________________
૨૮૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
માટેનો કુહાડો છે. તે પવિત્ર એવું તીર્થ છે. સર્વ રીતે શ્રેષ્ઠ છે. મિથ્યાત્વને જીતનારું છે.”
આસ્તિક્ય એ નવતત્ત્વની આસ્થા છે. શ્રી ભગવતીસૂત્રમાં મક શ્રાવકનો``` અધિકાર છે. તેઓ જિનેશ્વરનાં વચનો પ્રત્યે નિઃશંક હતા. પ્રભુ મહાવીરના પંચાસ્તિકાયનાનિયમનો ઉપહાસ કરતાં કાલિયાદિ અન્ય ધર્મીઓને તેમણે નિરુત્તર કર્યાં. મધુક શ્રાવક જ્ઞાની ન હતા, પરંતુ જિનવચનમાં પરમ શ્રદ્ધાવાન હતા. અપ્રત્યક્ષ એવા ધર્માસ્તિકાય દ્રવ્યની શ્રદ્ધા કરાવવા તેમણે કહ્યું, “આ પાંદડાં કોણ હલાવે છે ?’’ અન્ય ધર્મીઓ બોલ્યા, “પવન”, મદ્રુકજીએ અન્ય ધર્મીઓને કહ્યું, “પવન જેમ જોઈ શકાતો નથી પણ અનુભવી શકાય છે, તેમ ધર્માસ્તિકાય દ્રવ્ય અરૂપી હોવાથી જોઈ શકાતો નથી પણ તે ચાલવામાં સહાયક છે; તેવું સર્વજ્ઞ ભગવંતે જ્ઞાનમાં જોયું અને જણાવ્યું છે.’’ છદ્મસ્થએ અપ્રત્યક્ષપદાર્થોનું અસ્તિત્ત્વશાસ્ત્રના કથન અનુસાર સ્વીકારવું આવશ્યક છે. • અન્ય આચાર્યોના મતે સમ્યક્ત્વના પાંચ લક્ષણો -
(૧) સત્ય તત્ત્વોમાં દેઢ પક્ષપાતરૂપ સદાગ્રહ. (૨) સંસારનો ભય. (૩) વિષયોની આસક્તિનો ત્યાગ. (૪) સર્વે જીવોનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા. (૫) આગમમાં શ્રદ્ધા.
• સમકિતના લક્ષણ અને આઠ આચાર વચ્ચેનો સંબંધઃ
પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિકય આ ચાર લક્ષણ સમકિતના પાયા સમાન છે. આ ચાર લક્ષણોના ઉત્તરોત્તર વિકાસથી સમકિત પ્રગટે છે. આઠ આચાર પણ આ ચાર લક્ષણમાંથી પ્રગટે છે અથવા ચાર લક્ષણમાંથી આઠ આચાર પ્રગટે છે. આ રીતે બન્ને વચ્ચે અન્યોન્ય સંબંધ છે. તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે.
પ્રશમભાવ કષાયની મંદતા અને સમતાથી ઉત્પન્ન થાય છે. સમતા ભાવથી હૃદયની કોમળતા પ્રગટ થતાં આત્મતત્ત્વનો બોધ સહજ થાય છે. આવો બોધ થતાં અનાદિકાળથી ચાલી આવતી શંકાઓ અને ભ્રાંતિઓનું નિરાકરણ થાય છે. તેના ફળ સ્વરૂપે નિઃશંકિત ગુણ પ્રગટે છે. નિઃશંકિત ગુણનો વિકાસ થતાં પ્રશમ અને સમતા ગુણનું પોષણ થાય છે. તેના ફળસ્વરૂપે ઉપગ્રહન નામના પાંચમા અંગનો જન્મ થાય છે.
સમયસાર ગ્રંથમાં કહ્યું છે -
સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને ૫૦ છે સમભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિઃશંક છે.
જે સિદ્ધ ભક્તિ સહિત છે, ઉપગ્રહન છે સૌ ધર્મનો ચિન્તમૂર્તિ તે ઉપગ્રહનકર, સમકિતદૃષ્ટિ તે જાણવો.
સંવેગ લક્ષણના પરિણામે સંસારની ઉપલબ્ધિ અને ઉપાધિ સમ્યગ્દષ્ટિ આત્માને શલ્ય સમાન ખૂંચે છે. તેથી સંસાર પ્રત્યેનું આકર્ષણ મંદ, મંદતર અને મંદતમ થતું જાય છે. સાંસારિક સુખના સાધનોની આકાંક્ષા અલ્પ બને છે, તેથી નિઃકાંક્ષા ગુણ પ્રગટે છે. નિઃકાંક્ષા ગુણથી સંવેગ ગુણનું પુષ્ટિકરણ થાય છે. સંવેગ અને નિઃકાંક્ષાની પ્રસાદીરૂપે સ્થિતિકરણ નામનો છઠ્ઠો ગુણ ઉગે છે.
જે કર્મ ફળને સર્વધર્મ તણી ન કાંક્ષા રાખતો; ચિન્મુર્તિ તે કાંક્ષા રહિત, સમકિતદૃષ્ટિ જાણવો.
૧૫.