ણ થતાં કર્મ ફળ આપે છે.