________________
૨૩૭
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
ઊંબાડાપસિંચરવલોજી,જેનરરાખિરેહાથિ, ભમતોવાંદઈ સર્વનઈજી, તેવારો જંગનાથિ...સોભાગી
૬૨૭ અર્થ: વંદનાના બત્રીસ દોષ આવશ્યકસૂત્રમાં દર્શાવેલ છે. આદર વિના, ઉત્સુકચિત્તે વંદન કરવું, એ (૧) અનાદૃતદોષ કહેવાય. ૬૦૪
હે ભાગ્યશાળી જીવો!વિધિપૂર્વક વંદન કરો. અવિધિપૂર્વક વંદન કરતાં કોઈ મુક્તિપુરીમાં જઈ શકતું નથી. તેથી હે સૌભાગ્યશાળી જીવો!વિધિપૂર્વકકિયા કરો અને અવિધિને જાણો.
આઠ પ્રકારના મદથી યુક્ત, અક્કડતાથી વંદન કરે, તે સ્તબ્ધ દોષ કહેવાય છે. વંદન છોડીને ભાગી જાય; તે પ્રવિદ્ધદોષ કહેવાય છે...૬૦૫
આચાર્ય વગેરે અનેકને એક સાથે જ વંદન કરી લેવું અથવા હાથ, પગ બરાબર ન રાખતાં બે હાથ પેટ ઉપર ભેગા રાખી વંદન કરવું. સૂત્રના ઉચ્ચારમાં અક્ષરો, પદોમાં અટક્યા વિના જ અસ્પષ્ટપણે ઉચ્ચાર કરવો, તે પરિપિડિતદોષ" છે...૬૦૬
ટોલ એટલે તીડ, તીડની જેમ આગળ-પાછળ કૂદતાં કૂદતાં ઠેકડા મારતાં વંદન કરવું, તેને ટોલગતિ દોષ છે. ઉભારહેલા, બેસેલા કે અન્ય કાર્ય કરી રહેલા ગુરુના ઉપકરણો પકડીને, હાથીને ખેંચે તેમઅવજ્ઞાપૂર્વક ખેંચીને વંદન કરવું તે અંકુશદોષ છે. ૬૦૦
ઊભા ઊભાકેબેઠાં બેઠાંવિનાકારણ કાચબાની જેમ આગળ-પાછળ ખસવું,તે કચ્છપરિગિત દોષ છે. (બહુમાનવિનાની ક્રિયા કરવાથી શું ફળ મળે?)તેનાથી શું પુણ્ય થાય?...૬૦૮
માછલું જેમ પાણીમાં ઘડીક ઉપર અને ઘડીકનીચે જાય, તેમ એકઆચાર્યને વંદના કરી બાજુમાં રહેલા વંદનીય રત્નાલિકને વંદન કરવા ઊભા ન થતાં પાસું ફેરવી બેઠાં બેઠાં જ વંદન કરવા તે મત્સ્યોધન દોષ છે.૬૦૯
ગુરુના કઠોર શબ્દો સાંભળી તેમના પ્રત્યે અપ્રીતિ થતાં દ્વેષપૂર્વક વંદન કરવું તે મન:પ્રદુષ્ટ દોષ કહેવાય. વંદનમાં આવર્તદેતાં બે હાથને બે ઢીંચણની વચ્ચે રાખવાને બદલે ઢીંચણની ઉપર, પડખે કે ખોળામાં રાખે,તે વેદિકાબદ્ધદોષ છે..૬૧૦
ગુરુ મને ગચ્છમાંથી બહાર કાઢશે એવા ભયથી વંદના કરાય; તે ભયદોષ" છે. ગુરુ મને પ્રેમ આપશે, ગુરુ મારી ભવિષ્યમાં સેવાકરશે એમ થાપણ મૂકવાની જેમ વંદન કરવું, તે ભજંતદોષ છે....૬૧૧
આ આચાર્યની સાથે મૈત્રી છે. તેથી તેમની સાથે મિત્રતાની ઇચ્છાથી વંદન કરવું, તે મૈત્રી દોષ છે. પોતે વિધિમાં કુશળ છે એવું બીજાને દર્શાવવા વિધિપૂર્વક આવર્ત સહિત પોતે જ વિધિ સાચવે છે, એવા અભિમાનપૂર્વક વંદન કરવું, તે ગૌરવદોષ" છે...૬૧૨
વસ-કાંબળી વગેરેની ઇચ્છાથી જે વંદન કરાય; તે કારણ દોષ વંદના છે. બીજા સાધુ-સાધ્વીમાં પોતાના પાપપ્રગટ ન થાય તેથી ચોરની જેમ છૂપાઈને જલ્દી વંદન કરવું તે સ્તનદોષ" છે...૬૧૩
ગુરુ આહાર-નિહાર કરતા હોય કે કરવાની ઇચ્છાવાળા હોય, ત્યારે નિષેધ હોવા છતાં વંદન કરવું, તે પ્રત્યનિક દોષ છે. ગુરુ કોઈ કારણે ક્રોધિત હોય અથવા પોતે કોઈક કારણે ક્રોધથી વંદન કરે તે રૂઝ દોષ"