________________
૨૩૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
સરસ્વતીજીને આચાર્યે ફરી સંયમમાં સ્થાપિત કર્યાં.
શીલની રક્ષા કરનારા જિનશાસનના આભૂષણ સમાન કાલકાચાર્યે જિનશાસનની પ્રતિષ્ઠા વધારી. કવિએ કડી પ૬૫માં સિદ્ધ પ્રભાવક મુનિને કળશ અને મુગટની ઉપમા આપી છે. કળશથી પ્રસાદની અને મુગટથી મસ્તકની શોભા છે, તેમ સિદ્ધ પ્રભાવક જેવા મુનિઓ જિનશાસનની શોભા છે. (૮) કવિ પ્રભાવક :
કવિએ કડી પ૬૮ થી ૫૯૭માં કવિ પ્રભાવકનું સ્વરૂપ દર્શાવ્યું છે.
અપૂર્વ કવિત્વ શક્તિ દ્વારા સુંદર અને રસિક કાવ્ય રચી શ્રોતાઓના મનને જીતી લે છે, તે કવિ પ્રભાવક છે
કવિઓ બે પ્રકારના હોય છે. ૧) સદ્ભૂતાર્થ કવિ-વાસ્તવિક અને હિતકારી કાવ્ય રચના કરનારા કવિ. ૨) અસદ્ધૃતાર્થ કવિ- મનોરંજનની કાવ્ય કૃતિ રચનારા કવિ, જેમાં પ્રાયઃ વાસ્તવિકતા હોતી નથી. સદ્ભૂતાર્થ કવિ સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા, અજ્ઞાનને દૂર કરે છે, જેમકે શ્રી હેમચંદ્રાચાર્યે ત્રિષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર આદિ કાવ્ય લખી વિપુલ સાહિત્ય સર્જન કર્યું. જિનશાસનની પ્રભાવના કરનારા આચાર્ય ભગવંતોમાં શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ અગ્રેસર ગણાય છે.
દર
શ્રી માનતુંગાચાર્યે ભકતામર સ્ત્રોત જેવી સુંદર કાવ્ય રચના કરી ભોજ રાજાને જૈનધર્મી બનાવ્યા. માનતુંગ આચાર્ય સમર્થ વિદ્વાન, વિચક્ષણ પ્રજ્ઞાવંત, પ્રભાવશાળી અને અતિ ચતુર સાધુકવિ હતા. તેમને માટે ચમત્કાર એ બાળ ચેષ્ટા હતી. રાજા ભોજને કાવ્યથી સર્જાતો ચમત્કાર જોવો હતો. જિનશાસનનું તેમાં હિત સમાયેલું હતું તેથી સૂરિએ નિશ્ચય કર્યો કે હું પણ તેને કાવ્ય અને કાવ્યની શક્તિ દર્શાવીશ.
રાજા અને સભાસદોની વચ્ચે પગથી માથા સુધી લોઢાની ચુમ્માલીસ બેડીઓથી માનતુંગસૂરિને જકડવામાં આવ્યા હતા. એક પછી એક એમ ચુમ્માલીસ ઓરડામાં તેમને રાખવામાં આવ્યા હતા. દરેક ઓરડે લોખંડી તાળા લગાડવામાં આવ્યા હતા. માનતુંગાચાર્યે શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક શ્રી આદિનાથ ભગવાનના મહાત્મયવાળું ભક્તામર સ્ત્રોત કાવ્ય રચ્યું. અતિ મધુર કંઠે, ભક્તિમાં તરબોળ બની, સ્વ-પરનો ભેદ ભૂલી તેઓ પરમાત્મામાં તલ્લીન થયા. આચાર્યે કાવ્યના એક એક શ્લોકથી એક એક બેડી અને તાળું ખોલ્યું. જિનશાસનનો જયજયકાર થયો. રાજા તેમજ અનેક નાગરિકો જૈન ધર્મી બન્યા. આવા અતિશયશાળી કવિઓએ જિનશાસનની યશ કલગીમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પ્રભાવના સ્વ પર કલ્યાણકારી છે.
ઉપરોક્ત આઠે પ્રભાવક જિનશાસનની પ્રભાવના કરે છે. તે પ્રભાવના સમ્યક્ત્વને નિર્મળ બનાવે છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બીજી રીતે પણ આઠ પ્રભાવકો કહ્યા છે.
પ
अइसेसइड्डि धम्मकहि वाइ आयरिय खवग नेमित्ती । "
विज्जा य रायगणसं मया य तित्थं पभावंति ।।
અર્થ : ૧) અતિશય ઋદ્ધિ ૨) ધર્મકથિક ૩) વાદી ૪) નૈમિત્તિક ૫) તપસ્વી ૬) આચાર્ય ૭) વિદ્યાસિદ્ધ ૮) રાજગણ સમ્મત એમ આઠ પ્રકારે પ્રભાવક છે.