________________
ર૬૦
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
કુખરાબ, શીલ આચાર.જેનો આચાર ખરાબ છે, તે કુશીલ કહેવાય. તેના ત્રણ ભેદ છે. (અ) જ્ઞાન કુશીલ (બ) દર્શન કુશીલ (ક) ચારિત્ર કુશીલ. જ્ઞાન કુશીલઃ- કાળ,વિનયવગેરે જ્ઞાનના આઠ આચારોનોવિરાધકતે જ્ઞાનકુશીલજાણવો.
જીવનાં છ લક્ષણો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ. જીવનાં આ છ ગુણોમાં જ્ઞાનની પ્રધાનતા છે. વસ્તુનું વિશેષપણે જાણપણું થવું તે જ્ઞાન છે. જ્ઞાન પ્રાપ્તિના મૂળમાં વિનય છે. જેમ જ્ઞાન પ્રાપ્તિ માટે વિનય આવશ્યક છે તેવી જ રીતે ગુરુની નિશ્રામાં, ગુરુનું બહુમાન કરી જ્ઞાન ભણનાર ગુરુકૃપા મેળવે છે. સ્વાધ્યાય કરવા યોગ્ય કાળ અને અકાળનો ઉપયોગ રાખી સ્વાધ્યાય કરવાથી, જ્ઞાન-જ્ઞાની કે જ્ઞાનનાં સાધનોનું બહુમાન કરવાથી, ચિત્તની પ્રસન્નતાપૂર્વક, વિશિષ્ટ પ્રકારનાં તપ સહિત શ્રુતનો અભ્યાસ કરનાર સાધક આત્મ કલ્યાણકારી જ્ઞાન પ્રાપ્ત કરે છે.
મિથ્યાષ્ટિ અચરમાવર્ત કાળના સાધકની જેમ વર્ષોની સાધના કરે છતાં પોતાનાં કર્મો ખપાવી શકે નહીં, પરંતુ સમ્યગુદૃષ્ટિ કુશળ સાધકની જેમ ક્ષણવારમાં સાધના દ્વારા કર્મોનો ક્ષય કરે છે. જેમ અગ્નિમાં લાકડાં બળતાં ચારે તરફ પ્રકાશ પથરાય, તેમ અનંત કર્મો નષ્ટ થતાં ક્ષણવારમાં કેવળ જ્યોતિનો પ્રકાશ પથરાય
સમ્યગુદર્શન એક અપૂર્વ અને અલૌકિક જ્યોતિ છે. સૂર્યનો ઉદય સષ્ટિને નવું રૂ૫, નવી કાંતિ આપે છે, તેમ સમકિતનો આલોક આત્મામાં વિશિષ્ટ જાગૃતિ પ્રદાન કરે છે. તેથી જ્ઞાન આરાધનામાં તત્પર આત્માએ જ્ઞાનના અતિચારોનું સેવન કરવું નહિ. • દર્શન કુશીલ નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આદર્શનના આચાર છે. આ આઠઆચારોથી રહિતતે દર્શનકુશીલ છે.* દર્શન કુશીલથી સાવધાનવિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે
सवण्णुप्पामण्णा दोसा हुन संति जिणमए केई।००
जं अणुवउत्तकहणं अपत्तमासज्ज व हवेज्जा॥ અર્થ : સર્વજ્ઞઅને સર્વદર્શી વીતરાગ પ્રભુ દ્વારા પ્રવર્તિત જિનધર્મદોષ રહિત છે. આ ધર્મસર્વથા શુદ્ધ, પરિપૂર્ણ રૂપથી સત્ય અને ઉપાદેય છે.
અનુપયોગી ગુરુઓના કથનથી જિનશાસનમાં દોષ ઉત્પન્ન થાય છે. જે ધર્મની આચારસંહિતા સુદઢ અને શ્રદ્ધાના પાયા પર મંડાયેલી છે, તે ધર્મલાંબા સમય સુધી પોતાનું મૌલિક અસ્તિત્વ ટકાવી શકે છે. પ્રવજ્યાનું ફળ જ્ઞાન યોગ છે. તેને કોબીનાં ફળ જેવાં આવરણો છે. તે જેમ જેમ તૂટતાં જાય, તેમતેમ અંધકાર દૂર થાય છે.
અગીતાર્થ, ઉન્માર્ગ ઉપદેશક, અને દુરાચારી સાધુઓની સંગતિ સાધનામાં બાધકબને છે. જેમ માર્ગમાં જતાં લૂંટારાઓનો સાથ દુઃખદાયી બને છે, તેમ મોક્ષમાર્ગમાં આવા સાધુઓનો સંગ વિઘ્નરૂપ બને છે. કુશીલીઓના કારણે નિગ્રંથ પ્રવચનની ગરિમાને કલંક લાગે છે. દર્શન કુશીલ તપ, ત્યાગ, સ્વર્ગ-નરક ઈત્યાદિ બાબતોમાં શંકાશીલ હોય છે. તે ધાર્મિક અનુષ્ઠાનોનું વિધિપૂર્વક, જિનાજ્ઞા પ્રમાણે આચરણ કરતો નથી. તે