________________
૨૪૦
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસીને આધારે
અર્થ: જે વ્યક્તિ દોષરહિત શુદ્ધ ભાવે વંદના કરે છે. તેની અવશ્ય મુક્તિ થાય છે. (જો કર્મ બાકી હોયતો) કોઈ આત્મા વૈમાનિક દેવતામાં ઉત્તમદેવનો અવતાર પ્રાપ્ત કરે છે....૬૨૮
વંદનાત્રણ પ્રકારની છે. જઘન્યવંદનાએટલે મત્યેણં વંદામિકહી પ્રણામકરવું (તિકપુતોનાપાઠથી).બે ખમાસમણા આપીવંદન કરવું તે મધ્યમ વંદના છે. (જેમ દૂત રાજાને પ્રથમ નમસ્કાર કરી પછી કાર્યનિવેદન કરે અને કાર્યવિસર્જનકરાયા પછી પણ નમસ્કાર કરે. એ પ્રમાણે બેખમાસમણાદેવાય છે.).૬૨૯
બાર આવર્તવાળું દ્વાદશાવર્ત વંદન એ વંદનાનો ઉત્કૃષ્ટ પ્રકાર છે. તે ઉત્તમ આચાર છે. ઓઘો અને મુહપત્તિ લઈ સંયમી પોતાનું જીવન સફળ કરે છે. ૬૩૦
હે ક્ષમા શ્રમણા હું આપને વંદન કરવા ઈચ્છું છું. હું આપને યથાશક્તિ વંદન કરું, તે માટે આપ મને અનુમતિ આપો. પોતાની ઈચ્છાનું નિવેદન કરવારૂપ પ્રથમ સ્થાન છે.) ૬૩૧
જો ગુરુ કોઈ કાર્યમાં વ્યસ્ત હોય, ત્યારે શિષ્યને (“રાહ જો' એમ) કોઈ વેણ (શબ્દ) કહે (આ ચૂર્ણિકારનો મત છે.) (ટીકાકારના મતે) મન, વચન અને કાયાથી નિષેધ કરું છું. એવું ગુરુ કહે), ત્યારે શિષ્ય ત્રણેયોગને સંકેલીને સંક્ષિપ્તવંદન કરે ૬૩૨
છેદેણ એટલે આજ્ઞા આપવી. ગુરુશિષ્યને કહે છે કે, જેમ તારું મન ઇચ્છે તેમ કર. ત્યારે શિષ્યનીચે નમી વંદના કરવાની અનુમતિ માંગે છે. (ગુરુની ચારે દિશામાં શરીર પ્રમાણ જમીનને અવગ્રહ કહેવાય. તેમાં પ્રવેશવાની અનુમતિ માંગવી એશિષ્યનું બીજું સ્થાન પ્રશ્ન) કહેવાય...૬૩૩
ત્યારે જવાબમાં ગુરુ અણજાણામિ' કહે. એટલે કે મારીને અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા છે. ત્યારે સાંસારિક કાર્યોને નિષેધતો શિષ્ય અવગ્રહમાં પ્રવેશે છે. (અર્થાતુ અશુભ કાર્યથી નિવૃત્ત અને શુભ કાર્યમાં પ્રવૃત્તિ માટે ગુરુશિષ્યને આજ્ઞા આપે છે.)...૬૩૪
શિષ્ય ગુરુચરણમાં બેસી બે હાથ અને મસ્તક વડે (સ્પર્શ કરી) વંદન કરે છે. (પછી તે ગુરુને કહે છે કે મારા શરીર, મસ્તક અને હાથ વડે) આપના પગને સ્પર્શ કરતાં મારાથી બાધા-પીડા થઈ હોય તો અપરાધ બદલ ક્ષમા માંગું છું..૬૩૫
શિષ્ય ગુરુને પૂછે છે કે, “હે પૂજ્ય અલ્પ ગ્લાન અવસ્થામાં તથા ઘણા શુભ યોગે (સમાધિભાવે) આપનો આજનો દિવસ વ્યતીત-પૂર્ણ થયો છે?” (શિષ્યના પ્રશ્નનું આત્રીજું સ્થાન છે.).૬૩૬
(બહાથ જોડીને ઉત્તર સાંભળવા ઇચ્છતા શિષ્યને), ત્યારે ગુરુ “હરિએ એપ્રમાણે કહે છે. એટલે કે તે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે મારો દિવસ અરિહંત આજ્ઞાનું પાલન કરતાં સારી રીતે વ્યતીત થયો છે. ૬૩૭
(ગુરુના શરીરની સુખ શાંતિ પૂછી હવે શિષ્ય તપ-નિયમ સંબંધી કુશળતા પૂછે છે) પછી ગુરુ ચરણની સ્પર્શના કરતાં જતાભે એવું ત્રણ અક્ષરવાળું પદ આવે. જતાભે કહેતાં શિષ્ય ગુરુને પૂછે છે કે, “હે પૂજ્યાં આપની સંયમયાત્રા સુખરૂપ છે?” (સંયમ, તપ અને નિયમ વિશેષ શુદ્ધ છે? શિષ્યના પ્રશ્નરૂપ આ ચોથું સ્થાન છે.)...૬૩૮
(જ્યારે શિષ્ય જતાભે કહે), ત્યારે ગુરુ તુક્મપિ વએ કહે એટલે કે, “હે શિષ્ય! તારી સંયમયાત્રા પણ સુખરૂપ છેને?” પછી શિષ્ય ગુરુને વિનયપૂર્વક છ અક્ષરોવાળું “જવણિ જજંચભે” એવું આવર્તદેતાં પૂછે