________________
૨૫૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
•૯૯૦
બિસતો ઊચિઆસલિએ, સઊંચાંચીવર પહિરાણિ એ,
આશાતનાવલીએ કહીએ, તેતરીસિપૂરીએથઈએ અર્થ: જે મનુષ્ય આશાતના જાણવા છતાં તેનું સેવન કરે છે, તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. અભિગ્રહધારી મુનિ શ્રેષ્ઠ છે. એવા શ્રમણને વહોરાવ્યા વિના શ્રાવકના હાથ અતુઠ (અપવિત્ર) રહે છે. તે શ્રમણ સાધ્વીજીઓ અને શ્રાવિકાઓની સાથે ન રહેતાં તેનાથી તેર હાથ દૂર રહે છે...૬૭૬
(કવિ તેત્રીસ આશાતના કહે છે) ગુરુની આગળ પાછળ અને પડખે (side - બાજુમાં ઊભા રહેતાં, બેસતાં અને ચાલતાં“ એમ નવ પ્રકારે આશાતનાથાય..૬૭૭
ગુરુની સાથે સ્પંડિલ ભૂમિએ જતાં શિષ્ય આચાર્યની પહેલાં હાથમાં પાણી લઈ આચમન (પગ સાફ) કરે તેમજ "અંડિલ ભૂમિ આદિ બહારથી આવેલ ગુરની પહેલાં જ શિષ્ય ગમનાગમન વિષયક આલોચના કરે...૬૭૮
"રાત્રિના સમયે જાગતો હોવા છતાં ગુરુના બોલાવ્યા છતાં શિષ્ય બોલતો નથી, એ બારમી આશાતના છે. કોઈ ગુરુભક્ત આવે, તેની સાથે ગુરુ વાર્તાલાપ કરે તે પહેલાં જ પોતે તેમની સાથે વાતો કરવા લાગે..૬૭૯
"શિષ્ય અન્નાદિરૂપ જે ભિક્ષા લાવ્યો હોય તે ગુરુને પ્રથમ ન દેખાડે તેમજ "(અન્ન, પાણી, મેવામિઠાઈ, મુખવાસ) ભિક્ષા લાવ્યા હોય તે પહેલાં બીજા કોઈ પણ શિષ્ય પાસે આલોચે, પણ પ્રથમ ગુરુ પાસે ન આલોચે ૬૮૦
"ભિક્ષા લાવીને ગુરને પૂછ્યા વિના પહેલાં નાનાં શિષ્યોને આમંત્રણ આપે પછી ગુરુને કહે. વળી ગુરુની આજ્ઞાવિના જ ગોચરી (ભિક્ષા) પોતાની મેળે વહેંચી આપે ૬૮૧
“ગુરુને વધેલો (થોડો) આહાર આપે અને પોતે સારો (ઘણો) આહાર લે. તેમજ “ગુરુ બોલાવે, ત્યારે બોલે નહીં અને કર્કશવચનકારાગુરુનું અપમાન કરે.૬૮૨
"શિષ્યગુરુનાં વચનનો અનાદર કરે. ગુરુ બોલાવે, ત્યારે તેમની અવહેલના કરે. તેમજ"“શું કામ છે તમે શું કહો છો? એવું પૂછી ગુરુનો અવિનય કરે.૬૮૩
ગુરુશિષ્યને પોતાના કાર્ય માટે બોલાવે, ત્યારે આસન ઉપરબેઠાં બેઠાંજશિષ્ય ઉત્તર આપે. “ગુરુ તેને પ્રેમપૂર્વક સમજાવે કે ગ્લાન (રોગી)ની વૈયાવચ્ચ કરો...૬૮૪
“(ત્યારે શિષ્ય ગુરુને પ્રત્યુત્તર આપતાં કહે કે, “તમે જ સેવા કરો.” વળી એવું પણ કહે કે “આ ગુરુ અમને સમજતાં જ નથી.' ગુરુની હિતશિક્ષા શિષ્ય હદયે ધરતો નથી. "તેમનાં વચનો સાંભળતો નથી તેથી શૂન્ય થઈ રહે છે. (અર્થાતુઅજ્ઞાની, મૂઢ થઈ રહે છે.)...૬૮૫
“ગુર જ્યારે પર્ષદાને ઉપદેશ આપે, ત્યારે શિષ્ય વચ્ચે જ કહે કે, “આ અર્થ આ પ્રમાણે થતો નથી. તમે ખોટો અર્થ કહ્યો છે. તમે સાચો અર્થ કરવાનું ભૂલી ગયા છો.” એવું મોટેથી બોલે...૯૮૬
“ગુરુ જ્યારે ધર્મકથા કહે, ત્યારે વચ્ચે પોતાની વાત ચલાવી ધર્મકથા ભેદ કરી (અલગ રીતે) સારી રીતે કહે, “ગુરુનાતત્ત્વજ્ઞાન સભર વ્યાખ્યાન દ્વારા પર્ષદા પ્રસન્ન થાય, ત્યારે વચ્ચે જ શિષ્ય ગુરુને કહે કે, “હવે ઉઠો સમય થઈ ગયો છે. આ પ્રમાણે વ્યાખ્યાન સભાનો ભંગ કરે...૬૮૭