________________
૨૮૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
દુઃખીઓનાં દુઃખોને યથાશક્તિ દૂર કરવાની પ્રવૃત્તિ કરવી તે દ્રવ્ય અનુકંપા છે, તેમની ધર્મરહિત અવસ્થા દૂર કરવી,તે ભાવ અનુકંપા છે.
કોમળ હૈયામાં અનુકંપાના ભાવ પ્રગટે છે. અનુકંપાથી પરોપકાર કરવાનું મન થાય છે. કોમળ હૃદયમાં ધર્મપ્રાપ્તિ સુલભ બને છે. વિશ્વના સર્વધર્મોએદયા-અનુકંપાને સ્વીકારી છે.
હિંદુધર્મના સારરૂપગીતાજીમાં કહ્યું છે કે, “હે અર્જુન!જીવદયાથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય સર્વ વેદો સાંભળતાં, સર્વયજ્ઞો અને સર્વતીર્થોની યાત્રા કરતાં પણ થતું નથી.”
ઈસ્લામધર્મમાં તેમના પયગંબરને ‘રહિમ અને “રહેમાન' કહેવાય છે. રહિમ= રહેમ, દયા કરનાર. રહેમાનનો અર્થપણ એવો જ થાય છે.
ઈતિહાસ કહે છે કે બૌદ્ધધર્મમાં ગૌતમબુદ્ધ અહિંસા ઉપર ભગવાન મહાવીર જેટલો જ ભાર મૂક્યો હતો પરંતુ પાછળથી બૌદ્ધ ધર્મમાં માંસાહાર પેઠો.
| હિંદુધર્મમાં પણ ગૌહત્યાનો નિષેધ કર્યો છે. ગાયોનું સંરક્ષણ અને સેવાએ હિંદુધર્મના પાયામાં છે. તેઓ પણ પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપા ધરાવે છે.
મહર્ષિ પતંજલિએ પાંચ યમોમાં પ્રથમ અહિંસા કહી છે. તેમના ઋષિમુનિઓ સંપૂર્ણ અહિંસા પાળતા હતા. તેથી તેમના આશ્રમમાં પ્રાણીઓ નિર્ભય બની રહેતા હતા.
આ રીતે સર્વધર્મોએ દયા-અનુકંપાને સુખદાયિની કહી છે. દાન કરતાં પણ દયા શ્રેષ્ઠ છે. કાળા ગમખયા"-સર્વદાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે. જગતમાં તીર્થકરોનીકરૂણા શ્રેષ્ઠ કોટિની હોય છે. (૫)આસ્તિકયઃ
ત્યિ ક્વિગો વચળ તીર્થંકરના વચન ઉપર શ્રદ્ધા તે આસ્તિકય લક્ષણ છે. આસ્તિકય એ સંસ્કૃત શબ્દ છે. અસ્તિક હોવું. આત્માનાશાથતઅસ્તિત્વની પરમ આસ્થા માનનારો આસ્તિક કહેવાય.
આસ્થાએ ધર્મનું મૂળ છે. કોઈ જીવને કદાચ મોહના ઉદયથી કોઈ વિષયમાં શંકા થાય તો તેને દૂર કરવા શ્રીહરિભદ્રસૂરિ મહારાજના વચનો સુંદર મર્યાદરૂપ છે.
બુદ્ધિની ન્યૂનતાના કારણે, જ્ઞાની ગુરુના અભાવે, જીવ-અજીવ આદિ તત્ત્વોનું જ્ઞાન ગહન ન હોવાથી, જ્ઞાનાવરણીય કર્મના ઉદયે, હેતુ-દષ્ટાંત આદિ જ્ઞાનના સાધનોના અભાવે, કોઈ વિષય યથાર્થનાસમજાય તો પણ બુદ્ધિમાન (આસ્તિક) જીવ “સર્વજ્ઞનો મત સત્ય છે કારણ સર્વજ્ઞ રાગ-દ્વેષ વિનાના શ્રેષ્ઠ આત્માઓ છે. તેઓ અસત્યવાદીહોતાજનથી એવું સમજી જિનવચનને સત્યજમાને".
આસ્થાના સંદર્ભમાં નવતત્ત્વદીપિકાગ્રંથમાં પણ આ પ્રમાણે કહ્યું છે." આચાર્યશુભચન્દ્રજીએ જ્ઞાનાર્ણવમાં કહ્યું છે."
“હે ભવ્યો ! તમે દર્શન નામના અમૃતનું જલપાન કરો કારણકે તે અતુલ ગુણોનું વિધાન છે. સર્વ કલ્યાણનું બીજ છે. સંસાર સાગર તરી જવાનું જહાજ છે. ભવ્ય જીવોનું એક લક્ષણ છે. પાપરૂપી વૃક્ષને છેદવા