________________
ર૫૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
અર્થ: જેમ ચંપક પુષ્પની માળા સુંદર અને સુગંધી છે પરંતુ ઉકરડે પડવાથી મલિન બને છે. તેવી માળાને મસ્તકે કેવી રીતે ધારણ કરી શકાય? તેમ પાંચે કુસાધુ સાથે રહેનારો તેમના જેવો થાય છે. તેથી વંદનને અયોગ્ય છે. ૭૧૯
શિષ્યાકુગુરુની પ્રવૃત્તિ (ચાલણા) મારા હૃદયમાં જરાપણવસતીનથી (પ્રભાવિત કરતી નથી). વૈદૂર્ય રત્નને સોનામાં જડવાથી તેનો પ્રભાવ શું જતો રહે છે? (તેમ કુગુરુ જિનશાસનમાં હોવા છતાં શું જિનશાસનનો પ્રભાવજતો રહે છે?). ૭૨૦
(ગુરુ કહે છે) હે ચેલા! એક વાત સાંભળ. એક અપ્રભાવિક દ્રવ્ય તરીકે વૈદૂર્ય રત્ન પ્રખ્યાત છે. વૈદૂર્યરત્ન સુવર્ણ સાથે મળવા છતાં તે પ્રમાણે જ રહે છે. તેના પર સુવર્ણની કોઈ અસર થતી નથી. અભાવિક બીજાથી પ્રભાવિત ન થવાથી તેની કિંમત ઓછી થતી નથી...૭૨૧
એક ભાવિક (પ્રભાવિક) દ્રવ્ય છે. જે તલની જેમ પુષ્પની સંગતિથી સુવાસિત બને છે અને કંટકની સંગતિથી કડવો બને છે. (ભાવિકદ્રવ્ય જેની સાથે રહેતેના જેવો થાય)....૭૨૨
જેમ આંબો લીમડાના સંગથી કડવો બને છે, તેમ આત્મા તલ જેવો ભાવિક છે. સારી સંગતિથી તે ગુણવાન બને છે અને ખરાબ સંગતિથી દુર્ગુણી બને છે....૭૨૩
નદીનું મીઠું અને મધુર જળ દરિયાના ખારા પાણીના સંગથી પોતાની મધુરતા ગુમાવે છે, તેમ ઉપરોક્ત પાંચ પ્રકારનાકુસાધુના સંગે સુસાધુપણ તેમના જેવો થાય છે, માટે જિનેશ્વરે તેને અવંદનીય કહ્યા છે...૭૨૪
શ્રી આવશ્યક નિર્યુક્તિમાં ઉપરોક્ત પાંચ પ્રકારના સાધુને અસંયતી (કુસાધુ) કહ્યા છે. તેવા પુરુષની સંગત્યજવા યોગ્ય છે, એવું જ્ઞાની ભગવંતો કહે છે. ૭૨૫
સંવેગી મુનિની સેવા કરો. સમકિતનું બીજું ભૂષણ અંગે ધારણ કરો. દર્શન સમતિમાં તીર્થસેવા એવો અર્થદર્શાવેલ છે.૭૨૬
સમકિતનું ત્રીજું ભૂષણ ભક્તિ છે. જ્યારે મુનિ ભગવંત ગૃહ દ્વારે પધારે, ત્યારે હર્ષોલ્લાસપૂર્વક તેમની સત્કાર કરી, તેમનું આહારઆદિવારા શ્રેયાંસકુમારનીજેમસન્માન કરવું..૭૨૭
ધના સાર્થવાહે વાંકાવળીને ઉલ્લાસથી), નિઃસ્પૃહભાવે મોટા (શ્રેષ્ઠ) મુનિરાજને ભાવપૂર્વક ઘી વહોરાવ્યું. સુપાત્રદાન આપી તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આદિનાથ નામના પ્રથમ તીર્થંકર બન્યા ૭૨૮
નયસાર કઠિયારો નિઃસ્પૃહભાવે મુનિરાજને મોટું દાન આપી તીર્થકર પદવી પામ્યો. ચંદનબાળાએ વિનયપૂર્વક ભગવાન મહાવીરને આહારદાન આપી સંસારનો અંત આણ્યો...૭૨૯
સંગમે (માસક્ષમણના તપસ્વી) મુનિને પારણામાં ખીર વહોરાવી. તે દાન આપતાં તેને અતિ આનંદ થયો. તેના શરીરનારોમે રોમપુલકિત થયાં. તેણે આદરપૂર્વકમુનિની ભક્તિ કરી તેથીતે મૃત્યુ પામીને શાલિભદ્ર થયા૭૩૦
કવિ કડી ૬૫૧ થી ૭ર૬ સુધીમાં તીર્થસેવા નામનું સમકિતનું બીજું ભૂષણ દર્શાવે છે. તેઓ કડી