________________
૨૬૪
બંધ થાય છે.
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે
શ્રી આવશ્યક નિર્યુક્તિમાં તેઓના સારા સાધુઓને પણ વંદન ન કરવા કહ્યું છેअसुइट्टाणे पडिआ चंपवमाला न कीरई सीसे ।"" पासत्थाइठाणेसु वट्टमाणा तह अपुज्जा ॥
અર્થ : અશુચિમાં પડેલી ચંપાના પુષ્પની માળા પણ મસ્તકે ધારણ કરવા લાયક નથી, તેમ પાસસ્થા આદિનો સંસર્ગ કરનાર ઉત્તમ સાધુ પણ પૂજવા લાયક``` નથી. ચાંડાલાદિ હલકાં કુળવાળાની સોબતથી ચૌદ વિદ્યાનો પારગામી પણ નિંદા પામે છે, તેમ પાસસ્થા આદિ દુરાચારીઓની સોબતથી સારા સાધુઓ પણ નિંદાપાત્ર બને છે.
શ્રી આવશ્યક નિયુક્તિમાં હરિભદ્રસૂરિ મહારાજ એવું પણ કહે છે - શાસનને નુકશાન થાય તેવા વિશિષ્ટ કારણ સિવાય પાસસ્થા વગેરેને વંદન ન કરાય. કોઈ વિશિષ્ટ કારણે માત્ર બાહ્ય દેખાવ માટે દ્રવ્યવંદન કરવાનો નિષેધ નથી પણ સુસાધુ માનીને ભાવપૂર્વક કર્મનિર્જરાના ઉદ્દેશથી વંદન ન કરાય. કોઈ વિશિષ્ટ કારણે બાહ્ય દેખાવ પૂરતું વંદન ન કરવાથી શાસનને નુકશાન થાય વગેરે સ્યાદવાદ્ન સમજી એ પાંચેને ગુરુવંદન અપવાદે કરવું જોઈએ.'
119
શ્રી બૃહત્કલ્પ ભાષ્યમાં પણ કહ્યું છે કે
112
જેના ઉત્તર ગુણોમાં ઘણાં દૂષણો લાગ્યાં હોય તેમજ વિશિષ્ટ કારણ વિના જ નિષ્કારણ દોષ સેવતો હોય; તેને વંદન ન કરવા. તેમાં જ આગળ કહ્યું છે કે
શાસ્ત્ર રહસ્યના જાણકાર, પ્રાવચનિકના અને ગચ્છના ઉપકાર માટે જો ગચ્છાધિપતિ આવશ્યક કારણે સંયમમાં શૈથિલ્ય સેવતા હોય તો તે સાધુ (પુલાક, શાસન માટે ચક્રવર્તીની સેનાનો ચૂરો કરે છે, છતાં સંયમાદિનો અભ્યાસી પુલાક નિગ્રંથ દોષ પામતો નથી) પૂજ્ય સમજવા.
116
ખાડો ઓળંગનાર વ્યક્તિ નિર્બળ આલંબન પકડે અથવા આલંબન લે જ નહીં તો તે ખાડામાં પડે. તેમ જે વિના કારણે મૂળગુણો તથા ઉત્તરગુણોમાં દોષ સેવે છે, તે સંસારરૂપી ખાડામાં પડે છે.॰ (તીર્થની રક્ષા, જ્ઞાનાદિ ગુણોનીપ્રાપ્તિ, અધ્યયન વગેરે વિશિષ્ટ કારણે દૂષણ સેવનારો સંસારમાં રખડતો નથી.)
તેથી જ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે
દર્શન (સમક્તિ), જ્ઞાન (આચારાંગ આદિ શ્રુત), ચારિત્ર (મૂલ-ઉત્તરગુણો), અનસનાદિ તપ અને અભ્યુત્થાનાદિ વિનય ઇત્યાદિ શ્રી જિનેશ્વરદેવના કહેલા ભાવો પાર્શ્વસ્થ વગેરે સાધુઓમાં પણ જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં પૂજવા એ વિવેક છે.'
તેમજ વિશિષ્ટ કારણે તેમને વંદન કરવા વિષે પણ શાસ્ત્રકારો જણાવે છે - બ્રહ્મચર્યાદિ લાંબા સમયનું ચારિત્ર દીર્ઘકાલીન હોય (અથવા વિશાળ શિષ્ય પરિવાર હોય), વિનયવાળા સાધુઓનો સમૂહ જેઓને આશાવર્તી હોય, કુલ-ગણ-સંઘના હિતકારી કાર્યો કરનાર હોય, ઉપરાંત સાધુને વિચરવાનાં ક્ષેત્રો તેમને આધિન હોય, તેઓમાં વિષમકાળ(દુષ્કાળ) માં નિર્વાહ કરવાનો ગુણ હોય,સૂત્ર-અર્થ-તદુભયરૂપ આગમ રહસ્યના