________________
૨૮૯
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો;
ચિખૂર્તિતસ્થિતિકરણયુક્ત, સમકિતદૃષ્ટિ જાણવો. અનુકંપા ભાવથી સમકિતી આત્માને દુઃખી અને પીડિત જીવો પ્રત્યે ગ્લાનિ, ધૃણા કે જુગુપ્સા આદિ ભાવો ન રહેતાં સમસ્ત જીવો પ્રત્યે કરુણા ઉપજે છે. તેના ફળ સ્વરૂપે નિર્વિચિકિત્સા નામનો ગુણ પ્રગટે છે. સમકિતી વસ્તુના ધર્મો (સુધા-તૃષા આદિ ભાવો તથાવિષ્ટાઆદિમલિનદ્રવ્યો)પ્રત્યે જુગુપ્સા (કૃણા) કરતો નથી કારણકે સમકિતી આત્મા નિરાસક્ત હોવાથી તેનામાં સારા-નરસા ભાવોનો અભાવથઈ જાય છે.નિર્વિચિકિત્સા ગુણનો વિકાસ થતાં અનુકંપાના ભાવને પુષ્ટિ મળે છે. અનુકંપા અને નિર્વિચિકિત્સા ગુણોના ફળ સ્વરૂપે વાત્સલ્ય નામનો સાતમો ગુણપ્રગટે છે.
સૌ કોઈ ધર્મવિષે જુગુપ્સાભાવજે નહિધારતો, ચિન્યૂર્તિનિર્વિચિકિત્સસમકિતદૃષ્ટિનિશ્ચય જાણવો. જે મોક્ષમાર્ગે સાપુત્રયનું વત્સલત્વ કરે અહો!
ચિખૂર્તિતે વાત્સલ્યવત સમકિતદેષ્ટિ જાણવો. આસ્તિક્ય એટલે આસ્થા, તત્ત્વશ્રદ્ધા. આત્મતત્ત્વ પર પારમાર્થિક શ્રદ્ધા, વીતરાગ દેવનાં વચનો પર શ્રદ્ધા વગેરે. સુદેવ-સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા થતાં કુદેવ-કુગુરુ અને કુધર્મની માન્યતાઓ દૂર થાય છે. તેથી વિવેકદૃષ્ટિ જન્મે છે, જેને અમૂઢ દૃષ્ટિ કહેવાય છે. અમૂઢદષ્ટિ એટલે વિવેકદૃષ્ટિ. વિવેકદૃષ્ટિનો વિકાસ થતાં આસ્તિષ્પ ગુણને પોષણ મળે છે. આસ્તિક્ય અને અમૂઢદષ્ટિ ગુણના કારણે પ્રભાવના નામના આઠમા આચારનો જન્મ થાય છે. પ્રભાવના ગુણથી સમકિતી આત્મા જ્ઞાનરૂપી રથ પર આરુઢ બની જિનશાસનની પ્રભાવના કરે છે.
સમૂહનહિ જે સર્વભાવે, સત્યદૃષ્ટિધારતો, તેમૂઢષ્ટિ રહિત, સમ્યકુન્દષ્ટિનિશ્ચય જાણવો. ચિખૂર્તિમનગરથી પંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો;
તેજિન શાનપ્રભાવકરસમકિતદષ્ટિ જાણવો. ચાર લક્ષણથી સમકિત પ્રાપ્ત થાય છે. તે લક્ષણો આઠ અંગો માટે યથાર્થ શક્તિ આપે છે, તેમજ ભાવોમાં વિશદ્ધિ અને નિર્મળતા અર્પે છે. આ ભાવો (લક્ષણો) સમકિતીને નિરંતર રહે છે. તેના દ્વારા સમકિતી આત્મા વિશિષ્ટ વ્યકિત્વત્વખીલવે છે.
ઉપરોક્ત પાંચે લક્ષણોની એક આગવી વિશેષતા છે. પૂર્વાનુપૂર્વી કે પક્ષાનુપૂર્વી એમ બંને કમથી તે સમાનભાવવાળા છે. • યતના (જયણા):
કવિએ ૮૦ર થી ૮૦૪માં સમકિતની યાતના વિશે જણાવ્યું છે. યતના = કુશળતા. વ્યવહાર કુશળતા એટલે જતા. અન્ય ધર્મના ધર્મગુરુઓ, તેમના દેવો તથા