________________
૧૦૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
તપાચારનું સ્વરૂપઃ -દુહા-૧૦
સંયમ પાલઇ શુભ પરિં, એ ત્રીજો આચાર; તપાચાર ચોથો કહૂં, સૂણ્ય તેહનો વિસ્તાર. તપ ઉપવાસ અનોદરી, દ્રવ્ય સંખે પણ જેહ; રસના ત્યાગ કરઇ મુની, સાચો તપીઓ તેહ. કાયક્લેસ સંવર કરઇ, આલોઅણ લિઆએ; વીનિ વયાવય તપ કહ્યો, કરતાં ન્હાસિ પાપ. પંચ ભેદ સઝાયના, પૂછઇ અનુપ્રેક્ષાય; ભણઇ અરથ વલી, ચીતવઇ પંચમ ધર્મકથાય. ધ્યાન કરઇ તસ તપ કહૂં, આર્નિ કરતો કાઉસગ; બારે ભેદે તપ તપઇ, પાંમિ સીવ પરી મન્ગ.
...૧૮૧
...૧૮૨
...963
...૧૮૪
...૧૮૫
અર્થ : સંયમનું સુંદર રીતે પાલન કરો એ ત્રીજો ચારિત્રાચાર છે. હવે ચોથા તપાચારની વાત દર્શાવું છું, જેનું વર્ણન સાંભળો...૧૮૧
ઉપવાસ, ઉણોદરી (ભૂખ કરતાં ઓછું ખાવું), વૃત્તિસંક્ષેપ (મર્યાદિત દ્રવ્ય વાપરવાં), રસપરિત્યાગ જેવાં વિવિધ તપ કરનારો મુનિ સાચો તપસ્વી છે ...
...૧૮૨
કાયકલેશ (કાયાને કષ્ટ આપવું), ઇન્દ્રિયોનો સંયમ કરી સંવર કરણી કરવી તે પ્રતિસંલીનતા તપ છે . પ્રાયશ્ચિત, વિનય કરવો, વૈયાવચ્ચ કરવાથી પાપ કર્મોનો ક્ષય થાય છે...૧૮૩
સ્વાધ્યાય તપના પાંચ પ્રકાર છે.૧)વાંચવું ૨)પૂછવું ૩)અનુપ્રેક્ષા ૪)પરિયટ્ટણા પ) ધર્મકથા...૧૮૪ ધ્યાન કરવું અને કાઉસગ્ગ કરવો એ પણ તપ છે. આ પ્રમાણે તપના બાર ભેદ છે. તપ કરવાથી મોક્ષપુરીનાં સુખો પ્રાપ્ત થાય છે ...૧૮૫
• તપાચાર :
સાધક પોતાના
૮૬
કર્મોને તપાવે, નાશ કરે તે તપ. જ્ઞાન દર્શન અને ચારિત્રની જેમ તપ પણ મોક્ષમાર્ગ છે. રસ, રક્ત, માંસ, ચરબી, હાડકાં, મજ્જા અને વીર્ય આ સાત ધાતુઓને તપથી તપાવે છે . તપસા નિર્ન ચ ।। તપથી કર્મોની નિર્જરા અને આત્મવિશુદ્ધિ થાય છે. તપથી સર્વકર્મોનો ક્ષય થાય છે. જગતના જીવોમાં આહાર, ભય મૈથુન અને પરિગ્રહ એ ચાર પ્રકારની સંજ્ઞા છે. તેના પ્રભાવથી અનાદિકાલીન સંસ્કારો જાગૃત થાય છે. (૧) આહારની મસ્તી (૨) ઈષ્ટ વિયોગનો કે અનિષ્ટ સંયોગનો ભય (૩) પાંચ ઈન્દ્રિયોના વિષયમાં તીવ્રરાગ (૪) પ્રાપ્ત કે અપ્રાપ્ત વિષયોમાં તીવ્ર મૂર્છા. તપ દ્વારા દુઃખની સાંકળ તૂટે છે.