________________
૨૪૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે
કરીક્ષાયિક સમકિત મેળવ્યું. આ વંદન શ્રમણો અને શ્રાવકોએ કરવાનું હોય છે.
શ્રી આવશ્યક નિર્યુક્તિમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે વંદનના આઠકારણો જણાવ્યા છે.
પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાઉસગ્ગ, અપરાધની ક્ષમા માંગવા, પ્રાહુણ (નવા મુનિ આવે, ત્યારે) આલોચના, પ્રત્યાખ્યાન અને સંલેખનાદિ મહાન કાર્યોએ આઠનિમિત્તે દ્વાદશાવર્તવંદન કરવું જોઈએ.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં વંદનાનું ફળદર્શાવતાં કહ્યું છે.
વંદન કરવાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે, ઉચ્ચ ગોત્ર કર્મબંધાય છે. સૌભાગ્ય નામકર્મતથા આદેય નામકર્મઉપાર્જન થાય છે. તેમજ દાક્ષિણ્યભાવ (ચતુરાઈ), પટુતા, વિચક્ષણતાઆદિ ગુણો પ્રાપ્ત થાય છે. ગુરુવંદનથી છગુણોની પ્રાપ્તિ થાય છે
विणयोवयारमाणस्स-भंजणा पूअणा गुरुजणस्स।
तित्थयराण य आणा सुअधम्माराहणाऽकिरिआ॥ અર્થ વિનયોપચાર, અહંકારનો નાશ, ગુરુભક્તિ, જિનાજ્ઞાનું પાલન, કૃતધર્મની આરાધના અને અંતે મોક્ષ એક ગુણો ગુરુવંદનથી થાય છે.
ગુરુવંદન કરવાથી જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો ગાઢ બંધનથી બાંધ્યા હોય તે શિથિલ બને છે. દીર્થ સ્થિતિવાળાં કર્મો અલ્પ સ્થિતિવાળાં, તીવ્ર રસવાળાં અશુભ કર્મો મંદ રસવાળાં અને ઘણાં પ્રદેશવાળાં કર્મો અલ્પ પ્રદેશવાળાં બને છે. ગુરુવંદનનું કર્મ નિર્જરારૂપ શ્રેષ્ઠ ફળ છે. વિધિપૂર્વક કરાયેલી વંદના પરંપરાએ મોક્ષદાયી નીવડે છે. શ્રીઆવશ્યક નિર્યુક્તિમાં શ્રીહરિભદ્રસૂરિએ કહ્યું છે
किईकम्मपि कुणंतो न होई किइकम्मनिज्जराभागी। ॥१२०५॥ बत्ती सामन्नयरंसाहू ठाणं विराहतो ॥१२१२॥ बत्तीसदोस परिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरुणं।
સોપવનિવા, જિરેલિબાઈવારંવાર રૂા. અર્થઃ ગુરુવંદન કરવા છતાં પણ જે સાધુ બત્રીશમાંથી એકપણદોષવિરાધે છે, તે ગુરુવંદનના કર્મનિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરતો નથી. જે બત્રીસ દોષરહિત વિશુદ્ધ ભાવે વિધિપૂર્વક ગુરવંદન કરે છે તે અલ્પકાળમાં મોક્ષ કે વૈમાનિકદેવપણાને પામે છે. ગુરુવંદન નહીં કરવાથી ઉત્પન થતાંદોષો દર્શાવતાં શાસ્ત્રકારો કહે છે કે
“माणो अविणय विंसा नीआगोयं अबोहि भववुड्ढी । अनमंते छवोसा"।" અર્થઃ ગુરુવંદન ન કરવાથી ૧. અભિમાન ૨. અવિનય ૩. શાસનની અપભ્રાજના (નિંદા) ૪. નીચ ગોત્રનો બંધ પ.બોધિ (સમક્તિની પ્રાપ્તિ)નીદુર્લભતા ૬. સંસારની વૃદ્ધિ, એમ છ દોષો ઉત્પન્ન થાય છે.
સમકિતનું અવરોધક મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સહિતની ક્રિયાઓ વ્યર્થ નીવડે છે. કવિએ વંદનાના ૩૨ દોષ“શ્રી આવશ્યકનિયુક્તિ અનુસાર દર્શાવ્યા છે. કવિએ ખૂબજ સરળ શબ્દોમાં આવિષયઆલેખ્યો છે.