________________
૧૩)
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે
તેઓ શસ્ત્રો વડે બીજાને પ્રહાર કરી વધ કરે છે, તે પરમેશ્વર સુખદાયક નથી ....ર૬૦
તેઓ હાસ્ય, મશ્કરી, ક્રીડા કરે છે, તેમજ પ્રાણીની હિંસા આદિનો ત્યાગ કરતા નથી. તેઓ અન્યની સ્ત્રી સાથે મૈથુનનું સેવન કરે છે. આવા દેવો બીજાના પાપ કર્મો દૂર કરી શકતા નથી...ર૬૧
કદેવ માંસભક્ષણ કરે છે. મદિરાપાન કરે છે. તેઓ પોતાની પાસે વાહન આદિ પરિગ્રહ રાખે છે. તેઓ મુખથી અસત્ય બોલે છે. કોઈ દેવ એવો નથી જેની પડખે નારી ન હોય..ર૬ર • કુદેવ કવિઢાળ-૧રમાં કુદેવનું સ્વરૂપદર્શાવે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં દર્શાવ્યું છે.
ये स्त्रीशस्त्राक्षसूत्रादि रगाङ्ककलङ्कित्ताः। निग्रहानुग्रहपरास्ते देवाः स्युर्न मुस्तये ।। नाटयाट्टहास सङ्गीताद्युपप्लवविसं संस्थुलाः।
लभ्भयेयुः पदं शान्तं प्रपन्नान् प्राणिनः कथम् ।। અર્થ: જે દેવો સ્ત્રી, શસ્ત્ર (હથિયાર), જપમાળા વગેરે રાગાદિ દોષોનાં ચિહ્નોથી કલંકિત છે, તથા જેઓ નાખુશ થતાં શ્રાપ, તથા ખુશ થઇ વરદાન આપે છે તેઓ મુકિત પ્રદાતા ન બની શકે. જેઓ નૃત્યકલા, અટ્ટહાસ્ય, સંગીતાદિ ઉપદ્રવોથી યુક્ત, સમભાવ રહિત દેવો છે; તે શરણે આવેલા પ્રાણીઓને મુક્તિ ક્યાંથી આપી શકે? ભક્તામર સ્ત્રોત્રમાં માનતુંગ આચાર્ય પરમાત્માની ભક્તિ કરતાં કહે છે –
मन्ये वरं हरिहरा-दय एव द्दष्टा, द्दष्टेषु येषु हृदयं त्वयि तोषमेति ।
किं वीक्षितेन भवता भुवि येन नान्यः, कश्चिन्-मनो हरति नाथ भवान्तरेडपि।। અર્થ હે નાથ ! હરિ હરાદિક સરાગી દેવોને મેં પ્રથમ જોયાતે સારું થયું. તમને જોયા પછી મારું મન તમારા વિષે સંતોષ અનુભવે છે. હવે સમસ્ત ભૂમંડળમાં આ ભવમાં કે પરભવમાં વીતરાગ દેવ સિવાય અન્ય કોઈ દેવ મારા મનને સંતોષ નહિ આપી શકે.
પ્રાય અન્ય દર્શનીઓના સર્વ દેવ પોતાની દેવીઓ સાથે રોગયુક્ત સ્થિતિમાં જોવા મળે છે પરંતુ વીતરાગ દેવ સદા વીતરાગ ભાવ યુક્ત ધ્યાનસ્થ અવસ્થામાં જોવા મળે છે. તેમને જોઈને સાધકનું મન પરિતૃપ્ત બને છે.
ક્ષાયિક સમક્તિ મનુષ્યભવમાં પ્રાપ્ત થાય છે. તીર્થકર અને કેવળીભગવંત બિરાજે છે, ત્યાં ભવ્યજીવ શીઘ મોક્ષ જવાની અભિલાષા સેવે તો તેના મિથ્યાત્વનો ક્ષય થાય છે, કારણ કે તેને કેવળજ્ઞાનીના ગુણોમાં ઉત્કૃષ્ટ પ્રમોદ ભાવ જાગે છે. તેવા ભાવો કુદેવના સાનિધ્યમાં ક્યાંથી આવી શકે?
દુહા - ૧૬નારી પાષિકો નહી, કહિ પરમેસ્વ(૨) નામ;
તેહથી મૂત્ય ન પામીઇ ન સરિ આતમ કામ. ..૨૬૩ * કડી-૨૬૩માં શબ્દ પૂર્તિ માટે (૨) શબ્દ ઉમેરવો પડ્યો છે.