________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
તેમાં જ પુનઃ જન્મે છે પરંતુ એવું નથી. જીવની ગતિ કર્માધીન છે. કર્મ પ્રમાણે તેનો જન્મ થાય છે. અરે મંડિતજી !તમને બંધ અને મોક્ષ સંબંધી સંશય છે? સંસારીને બંધ અને મોક્ષ બને હોય. કર્મમુક્ત જીવને માત્ર મોક્ષ હોય.”
સાતમા મૌર્યપુત્ર અને આઠમા કપિતાજી પંડિતો આવ્યા. પ્રભુએ તેમને કહ્યું, “તમને બંનેને દેવલોક અને નરકની શંકા છે. આ દુનિયામાં સુખ અને દુઃખ બને છે, તેથી તેને ભોગવવાનું સ્થાન પણ છે. સુખ ભોગવવાનું સ્થાન દેવલોક છે, દુઃખ ભોગવવાનું સ્થાન નરક છે. તે બને આ પૃથ્વીથી ભિન્ન છે.”
નવમા પંડિત અલભ્રાતા, દશમા પંડિત મેતાર્ય અને અગિયારમા પંડિત પ્રભાસ જેમને અનુક્રમે પુણ્ય અને પાપ પૃથક નથી, પુનર્જન્મ અને નિર્વાણ નથી; એ શંકાનું પ્રભુ મહાવીરે સમાધાન કર્યું.
ભગવાન મહાવીરની આંખોમાં વહેતી મૈત્રીની પિયુષધારામાં તેઓ ઓતપ્રોત બન્યા. ભગવાનની વાણી સાંભળી ગૌતમ આદિ ગણધરોને ગ્રંથિભેદ થયો. પોતાના અસ્તિત્વને સાક્ષાત્ કરવાની તલપતિવ્ર બની. અને તે સ્વરૂપે પ્રભાવિત થઈ. “ભંતે !અમને આપના શરણમાં લઈ લો.”
ગણધરવાદ જગતના કેટલાય પ્રશ્નો ઉકેલે છે. પ્રભુ મહાવીર અજેયવાદી તરીકે પ્રસિદ્ધ થયા અગિયારે બ્રાહ્મણોએ પોતાના પરિવાર સહિત પ્રભુ મહાવીરનું શરણું સ્વીકાર કર્યું. આ અગિયાર ગણધરોની જેમ જમાલમુનિ ભગવાન મહાવીર પાસેવાદકરવા આવ્યા. તેઓ મિથ્યાત્વી હતા.
मइभेया पुब्बोगह संसग्गीए य अभिनिवेसेण"।
चउहाखलु मिच्छतं साहूणमदंसणेणडहवा ।। અર્થ: પ્રતિભેદ, પૂર્વગ્રહ, સંસર્ગ, અભિનિવેશ તેમજ સાધુઓનાં અદર્શનથી મિથ્યાત્વ ઉત્પન થાય છે.
જિનવચન વિશિષ્ટ નયની અપેક્ષાવાળું સાપેક્ષ છે, પરંતુ જમાલીમુનિએ મતિભેદના કારણે જિનવચનને મિથ્યા માન્યું.
ભગવાન મહાવીર ચંપાનગરીમાં પધાર્યા ત્યારે જમાલમુનિ સમવસરણમાં આવ્યા. તેમણે પ્રભુ મહાવીરને કહ્યું, “તમારા સર્વ શિષ્યોછવસ્થ છે. હું એક સર્વજ્ઞ છું, કેવળી છું.' ત્યારે ગૌતમ સ્વામીએ તેમને કહ્યું, “રાગ-દ્વેષકે મોહથી અસત્ય વચન બોલાય છે. ભગવાન રાગ-દ્વેષના વિજેતા છે. જો તમે સર્વજ્ઞ છો તો હું પૂછું તેનો ઉત્તર આપો. આ લોક શાશ્વત છે કે અશાશ્વત ? જીવ નિત્ય છે કે અનિત્ય?" આ પ્રશ્નોનો ઉત્તર આપવા માટે જમાલમુનિ અસમર્થ હતા. ભગવાન મહાવીરે કહ્યું, “હે જમાલી! મારા આ શિષ્યો છઘસ્થ હોવા છતાં તેનો ઉત્તર આપી શકે છે. લોક અને જીવ ત્રણે કાળની અપેક્ષાએ શાશ્વત છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની અપેક્ષાએ લોક અશાશ્વત છે. દ્રવ્યથી જીવ શાશ્વત છે, પર્યાયથી મનુષ્ય, તિર્યંચ, નરક અને દેવગતિની અપેક્ષાએ જીવ અશાશ્વત છે.” પ્રભુના વચનો સાંભળી ગૌતમ ગણધર પુલકિત થયા.
આ રીતે ભગવાન મહાવીર જગતના શ્રેષ્ઠ વાદી પુરુષ હતા. વાદી પ્રભાવક દ્વારા અનેક જીવો સમ્યકદર્શની બને છે.