________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
• છઆગાર:
૨૯૧
કવિએ કડી ૮૦૫થી ૮૧૦માં છ આગારનું સ્વરૂપ દર્શાવેલ છે.
૧૯૩
આગાર = છીંડી, અપવાદ. અભિયોગ = ઇચ્છા વિના, બળાત્કારે, ખેદ પૂર્વક. આગાર છ છે. (૧) રાજાભિયોગ (૨) ગણાભિયોગ(૩)બલાભિયોગ(૪)દેવાભિયોગ(૫) ગુરુનિગ્રહ(૬) કાંતારવૃત્તિ. (૧) રાજાભિયોગ - સમકિતી આત્માને રાજાની દાક્ષિણ્યતાથી કે દબાણથી અનિચ્છાએ મિથ્યાત્વી જીવને વંદનનમસ્કાર કરવાં પડે તો, તેવું આચરણ કરતાં સમ્યક્ત્વનો નાશ થતો નથી. દા.ત. કાર્તિક શેઠે રાજાના આગ્રહથી તાપસને પોતાની પીઠ પર વાંકા વળી ભોજન કરાવ્યું. કોશા નર્તકીએ બારવ્રતધારી શ્રાવિકા બન્યા પછી રાજાભિયોગ આગારના આધારે ઇચ્છાવિના ખેદપૂર્વક રથકાર સાથે ગૃહવ્યવહાર ચલાવ્યો.'
(૨) ગણાભિયોગ - ગણ એટલે સમુદાય. કોઈ બળવાન પક્ષ, નિયમધારી આત્મા પાસે પોતાનું ધાર્યું કાર્ય કરાવે, ત્યારે સમકિતી આત્મા સિવાય સમુદાયનું રક્ષણ થઈ શકે એમ ન હોવાથી, સમુદાયને સંકટમાંથી ઉગારવાં તે ગણાભિયોગ આગાર છે. જેમકે વિષ્ણુકુમાર મુનિએ ગચ્છના આગ્રહથી સંઘના પ્રતિપક્ષી એવા નમુચીમંત્રીને પગથી ચાંપી દીધો. અહીં મુનિએ લાભાલાભનો વિચાર કરી પ્રવૃત્તિ કરી છે.
(૩) બલાભિયોગ - બળવાન પુરુષ, જેમકે ચોર, રાજા આદિ સમકિતી જીવ પાસેથી તેની ઇચ્છા વિરુદ્ધ પ્રવૃત્તિ કરાવે, તે બલાભિયોગ કહેવાય. નિર્બળ વ્યક્તિ બળવાન પુરુષનું અહિત ન કરી શકે. તેવા અવસરે ઉચિત વર્તન કરવું જોઈએ. દઢતા આવ્યા પછી ઘોર સંકટમાં પણ અપવાદનું સેવન ન થાય. દેઢતાના આલંબનરૂપે આગાર છે. સુદર્શન શેઠે અભયારાણીના અસભ્ય વર્તનને માન ન આપ્યું. બલાભિયોગની મોકળાશ હોવા છતાં સ્વધર્મમાં તેઓ દંઢ રહ્યા.
(૪) દેવાભિયોગ - કુળદેવતા કે બીજા બળવાન દેવોના આગ્રહથી પોતાની ઇચ્છા વિના વંદન-નમન કરવાં, તે દેવાભિયોગ કહેવાય. ચુલનીપિતા''નામના શ્રાવક દેવતાના ઉપસર્ગથી ચલિત થયા છતાં તેમને કોઈ મોટો દોષ ન લાગ્યો. તેઓ પાપનું પ્રાયશ્ચિત કરી, આલોચના કરી શુદ્ધ થયા.
(૫) ગુર્વાભિયોગ - માતા-પિતા-ગુરુ આદિ વડીલોનું દબાણ થવાથી અન્ય દેવાદિને વંદન કરવું પડે તે ગુર્વાભિયોગ છે. રોગદ્વિજ નામનો બ્રાહ્મણ સંત સમાગમથી બાર વ્રતધારી શ્રાવક થયો. દેવો રોગતિજની પરીક્ષા કરવા આવ્યા. અસાધ્ય રોગનો ઉપચાર માંસ અને મદિરા છે; એવું દેવોએ સમજાવ્યું. સ્વજનોએ રોગદ્વિજને ઘણી રીતે સમજાવ્યો, છતાં રોગદ્વિજની દૃઢતા અને નિશ્ચલતા સામે દેવો(વૈદ્ય) પણ હારી ગયા. વડીલોએ આરોગ્ય માટે અપવાદ માર્ગનું સેવન કરવા સમજાવવા છતાં તેણે પોતાની ધાર્મિક સ્થિરતાને અખંડ રાખી.'' (૬) વૃત્તિકાંતાર - ભયંકર અટવીમાં (કાંતાર) ફસાયેલા સમકિતીને કોઈ મિથ્યાર્દષ્ટિ ભોજન આદિનું દાન આપી દબાણપૂર્વક કોઈ અન્ય દેવને વંદન-નમસ્કાર કરાવે તે વૃત્તિકાંતાર અભિયોગ કહેવાય.
દુષ્કાળ ઈત્યાદિના પ્રસંગે, રોગચાળો ફાટી નીકળે, ત્યારે આજીવિકા દુર્લભ બને, ત્યારે કોઈક મિથ્યાર્દષ્ટિ ભોજનાદિનું દાન આપી દબાણપૂર્વક તેનાનિયમનો ભંગ કરાવે, ત્યારે તે વ્રતનો ભંગ થતો નથી.
સંક્ષેપમાં સમકિતી આત્માને ઉત્સર્ગ માર્ગે પરધર્મી (જયણા દ્વાર અનુસાર) વગેરેને વંદન આદિ