________________
૨૨૭
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
શબ્દનો કરેલો જાપ વિષમારકનું કાર્ય કરે છે તેમ અજાણતા ઓઘથી સાંભળેલી જિનવાણી પણ કાર્યની સિદ્ધિ કરે છે.
(૨) ધર્મકથિક પ્રભાવક :
કવિ ૫૦૩ થી ૫૦૫માં ધર્મકથિક પ્રભાવકનું સ્વરૂપ દર્શાવે છે.
કથા એટલે કથન. ધર્મકથા ચાર પ્રકારની છે. ’(૧)આક્ષેપણી (૨)વિક્ષેપણી (૩) સંવેગજનની (૪) નિર્વેદિની. કથાના માધ્યમથીસૂત્રનાં ગંભીર અર્થ અને રહસ્યની પ્રરૂપણા કરી લોકોને ધર્મમાર્ગમાં સ્થિર કરવા તે ધર્મકથાનું ધ્યેય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે –
ધર્મકથા કહેવાથી અને સાંભળવાથી કર્મ નિર્જરા થાય છે. નિગ્રંથ પ્રવચનની પ્રભાવના થાય છે તેમજ પુણ્યનો બંધ થાય છે.
જૈન દર્શનમાં ચાર અનુયોગનું વિધાન છે. તેમાં ધર્મકથાનુયોગ વિશેષ પ્રચલિત છે. કથા દ્વારા પરોક્ષ રીતે તત્ત્વનો સારભૂત બોધ પ્રાપ્ત થાય છે. કથાનુયોગના પ્રસંગો એ તો એક સાધન છે. સાધ્ય જિનવાણી કે તત્ત્વભૂત વિચાર છે. તત્ત્વનો આનંદ આત્માનંદની પ્રાપ્તિ માટે છે. કથા દ્વારા જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોનું પ્રગટીકરણ થાય છે. કથાનુયોગ ઉચ્ચ કોટિનો છે. આ કથાનુયોગ જીવોને સ્થૂલ હૃષ્ટિમાંથી સૂક્ષ્મ દૃષ્ટિ તરફ જવાનો સંકેત કરે છે. કથાનુયોગ વૈરાગ્ય ભાવના જાગૃત કરે છે. તેના સંદર્ભમાં કવિએ નંદિષણ મુનિ અને બળભદ્ર મુનિનાં દષ્ટાંતો ટાંક્યાં છે.
૬૫
મુનિ નંદિષણની બુદ્ધિમતા, વાક્ચાતુર્ય, પ્રચંડ પુણ્યોદય અને ધર્મપ્રેમ પ્રશંસનીય છે. તેઓ મહાગીતાર્થ, મહા સંવિજ્ઞ અને શાસ્ત્રના નિષ્ણાંત હતા. તેથી તેમણે ગૃહસ્થી બન્યા પછી પણ જિનશાસનની પ્રભાવના કરવાનું કાર્ય અવિરતપણે ચાલુ રાખ્યું. તેઓ રોજના દશ જીવોને નિત્ય પ્રતિબોધતા હતા.
૬
બળભદ્ર મુનિ જંગલમાં જ રહેતા હતા. તેમના તપ-દયા, ધર્મ દેશનાના અપ્રતિમ પ્રભાવથી આકર્ષાઈને અનેક વનચર પશુ, પક્ષીઓ, મુનિની સેવા કરતા હતા. સિંહ, વાધ, હરણાં, સસલાં વગેરે નાનાં મોટાં પ્રાણીઓ જાતિવેર ભૂલીને બળભદ્ર મુનિની દેશના શ્રવણ કરતા હતા. બળભદ્રમુનિની દેશનાનાં પ્રભાવે પશુઓ, ચોરો, વટેમાર્ગુઓ તથા હિંસક પ્રાણીઓ બોધિ પામ્યા.
૬૭
મુનિ નંદિષણ અને મુનિ બળભદ્ર બંને પ્રખર ધર્મકથિક હતા. મિથ્યાત્વની ધર્મકથા અકથા કહેવાય છે કારણ કે તેમનાં દ્વારા કહેવાયેલી ધર્મદેશના વિશિષ્ટ પ્રકારનું તાત્ત્વિક ફળ પ્રગટાવતી નથી. (૩) વાદી પ્રભાવક :
કવિએ કડી ૫૦૬ થી ૫૧૩માં વાદી પ્રભાવકનું સ્વરૂપ દર્શાવ્યું છે.
*(૧) જે કથાથી શ્રોતા મોહ છોડી સત્ય તત્ત્વ તરફ આકર્ષાય તે આક્ષેપણી કથા, (૨) જેનાથી શ્રોતા પૂર્વના માર્ગને છોડે (ઉન્માર્ગથી સન્માર્ગે અથવા સન્માર્ગથી ઉન્માર્ગે જાય) તે વિક્ષેપણી કથા, (૩) જેનાથી શ્રોતામાં સંવેગ – જ્ઞાનપૂર્વકનો ધર્મ વેગ (આત્મબળ) પ્રગટે તે સંવેગજનની કથા, (૪) જેનાથી શ્રોતાને સંસારનો નિર્વેદ થાય તે નિર્વેદિની કથા કહેવાય. આ ચારના ચાર ચાર ભેદો શ્રીઠાણાંગસૂત્રમાં દર્શાવેલ છે.