________________
૨૬૨
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
સ્વદયા સાથે પરદા પણ કરે છે. અષ્ટ પ્રવચનમાતા ચારિત્રરૂપ છે. ચારિત્ર જ્ઞાન-દર્શન વિના ન હોય, તેથી પરમાર્થથી જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અતિરિક્ત દ્વાદશાંગી નથી.
चरणज्ञानयो/ज, यशप्रशम जीवितम् ।
તઃ શ્રાદાથાન, દ્વિ સમાન અર્થઃ સમકિત, એ જ્ઞાન અને ચારિત્રનું બીજ છે. વ્રત-મહાવ્રત અને શા માટે જીવન સ્વરૂપ છે. તપ અને રવાધ્યાયનો આશ્રય દાતા છે. સાધુઓએ સમ્યગુદર્શનને દર્શન માન્યું છે. સંબોધપ્રકરણગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજ ચારિત્રકુશીલનું સ્વરૂપ કંઈક જુદી રીતે દર્શાવે છે.
क्रोग्य भूईकम्मे, पसिणापसिणे निमित्तमाजीवी।
कक्करुयाइलक्खण मुवजीवइ विज्जमंताई॥१६॥ અર્થ: કૌતુક (ચમત્કાર), ભૂતિ કર્મ (તાવ વગેરે બિમારીમાં ચારે દિશામાં મંત્રેલી રાખ-ભસ્મ નાખવી.), પ્રશ્નાપ્રશ્ન પૂછ્યા વિના કે પૂછવાથી મનના ભાવ વિદ્યાના બળે કહેવા), નિમિત્ત (નિમિત શાસ્ત્રના બળે ત્રણે કાળની વાત કહેવી), આજીવક (જાતિ, કુળ, તપ, ધૃત, શીલ્પ, કર્મ અને ગણ આ સાત સાથે પોતાની સમાનતા દર્શાવીદાતારને આકર્ષે પછી તેમની પાસેથી આહારાદિ મેળવે), કલ્ક કુરૂકાદિલક્ષણ (માયાથી બીજાને ઠગવા), વિદ્યા, મંત્ર, લક્ષણ. ઉપરોક્ત કાર્યોના બળે સંયમનો નિર્વાહ કરનારો ચારિત્રકુશીલ કહેવાય છે. જેમ કૃષ્ણ પક્ષનો ચંદ્રદિવસે દિવસે હીન થાય છે તેમશિથિલાચારી સાધુદોષોની પરંપરાવધારી સંયમનોખુવાર કરે છે.
કવિએ કડી-૬૯માં ચારિત્ર કુશીલને માછીમારની ઉપમા આપી છે. માછલાને જાળમાં ફસાવવા માછીમાર કાંટાની આગળ માંસના ટુકડા રાખે છે. અજ્ઞાન માછલું માંસમાં લોલુપ બની ખાવા જાય છે ત્યાં કાંટો ભોંકતા પીડા પામે છે, તેમ ધર્મના હેતુભૂત સત્કાર્યોનો ત્યાગ કરી અજ્ઞાનીજનો મોહનો અંધાપો ગ્રહણ કરી પાપકર્મથી ભારે બની ચતુર્ગતિમાં પીડા પામે છે.
ઉપદેશમાલા ગ્રંથમાં શ્રી ધર્મદાસ ગણિવર કહે છે
જે સાધુ સંયમ અંગીકાર કરી ચારિત્રક્રિયામાં પ્રમાદી રહે છે તે પરભવમાં કિલ્વેિષપણાને (દવોમાં હલકીજાતિ) પામે છે. ૧૦
સાધુએ મુખ્યતયા ગુપ્તિમાં જ રહેવાનું હોય છે, પરંતુ દેહના ધર્મ બજાવવા સાધના માર્ગ ટકાવવા સમિતિનો માર્ગ છે. આ સમિતિ અને ગુપ્તિમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના સમાયેલી છે. અનાદિકાલીન પાપવાસનાથી બેકાબૂ બનેલા આત્માને યમ-નિયમની રસ્સીમાં બાંધી કાબૂમાં રાખવો તે સંયમ છે. તેના સંદર્ભમાં કવિપુંડરીક અને કુંડરીકનું દૃષ્ટાંત ટાંકે છે.
"કુંડરીક મુનિનો એક હજાર વર્ષનો સંયમ હોવા છતાં મન અને ઈન્દ્રિયોના નિયંત્રણ વિના નિરર્થક બન્યો, જ્યારે પુંડરીક મુનિનો ફક્ત બે દિવસનો અનાસક્ત ભાવ તેમજ શુભ ધ્યાનપૂર્વકનો સંયમ તેમને લાભદાયી બન્યો. પુંડરીક મુનિ આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ નામના ઉત્તમ વિમાનમાં ઉત્પન્ન થયા. કુંડરીક મુનિ મૃત્યુ પામી સાતમી નરકે (કનિષ્ઠ સ્થાન) ઉત્પન્ન થયા. પુંડરીક મુનિ આરાધક બન્યા, જ્યારે કુંડરીક મુનિ