________________
૨૮૬
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि।
इत्युक्तेः कायपात्येव चित्तपाती न स स्मृतः।। અર્થ સમકિતી જીવ કદાચ આરંભાદિ પ્રવૃત્તિ કરે તો પણ તે પ્રવૃત્તિ તખલોહપચાસ(તપાવેલા લોખંડ પર પગના સ્પર્શ) સમાન હોય છે. આવી શાસ્ત્રોક્તિથી સિદ્ધ થાય છે કે સમકિતી કાયપાતી જ હોય, ચિત્તપાતી નહોય.
સમકિતી આત્માનું લક્ષ્ય એક માત્ર સર્વવિરતિ ધર્મ સ્વીકારવાનું હોય છે. અભયકુમારે સંસારનું ભૌતિક રાજ્ય છોડી આધ્યાત્મિક જગતના મહારાજ બનવાનું સ્વીકાર્યું. રાજપાટ-સુખ, વૈભવ ઈત્યાદિ મોક્ષમાર્ગમાં બાધક છે, તેથી તેનો ત્યાગ કરી પ્રભુ મહાવીર પાસે સંયમ અંગીકાર કર્યો. તેઓ મૃત્યુ પામી વિજય નામના અનુત્તર વિમાનમાંદેવપણે ઉત્પન્ન થયા.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં સંવેગના ફળ સ્વરૂપે અનુક્રમે મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવું શાસ્ત્રકારો જણાવે છે. (૩)નિર્વેદઃ
નિગમો વાશિ તુરિચ સંસારહ “સંસારરૂપી કારાગ્રહને જલ્દીથી છોડવાની તીવ્ર ઇચ્છાને નિર્વેદ છે. ભવપ્રપંચથી કંટાળો, થાકવું તે નિર્વેદ છે.
- નિર્વેદના વિવિધ અર્થો છે. (૧) સાંસારિક વિષય કષાયોનો ત્યાગ ૨) સંસારથી વૈરાગ્ય (૩) સંસાર પ્રતિ ઉદ્વિગ્નતા (૪) સર્વઅભિલાષાઓનો ત્યાગ (૫)વિવિધ ઉદયભાવોમાં સમભાવ.'
- નિર્વેદનું ફળદર્શાવતાં શાસકારો કહે છે કે-(૧) તે જીવ સંસારથી ખસતો (વિરક્ત થતો) જાય છે. (૨) તે સર્વ કામભોગો અને વિષયોથી છૂટો પડે છે. (૩) તે સંસાર -પરિગ્રહનો ત્યાગ કરે છે. (૪) તેની ભવ પરંપરાનો વિચ્છેદ થાય છે. (૫) તે મોક્ષ માર્ગનો પથિક બની અંતે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનારૂપસિદ્ધિ માર્ગને મેળવે છે. ૫૦
સંવેગ અને નિર્વેદ એક સિક્કાની બે બાજુ છે. મોક્ષની તીવ્ર અભિલાષારૂપ સંવેગ ભાવ પ્રગટે છે, ત્યારે સંસારના ભોગો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સંવેગનું ફળ નિર્વેદ છે. સંવેગ વિધિરૂપ છે, જ્યારે નિર્વેદનિષેધરૂપ છે.
ભરત ચક્રવર્તી, સનત્કુમાર ચક્રવર્તી, શાંતિનાથ ભગવાન, શાલિભદ્ર, ધન્ના અણગાર આદિએ જગતને એઠવતુ જાણી સંસારનો ત્યાગ કર્યો. વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર એ કારખાનું છે, જે અસારભૂત તત્ત્વોને બહાર કાઢી સારભૂત તત્ત્વોને સંગ્રહે છે, તેમ આધ્યાત્મિકક્ષેત્રે અસારતત્ત્વોનો ત્યાગ અને સારભૂતતત્ત્વોનો સંગ્રહ કરવો તે જ સમ્યગૃષ્ટિ (સત્યદૃષ્ટિ) છે. (૪) અનુકંપા -
અનુ = પાછળ, કંપ = ધ્રુજારી. દુઃખી જીવો પ્રત્યે દયા, તે અનુકંપા છે. નિષ્પક્ષપણે દુઃખી જીવોના દુઃખને દૂર કરવારૂપ દયા તે અનુકંપા કહેવાય. અનુકંપાના બે પ્રકાર છે. દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા.