________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
પડિલેહણામાં પ્રમાદી હોય છે. મહાપુરુષોના વિશુદ્ધ સંયમ અને ઉગ્રતપને બનાવટી, અસત્ય અને અતિશયોક્તિ પૂર્ણ માનજિનેશ્વરદેવની તેમજ ગુરુની આશાતના કરે છે.
ગાસતા ગામે નાગાલગાયી સાતળા* અર્થ : આય + શાતના. આય=પ્રાપ્તિ, શાતના =ખંડન. સમ્યગુદર્શન આદિ આધ્યાત્મિક ગુણોનું ખંડન જેના દ્વારા થાય તે આશાતના છે.
ગુરુદેવ આદિ પૂજ્ય પુરુષોના અવિનયથી સમ્યગદર્શન આદિ સગુણોની આશાતના થાય છે. નવદીક્ષિત, આચાર્ય, ઉપાધ્યાય અને દીક્ષા પર્યાયમાં મોટા હોય, તેઓની આશાતના કરનાર મોક્ષમાર્ગનું ખંડન કરે છે. પ્રસ્તુત તેત્રીસ પ્રકારની આશાતના શ્રી દશાશ્રુત સ્કંધસૂત્રના આધારે સંશોધન કરાયેલ છે. જેમાં શિષ્યના અયોગ્ય વર્તનથી થતી ગુરજનોની ૩૩ પ્રકારની આશાતનાઓનું નિરૂપણ થયું છે. કવિએ પણ તે જ તેત્રીસ આશાતનાનું કથન કર્યું છે.
ચારિત્ર કુશીલઃ-સંયમનું પર્યાયવાચી નામ ચારિત્ર છે. ચય+રિક્ત =જેના દ્વારા આઠે કર્મોનો નાશ કરવામાં આવે તેને ચારિત્ર કહેવાય. ચારિત્રના બે પ્રકાર છે. ૧) દેશવિરતિ ૨) સર્વવિરતિ. દેશવિરતિ ચારિત્ર ગૃહસ્થને હોય અને સર્વવિરતિચારિત્રસંયમી શ્રમણોને હોય. સર્વવિરતિ ચારિત્રપણ મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું છે. પાંચ મહાવ્રત અને રાત્રિ ભોજનના ત્યાગ રૂપમૂળગુણ છે, જ્યારે ઉત્તરગુણો એ ચાર પિંડ વિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પડિયા, પાંચ ઈન્દ્રિયનો નિરોધ, પચ્ચીસ પ્રકારનું પડિલેહણ, ત્રણ ગુણિ, ચાર અભિગ્રહરૂપ છે. અષ્ટપ્રવચનમાતાએ સંયમની પ્રાથમિક ભૂમિકા છે.
ઈર્ષા સમિતિમાં પ્રાણાતિપાત વિરમણવ્રત સમાયેલું છે. બાકીના વ્રતો પ્રાણાતિપાત વિરમણ વ્રતની વાડ સમાન છે. પ્રથમ મહાવ્રતમાં સર્વત્રતો સમાઈ જાય છે. પ્રથમ વ્રતમાં સૂક્ષ્મ, બાદર, ત્રસ, સ્થાવર આદિ સર્વ જીવોની હિંસાનો ત્યાગ છે. બીજા મૃષાવાદવિરમણવ્રતમાં અસત્યનો ત્યાગ છે. ત્રીજા મહાવ્રતમાં ચોરીનો ત્યાગ છે. ચોથા મહાવ્રતમાં અબ્રહ્મનો ત્યાગ અને પાંચમા વ્રતમાં પરિગ્રહનો ત્યાગ છે. આ સર્વ વ્રતોનો મુખ્ય ઉદ્દેશ જીવોની રક્ષા, દયા અને અનુકંપા છે. સમિતિ અને ગુપ્તિ પણ જીવદયા પર અવલંબે છે.
ઈર્ષા સમિતિના પાલનમાં પણ જીવોની અનુકંપા અને દયાના ભાવ નિહિત છે. ભાષા સમિતિ નિરવધ ભાષા બોલવા સ્વરૂપ છે. તેમાં સર્વ ભાષા વ્યવહાર સમાયેલો છે. એષણા સમિતિમાં અન્ન-પાણી, શય્યા, પાટ આદિ સંયમની ઉપધિઓ વિવેકપૂર્વક, અચેત અને નિર્દોષ લેવાની હોય છે. સંયમી સાધકે, શ્રાવકોના ઘરેથી ગાયના ચરવાની માફક થોડું થોડું વહોરવું એવું વિધાન છે. તેમજ સારી કે ખરાબ વસ્તુ પર રાગ-દ્વેષ ન કરવાનું નિર્દેશન એએષણા સમિતિ છે. આદાનનિક્ષેપણ સમિતિમાં ઉપયોગપૂર્વકપડિલેહણ કરી ઉપધિઓ લેવી, મૂકવી તેમજ પરિષ્ઠાપનિકા સમિતિમાં અશુચિઓને નિર્દોષ ભૂમિમાં ઉપયોગપૂર્વક ત્યાગ કરવા વિશે શાસકારોનું વિધાન છે. પાછળની ત્રણ સમિતિમાં જગતનો સર્વવ્યવહાર સમાઈ જાય છે. આ ત્રણે સમિતિનો મુખ્ય ઉદ્દેશ જીવદયાનો જ છે. સંયમની સુરક્ષા જીવદયાથી થાય છે. તેથી જ માત્મા સર્વ ભૂતેષુની ભાવના ભાવતા મુનિ